________________
૨૨
જ્ગાર અને વસ્ત્રાહરણ
પોતાની પાસે શનિ સાથે આવી બેઠેલા, જોરથી શ્વાસ લેતા દુર્યોધનને જોઈને ધૃતરાષ્ટ્રે તેની બેચેનીનું કારણ પૂછ્યું. ધૃતરાષ્ટ્ર કહ્યું,“બધી વાતે તું સુખી છતાં તું બેચેન શાથી ?”
દુર્યોધને કહ્યું,“મારી બેચેનીનું કારણ પાંડવોનો ઉત્કર્ષ છે. મારાથી તે જોઈ શકાતો નથી. હસ્તિનાપુરમાં મેં જોયું કે રાજાઓ યુધિષ્ઠિરની કૃપા મેળવવા માટે ઘેલા બન્યા હતા. તેના ચરણોને સ્પર્શવા માટે પડાપડી કરતા હતા. તેના સ્નેહને પામીને પોતાના જીવનની કૃતકૃત્યતા અનુભવતા હતા. આ બધું મારાથી જોઈ શકાતું નથી. મારા રોમરોમ સળગી રહ્યા છે. રાત ને દિ' મને ચેન પડતું નથી. ઇન્દ્રપ્રસ્થના સિંહાસન ઉપર બેસતાં ય મને એકીસાથે સો સો લોખંડી સોંયા ભોંકાય છે
આ સાંભળતાં જ ધૃતરાષ્ટ્રે બરાડીને કહ્યું, “ઓ મૂર્ખ ! તું આમ ઇર્ષ્યાથી જલે છે ? અરે ! પાંડવોના ઉત્કર્ષ પ્રત્યે પ્રમોદ ધારણ કર. તું તે સજ્જન છે કે દુર્જન તે જ મને સમજાતું નથી !” શકુનિની સિફતભરી વાતો
તે વખતે દુર્યોધનની સહાયમાં શકુનિએ કહ્યું,“ધૃતરાષ્ટ્ર ! તમે પૂરી વાત સાંભળ્યા પછી જે કહેવું હોય તે કહો. વાત એમ છે કે પાંડવોના ઉત્કર્ષને લીધે દુર્યોધન બેચેન થયો છે એમ નથી, કિન્તુ એમના ઉત્કર્ષના અજીર્ણના જે પ્રત્યાઘાતો આવ્યા છે તેથી દુર્યોધન બેચેન થઈ ગયો છે.”
આમ કહીને શકુનિએ દિવ્યસભાના દર્શને નીકળેલા દુર્યોધનની ભીમ, અર્જુન વગેરે પાંડવો દ્વારા જે ફજેતી થઈ તેનું મરીમસાલા ભભરાવીને એવું તો વર્ણન કર્યું કે ધૃતરાષ્ટ્ર તો તે સાંભળીને થીજી જ
ગયા.
ધૃતરાષ્ટ્રની દુર્યોધનને સાચી સલાહ
વખતે દુર્યોધને કહ્યું, “પિતાજી ! હવે મારી વાત બરોબર સાંભળી લો કે કાં મારે પાંડવોને જીતીને તેમના મગજનો તોર ઉતારવો પડશે, કાં ઝેર ખાઈને આપઘાત કરવો પડશે. આપ મને કયો વિકલ્પ પસંદ કરવાની સલાહ આપો છો તે કહો.”
દુર્યોધનના આ શબ્દો સાંભળીને ધૃતરાષ્ટ્રે કહ્યું, “શું હું તારા મોતને ઈચ્છું છું ? પણ પાંડવોને જીતવા માટે હું તને સંમતિ પણ આપી શકતો નથી. એ પાંડવોને યુદ્ધમાં જીતી શકે તેવો કોઈ ભડનો દીકરો હજી સુધી તો આ ધરતી ઉપર માતાએ પેદા કર્યો નથી ! વળી તેમની સાથે યુદ્ધ કરવાની વાતમાં હું સંમતિ આપું તો મારી કેટલી અપકીર્તિ થાય ? લોકો કહેશે ધૃતરાષ્ટ્રે ભાઈઓ-ભાઈઓને લડાવ્યા. બેટા ! મહેરબાની કરીને તું આ જીદ છોડી દે. તારી શક્તિ બહારનું આ જીવલેણ સાહસ છે હોં ! હાથે કરીને તું મોતને નોતરી રહ્યો છે અને મને અપકીર્તિનું કલંક અપાવી રહ્યો છે !” પુત્રમોહે ધૃતરાષ્ટ્ર નમી પડ્યા
થોડોક સમય પસાર થવા દઈને શકુનિ બોલ્યો, “રાજન્ ! તમારી વાત તદ્દન સાચી છે કે પાંડવો યુદ્ધના મેદાનમાં તો હરિંગજ જીતી શકાય તેમ નથી. પણ મારી પાસે તેમને જીતવાનો બીજો ઉપાય છે.” આમ કહીને શકુનિએ જુગાર અને દેવતાઈ પાસાંની સઘળી વાત કરી.
તે પછી તરત દુર્યોધને કહ્યું, “પિતાજી ! તમે મામાની વાતમાં તો સંમતિ આપો. અમે આ રીતે તો પાંડવોનું સર્વસ્વ મેળવી લઈશું. બોલો, હવે તમને શો વાંધો છે ?”
જૈન મહાભારત ભાગ-૧