________________
રાહુલનો છેલ્લો નંબર લાગ્યો. તે જ્યાં હતો ત્યાં તેની લગોલગ ઉકરડો હતો !
પરમાત્મા મહાવીરદેવની સંસારી પુત્રી અને જમાલિ મુનિની સંસારી પત્ની પ્રિયદર્શના સાધ્વી થઈ હતી. જ્યારે તેના પિતા અને પતિ વચ્ચે મતભેદ થયો ત્યારે આ સાધ્વી પતિના પક્ષે ગઈ. સાક્ષાત્ પરમાત્મા-પિતા-મહાવીરદેવના પક્ષે તે ન ગઈ !
શું સ્નેહરાગ કરતાં ય કામરાગ ખૂબ ડિયાતો હશે ? કેવી મિથ્યાત્વની તીવ્રતા ! પ્રિયદર્શના જેવી પ્રભુ-પુત્રીની પણ આ દશા તો બિચારા ધૃતરાષ્ટ્રની શી વાત ?
રે ! પ્રભુ વીરનો જ આત્મા ! ત્રીજા ભવનો મરીચિ ! શરીરમોહે હજી ચારિત્ર નબળું પાડ્યું હતું પણ સમ્યક્ત્વ તો સાબૂત હતું. તે ય શિષ્ય(પુત્ર)મોહે ગુમાવી બેઠા.
દુર્યોધને મામાને કહ્યું, “પિતાજીને સમજાવવાનું કામ મારા એકલાથી સફળતા પામે તેમ નથી. તમે મારી સાથે ચાલો. આપણે બંને મળીને આ વાત સમજાવીએ.”
અને બંને મામા-ભાણેજ ધૃતરાષ્ટ્રના રાજમહેલમાં જવા નીકળ્યા.
દિવ્યસભાના દર્શનમાં હૈયે ભભૂકી ઊઠેલી હુતાશણીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ પકડી લીધું હતું, શકુનિ મામાની શિખામણની આહુતિઓના પ્રક્ષેપથીસ્તો.
જૈન મહાભારત ભાગ-૧