________________
(૪) વાલી રાજાએ આવેશમાં આવીને રાવણને બગલમાં લઈને પૃથ્વીને પ્રદક્ષિણા લગાવી, પરંતુ છેવટે તો વિજેતા વાલી મહાપ્રયાણના પંથે જ ચાલ્યા.
(૫) સીતાજીને પોતાના શીલની શુદ્ધિ કરી દેખાડવાનો આવેશ તો આવ્યો, અગ્નિપરીક્ષામાં બેસી ગયા અને ઉત્તીર્ણ પણ થઈ ગયા, કિન્તુ અંતે... મહાપ્રયાણ !
આવી છે; જૈનધર્મના અનુયાયીઓની “ક્રીડ’-નીતિરીતિ.
પણ કેવી કમાલ કે દ્રૌપદીના વસ્ત્રાહરણના અતિ આઘાતજનક પ્રસંગને આંખોઆંખ જોયા પછી, મુર્ખાઈ, મોહાધીનતા, સત્તાલાલસા, ઇર્ષ્યા-અદેખાઈનું નગ્ન તાંડવ નિહાળવા છતાં તેમાંનો એકાદ ધર્માત્મા પણ મહાપ્રયાણના માર્ગે સંચર્યો નહિ.
...નહિ તો કદાચ... સાચે જ મહાભારતની કથા અન્તમાં તો કરુણ છે જ, પણ અહીં મધ્યમાં ય કરુણરસથી છલકાયેલી છે.
નહિ તો કદાચ, સત્ત્વશાળી ભીમ જાંઘ ઉપર ગદા મારીને તેના લોહીથી ધરતીને રક્તવર્ણી બનાવવાની પ્રતિજ્ઞા કરવાને બદલે પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞાના માર્ગે ચાલી નીકળ્યો હોત !
નહિ તો કદાચ, કૌરવ-પાંડવોના કલહને જોતાં કર્ણ દ્રૌપદી માટે હીના શબ્દો બોલવાને બદલે પરમાત્માના નામનો જાપ કરતો સભામાંથી નીકળી ગયો હોત !
નહિ તો કદાચ, ભીષ્મ અને યુધિષ્ઠિર સત્યને પકડી રાખવાને બદલે સંસારત્યાગના મહાસત્યને આંબી ચૂક્યા હોત !
નહિ તો કદાચ, વિદુરે તે જ સભામાં પંચમુષ્ટિક લોચ કરીને સહુને ધર્મલાભ આપતાંની સાથે જ આ કરુણ હોનારત અટકાવી દીધી હોત !
કાશ ! નિયતિના ઢસડાયેલાં મહાભારત-કથાના પાત્રો “બિચારા' હતા, કાંઈક “વામણાં જણાતાં હતા.
નહિ તો આટલી બધી કરુણતાસભર, દિલની ધડકન બંધ કરી દે અને દિમાગના ચક્રોની ગતિ સ્થિગિત કરી દે તેવી કલંકિત ઘટના ઘટત ખરી ?
દુર્યોધનના પ્રસ્તાવનો સ્વીકાર વિદુરે આ ઘટનાની કરુણતાને પૂર્ણવિરામ આપ્યું. જિતાયેલી પૃથ્વીને બાર વર્ષ સુધી દુર્યોધન ભોગવે અને તેટલો સમય પાંડવો વનવાસ સેવે. એ પછી પાંડવોને પુનઃ હસ્તિનાપુરનું રાજ માનભેર અપાય. એ રીતે નિશ્ચય કરીને આ ઝઘડાનું સમાધાન કરવાનો તેણે પ્રસ્તાવ મૂક્યો. ભીષ્મ પિતામહ વગેરેની સાથે મસલત કરીને તે પ્રસ્તાવ પાંડવોએ માન્ય કર્યો.
પણ દુર્યોધને બાર વર્ષ ઉપરાંત એક વર્ષનો ગુપ્તવાસ, તેમાંય જો પાંડવો પ્રગટ થઈ જાય તો પુનઃ બાર વર્ષનો વનવાસ-એ પ્રમાણે ઉમેરો કરવાનું આગ્રહપૂર્વક જણાવ્યું, જેનો પણ પાંડવોએ સ્વીકાર કર્યો.
તે પછી પાંડવોને તેમના વસ્ત્રો પરત કરવામાં આવ્યા.
દ્રૌપદીની સાથે પાંડવો ઇન્દ્રપ્રસ્થથી નીકળ્યા. વનવાસ પૂર્વે માતપિતાને પ્રણામ કરવા માટે તેઓ હસ્તિનાપુર તરફ વિદાય થયા. તેમની સાથે ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર વગેરે હતા.
જૈન મહાભારત ભાગ-૧