________________
પછી તો આર્ય-મર્યાદાઓને જ નજરમાં રાખવી પડે. તેને આધારિત પોતાના કર્તવ્યને દરેકે વિચારવું પડે. તે કર્તવ્યને ગૌણ બનાવવા માટે પ્રેરણા કરતી કોઈ પણ પ્રકારની વિષયની કે કષાયની લાગણીને તેણે શાન્ત કરી જ દેવી પડે.
પછી કોઈ લાગણીના અતિરેકમાં તણાઈને લાંચ લે જ નહિ, દારૂ પીએ જ નહિ, વિશ્વાસઘાત કરે જ નહિ, છૂટાછેડા લે નહિ, ગર્ભપાત કરાવે નહિ, પરસ્ત્રીગમનાદિ કરે નહિ.
કર્તવ્ય પ્રત્યેની સમજણ સુષુપ્ત હોવાના કારણે અને લાગણીઓનો એકદમ-એકાએક અતિરેક થઈ જવાના કારણે જ આ બધા પાપો સેવાઈ રહ્યા છે.
જો આમ જ ચાલશે, જો સહુ પોતાની લાગણીઓને જ છુટ્ટો દોર આપશે તો મને લાગે છે કે પચાસ લાખ લશ્કરી સૈનિકો દ્વારા પ્રજાને ઘેરી લઈને કે પ્રજા સામે ખુલ્લી બંદૂકની નળી તાકીને પણ ભારતીય સરકાર અનિષ્ટોને નાબૂદ તો નહિ કરી શકે પણ લેશ માત્ર ઘટાડી ય નહિ શકે. એ કૂદકે ને ભૂસકે ચોગરદમ વધતા જશે, ભયની બધી સપાટીઓને ક્યાંય આગળ મૂકી દેશે.
સ્ત્રીમાં ચરિત્રમ.... એમાં ય નર કરતાં નારીની લાગણીના અતિરેકો કોઈ પણ કાળમાં થોડાક વધુ જ હોય છે. પુરુષને ક્રોધ કે કામ ભલે કદાચ જલદી જાગશે પરંતુ તેને શમી જતાં ય વાર નહિ લાગે. નારીને ભલે કદાચ તે જલદી નહિ જાગે પણ જાગ્યા પછી તે જલદી શાન્ત પણ નહિ પડે. વળી નારી પાસે પોતાની આગવી સૂઝવાળી માયાવૃત્તિ ખૂબ તીવ્ર હોય છે. એના બળથી એ પોતાના દોષોને ખૂબ સફાઈથી સતત સેવતી હોય છે. આથી જ મહર્ષિઓએ “ali રિન્ન પુસહ્ય મળ્યું, ન બનતિ તો મનુષ્ય કહ્યું છે ને !
નારીના ડંખ અત્યંત કાતીલ હોય છે. તે જલદી વીફરે નહિ અને વીફરે તો ભૂખી વાઘણ કરતાં ય વધુ ભયાનક બન્યા વિના રહે નહિ.
ગુજરાતના ચોટીલા પાસેના ગામનો અતિ કરુણતાસભર પ્રસંગ ટાંકીને આ હકીકત હું બરોબર સમજાવી શકીશ.
જોજે કાચો રહી ન જાય ! પરંપરાથી વંશવારસામાં એકધારા ચાલ્યા આવતાં આર્યસંસ્કૃતિના ગૌરવો એ ગામના વૃદ્ધો અને વૃદ્ધાઓમાં ઝળહળતાં જણાતા હતા.
પણ જમાનાનો પવન રેડિયો, નિશાળો અને છાપાં-ચોપાનિયાં દ્વારા ત્યાં પણ વાઈ ગયો હતો. નવી પેઢીના માસૂમ બાળકોને જમાનાવાદની આ આગે પોતાના ભરડામાં લઈ લીધા હતા.
એ ગામની એક કન્યાની વાત છે. રામુ એનું નામ. રામુ મોટી થઈ. કૉલેજમાં દાખલ થઈ. નજીકના કોઈ શહેરની કૉલેજમાં જવા માટે એ “અપ-ડાઉન' કરતી.
બિચારા જૂનવાણી માતા-પિતા ! દીકરીના બાહ્ય આડંબરમાં અંજાયા ! એની જ્ઞાન-વિજ્ઞાનની વાતોમાં મોહાયા ! ગામ આખામાં પોતાની દીકરીના વખાણ કરતાં થાકતાં નહિ.
એક દિવસ સમાચાર મળ્યા કે રામુ કોકના ઘેર જઈને બેસી ગઈ છે. એ હતો દરજીનો દીકરો : સહાધ્યાયી. રોજિદા પરિચયમાંથી પ્રણય જાગ્યો અને ઘર મંડાયું.
દીકરીના માતાપિતાના આઘાતનો કોઈ આરોવારો ન હતો, પણ જમાનાના જાણકારોએ એમને જમાનો” ઓળખાવીને આશ્વાસન અપાવ્યું.
દરજીનો દીકરો બાજુના જ ગામમાં રહેતો હતો. ભારે સંસ્કારી, માતાપિતાનો પરમ ભક્ત,
જૈન મહાભારત ભાગ-૧