________________
શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ? પણ હવે વાત વણસી ગઈ છે. શારીરિક ઘડતર કે માનસિક બગાડના કારણોસર ખોટું જાણવા છતાં તે છૂટે તેમ નથી, સાચું છતાં હવે તે આચરી શકાય તેમ નથી.” બધા ય વ્યાસમુનિના પેલા વિખ્યાત વાક્યના પ્રવક્તા બને છે : “ ખાનામિ ધર્મ ન = પ્રવૃત્તિ: जानाम्यधर्म न च मे निवृत्तिः”
તપોવનોની વિચારણીય યોજના
આ ઉપરથી વિચાર આવે છે કે જો બગડેલા કિશોરો અને કુમારોને સુધારવાનું કામ બહુ મુશ્કેલ હોય તો સાવ નાના નિર્દોષ અને પવિત્ર બાળકોને તેમની આઠ, નવ વર્ષની ઉંમરથી જ સંસ્કારોનું સિંચન કરવા પાછળ જ બધો પુરુષાર્થ આદરાય તો શું ખોટું ? ઠેર ઠેર તપોવનો ઊભા કરીને તેમાં આઠ વર્ષના બાળકોને દાખલ કરીને સોળ વર્ષની વય સુધી સંસ્કારપ્રદાન કરવું. સ્કૂલનું શિક્ષણ પણ વિદ્વાન શિક્ષકો રાખીને ત્યાં જ આપવું, જેથી સ્કૂલમાં મોકલવા જતાં કુસંગ-જનિત દોષો પેદા થવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. સોળ વર્ષની વયે સીધી બારમા ધોરણની પરીક્ષા અપાવીને, તેમાં સારી રીતે ઉત્તીર્ણ કરાવીને ઘરે વિદાય આપવી.
એ આઠેય વર્ષમાં ધર્મ અંગેનું તમામ શિક્ષણ-તત્ત્વજ્ઞાન અને અનુષ્ઠાન સંબંધિત-એટલું ઠોસ અપાઈ જાય કે એ સંસ્કારો સમગ્ર જીવન પર્યન્ત ટકી જાય. એ બાળકો ઘરે ગયા બાદ કૉલેજમાં જાય તો પણ અપવાદ સિવાયના બધા ય પોતે બગડવાને બદલે બીજાઓને સુધારવા જેટલું કાર્ય હાંસલ કરી દે.
કર્ણનું પાત્ર આપણા કર્ણમાં આવા કોઈ તપોવન જેવા આયોજનમાં શક્તિનો ઉપયોગ કરવાની પ્રેરણા કરી જતું હોય તેમ લાગે છે.
સ્કૂલ, કોલેજો દ્વારા સંસ્કારોનું ધોવાણ આજે ઘરમાં અથવા ધર્મસ્થાનોમાં સંસ્કારી માબાપો કે ધર્મગુરુઓ બાળકોને ખૂબ સારો બોધ આપે તો પણ તેઓને સ્કૂલ, કૉલેજોમાં જવાનું થતાં એ બધો જ બોધ ધોવાઈને સાફ થઈ જાય છે.
વલોણું કરતી બાઈ એક બાજુથી જેટલું દોરડું ખેંચે તેટલું-બધું-બીજી બાજુથી ચાલ્યું જાય. સરવાળે તેના હાથમાં કશું ન રહે. તેના જેવું પ્રસ્તુતમાં બને છે.
અમદાવાદ શહેર બાંધીને અહમદશાહે તેને ફરતો કિલ્લો બાંધવાનું કામ શરૂ કર્યું. પણ જેટલો કિલ્લો દિવસે ચણાય તે બધો ય રાતે ગમે તે કારણસર પડી જાય.
બાદશાહ ખૂબ મુંઝાયો. કોકે નગર બહાર આવેલા મંદિરમાં રહેતા માણેકબાવાની સલાહ લેવાનું કહ્યું. બાદશાહ તે બાવા પાસે ગયો.
બાવાએ કહ્યું, “આ મારું જ કામ છે. તું કિલ્લો ચણાવે છે ત્યારે હું આ સાળ ઉપર સાદડી બનાવું છું, પણ જેવી તે રાતે ઉકેલવા માંડું છું તેમ તારો દિવસે ચણાયેલો કિલ્લો પણ ઉકલી જાય છે. જો તું કોઈ પણ રીતે મારું નામ અમર કરે તો જ હું તને વિઘન નહિ કરું.”
બાદશાહ અહમદશાહે મુખ્ય ચોકને માણેકચોક નામ આપ્યું ત્યારે જ કિલ્લાનું ચણતરકામ નિર્વિઘ્ને પૂરું થયું.
આવી બાળ-જીવનની સાદડી માબાપો કે ધર્મગુરુઓ તેને વાળે છે, પણ સ્કૂલ, કૉલેજોમાં થતો કુસંગ તેને પૂરેપૂરી ઉતારી નાંખે છે.
જૈન મહાભારત ભાગ-૧