________________
વાત ન ગણાય.
વીરતાભરી બે વાતો (૧) રાજા તરફથી થતા અન્યાયોની સામે નગરની એક સ્ત્રી પડી. તેણે ક્રમશઃ પોતાના છયે દીકરાઓને એ અન્યાય સામેની લડતમાં હોમી નાંખ્યા હતા.
છેવટે તે સ્ત્રી પોતે રાજદરબારમાં ગઈ. ત્યાં બેઠેલા રાજના ખુશામતખોરો તે બાઈની મૂર્ખાઈ પર ગણગણાટ કરતા હતા તે દશ્ય જોઈને તે બાઈ બોલી, “ઓ કાયરો ! તમારે ઘેર તમારી માતાઓ શરમથી ખૂણે ભરાઈને આંસુ પાડી રહી છે. તે કહે છે કે અમારા સંતાનો શિયાણીને ધાવેલાં નીકળ્યા. પેલી બાઈના સંતાનો તો વાઘણના ધાવેલાં નીકળ્યા.”
(૨) પરશુરામના ગુરુએ હાથે કરીને પોતાની જાતની બદબોઈ થાય તેવો વર્તાવ શિષ્યો સામે કર્યો ત્યારે માત્ર પરશુરામ જ તે વર્તાવને સહી ન શકવાથી ગુરુની સામે થઈ ગયા હતા. આથી ગુરુએ તેમને જ પોતાના ખરા શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા.
અજૈન મહાભારતની કેટલીક વાર્તા અજૈન મહાભારતમાં એવો ઉલ્લેખ આવે છે કે મૃત્યુ-પથારી ઉપર સૂતેલા ભીખે દ્રૌપદીને તેના વસ્ત્રાહરણ વખતે મૂંગા રહી જવાના કારણમાં તે દિવસે પોતે દુષ્ટ દુર્યોધનનું ભોજન કર્યાની વાત કરીને ભૂલનો એકરાર કર્યો હતો.
જૈન મહાભારતકાર કહે છે કે ક્ષેત્રદેવતાના પ્રભાવે દ્રૌપદીના શરીર ઉપર વસ્ત્ર લપેટાતું ગયું હતું. અજૈન મહાભારતમાં શ્રીકૃષ્ણ આ લજજારક્ષાનું કાર્ય કર્યાનું જણાવવામાં આવ્યું છે. કહે છે કે એ વખતે કૃષ્ણ બહારથી ત્યાં અંતરીક્ષમાં આવી ગયા હતા. પહેલાં તો દ્રૌપદીએ પોતાના પતિઓનું વારાફરતી શરણ લીધું. તેમાં નિષ્ફળતા મળવાનો ભય લાગતાં પોતાનો પાલવ પોતાના દાંતમાં ભરાવવા રૂપે દાંતનું શરણ લીધું. તે વખતે અંતરીક્ષસ્થ શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કે હજી પણ દ્રૌપદી મારું શરણ લેતી નથી. ખેર, તો મારે ય તેની મદદે જવાની જરૂર પણ શી છે?
જ્યારે દાંત વચ્ચે ભરાયેલો પાલવ ખેંચાતાંની સાથે ફાટ્યો ત્યારે... ત્યારે હવે શું કરવું? કોનું શરણ લેવું ? એ વિચારતાં દ્રૌપદીને શ્રીકૃષ્ણ યાદ આવી ગયા અને તેણીએ જોરથી ત્રણ વાર બૂમ પાડીને કહ્યું, “ જાવ મન અને તરત આકાશમાંથી વસ્ત્ર ઉતારીને તેના અંગે લપેટાતું ચાલ્યું.
જાણે કે શ્રીકૃષ્ણ કહી રહ્યા હતા કે, “જે મારું શરણ લે છે તેને જ હું શરણ આપું છું.”
ખેર, અહીં આપણે જે તે પ્રસંગની સત્યાસત્યતામાં ઊતરવું નથી. આપણે એટલું જ સમજવાનું છે કે સાચને આંચ આવતી નથી.
ધર્મમહાસત્તાનું બળ જ્યારે બધેથી મહાસતી દ્રૌપદી અસહાય બની ત્યારે કોકે જરૂર સહાય કરી છે અને તે સહાય કરનાર છે ધર્મમહાસત્તા ! ધર્મનું સૂક્ષ્મ બળ! પછી તેને તમે અધિષ્ઠાયક દેવ કહો કે શ્રીકૃષ્ણ કહો કે બીજું પણ કાંઈ કહો.
દ્રૌપદીના સતીત્વના સૂક્ષ્મ બળોએ જ આ કાર્ય કર્યું છે એટલી વાત એકદમ ચોક્કસ છે.
મનોરમાએ કાયોત્સર્ગનું સૂક્ષ્મબળ પેદા કર્યું કે તરત તેના પતિ સુદર્શનની શૂળીનું સિંહાસન બની ગયું ! નિરપરાધી પતિને શૂળીએ ચડાવવા તૈયાર થયેલો રાજા લોહીની ઊલટી કરતો ધરતી ઉપર પટકાઈ પડ્યો.
જૈન મહાભારત ભાગ-૧