________________
લોકશાહીને ક્યારેય પસંદ કરી નથી અને ભવિષ્યમાં તેને ફેંકી દીધા વિના રહેશે નહિ તેવું પણ લાગે છે, કેમકે તેના અનુભવો ખૂબ જ કડવા રહ્યા છે. ઉપર્યુક્ત કક્ષાના લોહીના અભાવે લોકશાહીમાં પ્રજાનું નેતૃત્વ લેતા માણસો નેતા બનવાના શ્રેષ્ઠ કક્ષાના ગુણો ઘણુંખરું ધરાવતા હોતા નથી. તેમના લોહી પ્રમાણે તેમનામાં સ્વાર્થ, સત્તાભૂખ, વાસના, પક્ષપાતપણું, લાંચ-રુશ્વતખોરી વગેરે દોષો જ પ્રસરેલા જોવા મળે છે.
વર્તમાનકાળમાં ફરીથી વડાપ્રધાન તરીકે ઇન્દિરા પછી રાજીવ ગાંધીની પસંદગી કરીને લોકોએ આડકતરી રીતે રાજાશાહીની જ પસંદગી કરી છે એમ મારું માનવું છે. ઇન્દિરાબેન સ્વયં રાજાશાહીની રીતે (આજની ભાષામાં સરમુખત્યારની રીતે વર્તવાનો સ્વભાવ ધરાવતાં હતા. લોકોને આવા સ્વભાવથી કામ થાય તેવું લાગેલું છે. ખેર, રાજીવ પાસે પણ તેવું રાજાશાહીનું બીજ તો નથી જ, અને તેથી તેઓ પણ ઘણી મોટી ભૂલો કરી શકે છે જેના ખરાબ પરિણામો પ્રજા ભોગવશે.
બેશક, રાજાશાહીમાં ય ખરાબ રાજાઓ સત્તા ઉપર આવી શકે છે, પરંતુ લોકશાહીના ખરાબ માણસો કરતાં તો તેમના ટકા અતિ ઓછા હતા.
અર્જુન વિશિષ્ટ કોટિનો રાજવંશી આદમી હતો. સહુએ જાત- જાતના સમાધાન કર્યા તો પણ તે મક્કમ રહ્યો અને “પ્રતિજ્ઞાભંગ પોતે કરશે તો પ્રજા શું નહિ કરે !” એ વિચારે “પ્રાણ જાય અરુ બચન ન જાઈ એ ભાવનાથી સહુને છોડીને એકલો વિદાય થઈ ગયો.
આર્યાવર્તના શ્રેષ્ઠ રાજાઓ જ્યારે રાજવંશી લોહીની ઉચ્ચતાનો વિચાર થઈ રહ્યો છે ત્યારે મારી નજરમાંથી અનેક વિશિષ્ટ કોટિના રાજાઓ પસાર થવા લાગે છે.
પેલા યોગરાજ ! સમુદ્રકિનારે લાંગરેલા પરદેશી વહાણોનો માલ રાજકુમારોએ લૂંટી લીધો ! હા, પ્રજાની આબાદીમાં જ એ રકમ વાપરવાનો એમનો ઉદ્દેશ હતો પણ તો ય પિતા યોગરાજને આઘાત લાગ્યો. વળતે દિ' ચિતા સળગાવીને બળી મર્યા ! પુત્રોના પાપનું પિતાએ પ્રાયશ્ચિત્ત કર્યું.
પેલા ઇડરનરેશ ! ગામની દીકરી ઉપર બળાત્કાર કરી ચૂકેલા યુવરાજને રાજસભામાં ખડો કરીને કહ્યું, “કાં ઝેરનો આ પ્યાલો તું પી લે, કાં મારે પીવો પડશે.”
યુવરાજ ઝેરનો પ્યાલો પીને ત્યાં જ ઢળી પડ્યો.
છત્રપતિ શિવાજી ! દુરાચારી શંભાજીને પોતાના જીવનકાળ દરમ્યાન જેલમાં પૂરી રાખ્યો. પ્રજાના અગ્રણીઓના આગ્રહને લીધે જ માત્ર મૃત્યુ સમયે મિલન થવા દીધું.
પેલા કાશીનરેશ ! પોતાનું માથું લાવનારને કોશલનરેશ પાંચ હજાર રૂપિયા આપતો હતો એ જાણીને એ નરેશ કાશીમાં જ ભિખારીરૂપે ભટકતા કોઈ અતિ દુ:ખી પ્રજાજનને લઈને કોશલનરેશ પાસે ગયા અને કહ્યું, “આ દુઃખિયારાને રકમ આપી દો અને મારું માથું કાપી લો.”
કોશલનરેશ રડી પડ્યા. કાશી છોડીને કોશલ ચાલ્યા ગયા.
સમ્રાટ ચન્દ્રગુપ્ત ! બારવર્ષીય દુષ્કાળના સમયમાં તેનું શાસન ! પોતાના પણ ભોજનમાંથી ગુપ્ત રીતે કોઈ ભોજનની ચોરી કરવા લાગ્યું. સમ્રાટ અધભૂખ્યા રહેવા લાગ્યા. શરીર સુકાઈ ગયું. એ તો ચાણક્ય પરિસ્થિતિ પકડી પાડી.
અરે, જૂનાગઢના મુસ્લિમ નવાબ ! વજીરે ગિરના જંગલના એક મણ લાકડાદીઠ એક પૈસાનો
જૈન મહાભારત ભાગ-૧