________________
'વનવાસ માટે પ્રયાણ
હસ્તિનાપુરમાં માતપિતાને સારી રીતે મળીને પાંડવોએ શસ્ત્રો લઈને વનવાસ માટે પ્રયાણ કર્યું.
પ્રયાણ વખતે ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર, સત્યવતી, કુન્તી, માદ્રી, દ્રૌપદી વગેરે સાથે ચાલ્યા. હજારો પ્રજાજનો પણ સાથે ચાલતા હતા. પાછા વળવા કોઈ તૈયાર ન હતું. લોકો બે-મોંએ દુર્યોધન ઉપર ધિક્કાર વરસાવતા ચાલી રહ્યા હતા.
આ પાપીને એના પાપનું ફળ મળ્યા વિના રહેવાનું નથી.” એવી વાણી સહુ કોઈના હોઠે ૨મતી હતી.
રડતી આંખે પાંડવોને વિદાય તમામ વડીલોની આંખમાં આંસુ હતા. સહુ રડતી આંખે આશિષ દેતા હતા, પણ પછી પાછા વળી જવાને બદલે પ્રમાણમાં આગળ વધતા હતા. છેવટે ખૂબ આગ્રહપૂર્વક વડીલોને પાછા ફરી જવાની યુધિષ્ઠિરે વિનંતી કરી ત્યારે તેનું પરિણામ આવ્યું.
દાદી સત્યવતી વારંવાર બેભાન થઈ જતી હતી. તેને યુધિષ્ઠિરે ખૂબ આશ્વાસન આપ્યું. દ્રોણાચાર્ય તથા કૃપાચાર્ય-બન્ને વિદ્યાગુરુઓને પગે લાગીને વિદાય લીધી.
ભીખે વિદાયવેળા હિતશિક્ષા આપી. તેમણે કહ્યું કે, “સાત વ્યસનો, કામ-ક્રોધ વગેરે છે આંતર દોષો અને અજ્ઞાન તથા જૂઠ એ પંદર ચોર છે. તેમાં તું એક જુગાર નામના ચોરને આધીન થયો છે. હવે આ વ્યસન સદા માટે છોડી દેજે.”
યુધિષ્ઠિરે પગે લાગીને પિતામહની વાતનો સ્વીકાર કર્યો. વિદાય પામતાં પિતામહની આંખોમાંથી દડ દડ આંસુ ચાલી જતાં હતા.
યુધિષ્ઠિરનો દુર્યોધનને સંદેશ ધૃતરાષ્ટ્ર સાવ સૂનમૂન હતા. તેમને વિદાય આપતી વખતે યુધિષ્ઠિરે દુર્યોધન ઉપર સંદેશો મોકલાવ્યો, જેમાં કુળયશને હંમેશ પ્રધાનપણે મહત્ત્વ આપવાની વાત રજૂ કરી.
પોતાના પુત્રની દુષ્ટતા ઉપર ફિટકાર વરસાવતા ધૃતરાષ્ટ્ર તે સંદેશ સાંભળીને કશું બોલ્યા વિના વિદાય થયા. - વિદુરને વિદાય આપતી વખતે યુધિષ્ઠિરે માતાપિતાને પોતાની સાથે રાખવાની ભાવના દર્શાવી. વિદુરે પિતા પાંડુ અને તેમની સેવામાં માદ્રીને હસ્તિનાપુરમાં જ રાખવાની સલાહ આપી. કુન્તી અને દ્રૌપદીને સાથે લઈ જવાની રજા આપી. આથી તે બન્ને ખૂબ રાજી થયા.
પાંડુ અનિચ્છાએ પણ હસ્તિનાપુરમાં રહેવા તૈયાર થયા. માદ્રીએ પોતાના પુત્રો નકુળ, સહદેવને વનમાં બા, મોટાભાઈઓ તથા ભાભીની ખૂબ સેવા કરવાની ખાસ ભલામણ કરી.
અનરાધાર રડતાં પ્રજાજનો વડીલો પાછા ફર્યા. પાંચ પાંડવો, કુન્તી માતા અને દ્રૌપદી વન તરફ આગળ વધ્યા. પણ હજી હજારો પ્રજાજનો પાછા ફરતાં નથી. તેમની આંખોમાંથી અનરાધાર આંસુ ચાલ્યા જાય છે. તેઓ પોતાને સાવ “અનાથ' બની ગયેલા અનુભવતા હોય એમ યુધિષ્ઠિરને તેમના મુખ ઉપરથી લાગ્યું.
યુધિષ્ઠિરને વનવાસનું જેટલું દુઃખ ન થયું તેટલું દુ:ખ પ્રજાજનોની અનાથતા, દુર્યોધન તરફથી તેમને થનારી યાતનાઓ વગેરે કલ્પનાથી થયું. તેને પોતાની જાત ઉપર ફિટકાર વરસી ગયો.
જૈન મહાભારત ભાગ-૧