________________
એક વખત તે જૈન સાધ્વીજીઓના પરિચયમાં આવી. તેમનો સત્સંગ કરતાં તેને દીક્ષા લેવાની ભાવના જાગી. માતાપિતાએ આશીર્વાદ આપવા સાથે દીક્ષા આપી.
સુકુમાલિકાએ સાધ્વીજીવનમાં ઘોર તપ શરૂ કર્યું. દુષ્કર્મોને ઝટ બાળવા માટે તપ જેવો પ્રચંડ દાવાનળ જગતમાં બીજો કોઈ નથી.
સુકુમાલિકા સાધ્વી ‘મહા-તપસ્વિની’ તરીકે સર્વત્ર પંકાયા.
પણ જુઓ તો નિષ્ઠુરતા કર્મરાજની ! એક દિવસ મહાભયંકર ભાવીને પેદા કરનારા બીજ સુકુમાલિકાના જીવનમાં પડી ગયા.
શું થયું એ સાધ્વીને ? શું કરવા તેણે આવી ભૂલ કરી નાંખી ? કોઈ આવા સવાલ પૂછશો મા... જ્યારે એવા તીવ્ર કર્મોનો ઉદય થાય છે ત્યારે ક્ષણ પહેલાંનો પુણ્યાત્મા પાપાત્મા બની જતો જોવા મળે છે.
પણ સબૂર ! આમ બધું કર્મના માથે દોષારોપણ કર્યું પણ નહિ ચાલે. આત્માના આ ભવના કે પરભવના અવળા ખેલાઈ ગયેલા પુરુષાર્થો પણ તેમાં મુખ્ય ભાગ ભજવે છે.
પૂર્વભવની આ નાગશ્રી હતી. એ ભવમાં એણે એક મહાતપસ્વી મુનિનો જાન લેવા સુધીનું કુકર્મ કર્યું હતું. આથી જ એણે જે કર્મો બાંધ્યા તે આ ભવની સુકુમાલિકા સાધ્વીના-મહાતપસ્વીનાભાવ પ્રાણ લેવા ધસી આવ્યા છે.
એક દિવસ સુકુમાલિકા સાધ્વીએ પોતાના વડીલો પાસે મુનિઓની જેમ એકાંતમાં-વન, ઉદ્યાન, પર્વત વગેરે સ્થળે-સૂર્યની સામે ઊભા રહીને આતાપના લેવાનો તપ કરવાની રજા માંગી. પણ નારી માટે આવા એકાંતવાસપૂર્વકનું તપ યોગ્ય નથી એવા શાસ્ત્રવચનનો આધાર લઈને તેમ કરવાની રજા ન આપી.
પણ ‘ઘો મરવા પડે ત્યારે વાઘરીવાડે જાય' એ ન્યાયે સુકુમાલિકા સાધ્વી જીદમાં આવી ગયા. ગુરુઓની અવજ્ઞા કરીને, બેફામપણે શાસ્રવિચાર સામે દલીલબાજી કરીને તે સ્વચ્છંદપણે આતાપના લેવા માટે ચાલી નીકળ્યા.
નારીના માથે નિયંત્રણ જોઈએ જ આર્યાવર્તમાં ‘નારી’ને નારાયણી કહી છે. તેને ઝવેરાતનું પણ ઝવેરાત કહ્યું છે. આવી અતિ મૂલ્યવાન એ વસ્તુ છે માટે જ તેની ચારે બાજુ મર્યાદાઓ (નિયંત્રણો) મૂકવામાં આવી છે.
એ એવું તત્ત્વ છે જે મર્યાદાઓમાં જ સચવાઈ રહે. એના માટે મૂકવામાં આવેલી તમામ મર્યાદાઓની પાછળ એનું ભારેથી ભારે મૂલ્યાંકન છે, પણ આ વાત આજનો બુદ્ધિજીવી વર્ગ સમજી શક્યો નથી. રે ! ખુદ નારીઓ પણ પોતાના મૂલ્યાંકનને સમજવામાં નિષ્ફળ ગઈ છે અને તેથી જ તે બધા ય મર્યાદાઓ કે નિયન્ત્રણોને તોડી-ફોડી નાંખવાની ઝુંબેશમાં જોડાયા છે.
આમાં પુરુષને પાપો કરવાની ફાવટ આવી છે.
આમાં નારીએ આપઘાત કર્યો છે. પણ અત્યારે તો ‘નારી, પુરુષ-સમોવડી’નો નાદ એ આપઘાતમાં વપરાતું ઝેરી શસ્ત્ર છે. સ્વચ્છંદતાનો અને કામુકતાનો એવો પવન વાયો છે કે સાચી વાત કોઈ સાંભળવા ય તૈયાર નથી. શાણા માણસો ચૂપચાપ બેસીને પરમાત્માને જ ‘બધું ઠીક કરી દેવાની’ પ્રાર્થના કરે એ જ ઉચિત લાગે છે.
નેપોલિયન જેવા પરદેશીએ પણ પોતાના શાસનકાળમાં ઘરના બાથરૂમોમાં ગોઠવાયેલાં જૈન મહાભારત ભાગ-૧