________________
૨૧
દિવ્યસભા-દર્શને ભભૂકેલો દાવાનળ
એક દિવસની વાત છે.
દ્રૌપદીની સાથે યુધિષ્ઠિરને રહેવાનો વારો હતો.
એ દિવસે કેટલાક ચોરોએ નગરના માણસોની ગાયોની ચોરી
કરી. તેની ફરિયાદ લઈને લોકો અર્જુન પાસે આવ્યા.
રૈયતના દુઃખમાં જે દુઃખી તેનું નામ રાજા.
અર્જુન તરત તેમની સાથે જઈને ગાયો છોડાવી આવવા માટે તૈયાર થઈ ગયો. તેનું ધનુષ વગેરે દ્રૌપદીના મહેલમાં હતા. ઉતાવળમાં તેને ખ્યાલ ન રહ્યો કે યુધિષ્ઠિરના વારામાં તેણે ભૂલથી પણ જવાનું નથી. મહેલમાં જઈને ધનુષ લઈને તે ચોરોની પાછળ પડ્યો.
અર્જુનને જોતાંવેંત ચોરો ભાગી છૂટ્યા.
અર્જુને બધી ગાયો પાછી વાળી દઈને તેના માલિકોને સુપરત કરી.
સ્વપ્રતિજ્ઞાનિષ્ઠ અર્જુન
આ કાર્ય પત્યા પછી એકાએક અર્જુનને ખ્યાલ આવ્યો કે દ્રૌપદીના મહેલમાં જવાની બહુ મોટી ભૂલ તે કરી બેઠો છે. આ ભૂલની સજા બાર વર્ષનો ગૃહત્યાગ હતી. તેણે તે સજા ભોગવવા માટેની
તૈયારીઓ કરી લીધી.
તે જ દિવસે તેણે ગૃહત્યાગ કર્યો. તે વખતે તેના વડીલોએ તેમ નહિ કરવા માટે ખૂબ સમજાવ્યો. સહુએ એક જ વાત કરી કે પ્રતિજ્ઞાભંગ કરવાના આશયથી પ્રતિજ્ઞાભંગ કરાયો નથી. વળી કોઈનું સારું કામ કરવાના ઉદ્દેશથી જ મહેલમાં જવાનું બન્યું છે, નહિ કે કામવાસનાદિથી પ્રેરાઈને. માટે દેખીતો પ્રતિજ્ઞાભંગ હોય પણ પરમાર્થથી તે પ્રતિજ્ઞાભંગ છે જ નહિ.
અર્જુનની સાથે તમામ વડીલો, તમામ સ્વજનો અને સ્નેહીજનો ગામ-બહાર આવ્યા, પરંતુ અર્જુન બારવર્ષીય ગૃહત્યાગના પોતાના નિર્ણયમાં અચલ રહ્યો.
જ્યારે અર્જુને સહુને પ્રણામ કરીને, વડીલોના પગમાં પડીને વિદાય લીધી ત્યારે કેટલાક છાતીફાટ રુદન કરતા હતા. કેટલાક એકાએક બની ગયેલી આ ઘટનાથી સૂનમૂન અને અવાચક બની ગયા હતા. માતા કુન્તી વારંવાર બેભાન થઈ જતાં હતા.
શાન્ત અને સ્વસ્થ હતા, એક માત્ર યુધિષ્ઠિર ! સત્યની રક્ષાના એ પ્રખર પક્ષકાર હતા. અર્જુન એ જ કરી રહ્યો હતો એટલે એમને મન તો સત્યની રક્ષાના મહાન આદર્શના છોડવાંઓને અત્યારે પાણીના સિંચનથી નવું બળ મળી રહ્યાનો સંતોષ હતો.
શ્રેષ્ઠ શું ? રાજાશાહી કે લોકશાહી ? આર્યાવર્ત્તના શ્રેષ્ઠ કક્ષાના રાજાઓ કેવા હોય ? તેનું અર્જુન અવ્વલ દષ્ટાન્ત છે. આ આર્યાવર્ત્તની રાજાશાહી પરમાત્મા આદિનાથથી શરૂ થઈ અને અસંખ્ય વર્ષો સુધી ચાલુ રહી. તેમાં બહુ મોટી સંખ્યાના રાજાઓ શ્રેષ્ઠ કક્ષાના થયા, કનિષ્ઠ પણ થયા કિન્તુ ઘણા થોડા પ્રમાણમાં.
જૈન મહાભારત ભાગ-૧
રાજાશાહી વંશવારસાગત હતી તેથી તેના ઘણા લાભો હતા. પ્રામાણિકતા, પ્રજાપ્રેમ, કરુણા, પરાર્થરસિકતા, નિઃસ્પૃહતા વગેરે ગુણો લોહીમાં સીધા ઊતરી આવતા. ભારતની પ્રજાએ