________________
દુર્યોધનની ચાલમાં ફસાતા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર જયદ્રથ (ધૃતરાષ્ટ્રની દીકરી દુઃશલ્યાનો પતિ)ને યુધિષ્ઠિર પાસે મોકલ્યો. તેણે કહેવડાવ્યું કે, “દુર્યોધને ખૂબ સુંદર દિવ્યસભા બનાવી છે તો તે જોવા માટે તમે સહુ ઇન્દ્રપ્રસ્થ આવો.”
યુધિષ્ઠિર પોતાના ભાઈઓ તથા દ્રૌપદીની સાથે એ આમત્રણનો સ્વીકાર કરીને ઇન્દ્રપ્રસ્થ ગયો. ઘણા દિવસો સુધી યુધિષ્ઠિર દુર્યોધનને ત્યાં રહેવાથી ભીષ્મ, દ્રોણાચાર્ય વગેરે તેના સ્નેહથી ખેંચાઈને ઇન્દ્રપ્રસ્થ આવી ગયા.
એક દિવસ યુધિષ્ઠિરાદિને નવી દિવ્યસભા સહિત ઇન્દ્રપ્રસ્થ નગરી બતાવવા માટે દુર્યોધન લઈ ગયો. સભાની વિશેષતાઓ જોતાં તેઓ આગળ વધતા હતા ત્યાં એક જગ્યાએ કેટલાક લોકો ધૂત રમતા હતા. તેમણે યુધિષ્ઠિરને ધૂત રમવા માટે બેસવાનો આગ્રહ કર્યો.
આ વખતે યુધિષ્ઠિર તેની નબળી કડીનો ભોગ બની ગયો. તે દુર્યોધન સાથે જુગાર રમવા બેઠો.
શરૂમાં નાની વસ્તુઓ હોડમાં મુકાતાં છેવટે વસ્ત્રો, આભૂષણો, ખજાનો, રે ! પોતાના તાબાની પૃથ્વી પણ હોડમાં મુકાઈ. “જો દુર્યોધન પૃથ્વી જીતે તો બાર વર્ષ સુધી તેના કબજે રહે' તેમ નક્કી થયું. ત્યારબાદ યુધિષ્ઠિરને સોંપી દેવાની કબૂલાત થઈ.
યુધિષ્ઠિર પૃથ્વી પણ હારી ગયો. પછી તો “હાર્યો જુગારી બમણું રમે' એ ન્યાયે પોતાના ભાઈઓને ક્રમશઃ હોડમાં મૂક્યા. છેલ્લે પોતાની જાતને પણ મૂકી. તે બધુંય હારી ગયો.
હવે યુધિષ્ઠિરને ભાન આવ્યું. તેને ભારે અફસોસ થયો. તે વખતે શકુનિએ તેને દ્રૌપદીને હોડમાં મૂકીને બધું જીતી લેવાની એક બાજી ખેલવા સલાહ આપી.
આ જાણીને આસપાસના લોકોના મોંમાંથી ચીસ નીકળી ગઈ. સહુ બોલ્યા, “અરે ! આ શું થઈ રહ્યું છે? યુધિષ્ઠિરની બુદ્ધિ આટલી બધી ભ્રષ્ટ કેમ થઈ છે? હાય ! વિનાશકાળે વિપરીત બુદ્ધિ !?'
પણ યુધિષ્ઠિરે તો દ્રૌપદીને ય હોડમાં મૂકી અને તેને પણ હારી ગયો. પરિસ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ !
યુધિષ્ઠિરના “સ્પોટ' ઉપર શકુનિનો ઘા કહેવાય છે કે યુધિષ્ઠિર જુગાર રમવાની જયારે ના કહેતો હતો ત્યારે શકુનિએ તેના અહંકારના ભાગ ઉપર ઘા મારીને તેને છંછેડ્યો હતો. શકુનિએ તેને કહ્યું કે, “યુધિષ્ઠિર ! જો તને એવો ભય હોય કે ચોપાટના આ મેદાનમાં (જુગારમાં) હું હારી જાઉં તો ? તો ભલે, જુગાર ન ખેલતો, બાકી યુદ્ધનું મેદાન કે ચોપાટનું મેદાન બે ય સરખા છે. પહેલું ઉત્તમ છે અને બીજું હીન છે એમ ન કહી શકાય. પહેલામાં શરીરનું બળ અજમાવવાનું છે તો બીજામાં બુદ્ધિનું બળ.
છતાં તને પરાજયની બીક લાગતી હોય તો તારી ઈચ્છા.” (ચરિતે વિદ્યારે પર્વ .
યુધિષ્ઠિરને શકુનિના આ કટાક્ષમાં પોતાનું સ્વમાન ઘવાતું લાગ્યું અને તે જુગાર રમવા માટે સજ્જ બની ગયો.
રમતની અધવચમાં બાજી બગડતી ચાલી ત્યારે ભીષ્મ પિતામહે રમત બંધ કરી દેવા માટે યુધિષ્ઠિરને બહુ સમજાવ્યો હતો પણ “ભાન ભૂલેલો” યુધિષ્ઠિર કોઈના કાબૂમાં રહ્યો ન હતો.
આજે તો અનેક “યુધિષ્ઠિરો' પાક્યા છે હાય ! પોતાના સર્વસ્વ સહિત પોતાની જાતને પણ હારી જનારો યુધિષ્ઠિર પૂર્વે તો એક જ
જૈન મહાભારત ભાગ-૧