________________
દુર્યોધને કહ્યું, “જો એમ જ હોય તો મામા ! આપણે પાંડવોને શા માટે યુદ્ધ કરીને જીતી ન લેવા જોઈએ ? ચાલો, આપણે યુદ્ધ કરીએ.”
શકુનિએ કહ્યું, “ઓ દુર્યોધન ! શું આ તું સભાન અવસ્થામાં બોલી રહ્યો છે ? તું પાંડવોને
જીતવાની વાત કરે છે ? અરે ! ઇન્દ્ર પણ તેમને જીતી શકે નહિ તેટલા તેઓ શક્તિશાળી છે. વળી કૃષ્ણ અને દ્રુપદ જેવા મહાપરાક્રમી રાજાઓ તેમના પક્ષે છે.”
દુર્યોધને કહ્યું,“મામા ! જો તેઓ જિતાય તેમ ન હોય તો મારાથી હવે જિવાય તેમ પણ નથી જ. તમે પિતાજીને જણાવી દો કે હું ટૂંક સમયમાં પ્રાણત્યાગ કરીને જ રહીશ.”
દુર્યોધનના આ વિચારવાયુને જોઈને શકુનિને એક વિચાર સૂઝ્યો. ગમે તેમ તો ય તે તેનો મામો થતો હતો. સગાવાદથી સદા અછૂત રહેનારા આ જગતમાં ખૂબ જ જૂજ હોય છે. શનિ જાણતો હતો કે દુર્યોધનનો ઈર્ષ્યાવર ખતરનાક છે છતાં મામા-ભાણેજના સગપણને કારણે તે ખરાબ કામની સલાહ દેવા માટે તૈયાર થઈ ગયો.
માનવમનની આ નબળાઈ છે કે તે હંમેશ પોતાનું જ ખેંચે છે.
સિંહ ઉપર સવાર થયેલા માણસનું ચિત્ર કોઈએ સિંહને બતાવ્યું. સિંહે કહ્યું, “આ ચિત્ર માણસે બનાવ્યું છે એટલે આવું જ બનાવાય. બાકી જો સિંહે બનાવ્યું હોત તો ચોક્કસ ચિત્રમાં માણસ ઉપર સિંહ દેખાડ્યો હોત !’’
તેણે દુર્યોધનને કહ્યું કે,“યુદ્ધના મેદાનમાં તો પાંડવોને જીતી શકાય તેવી સ્થિતિ જ નથી, પરન્તુ યુધિષ્ઠિરની એક નબળી કડી હું જાણું છું. જો તેનો આપણે બરોબર ઉપયોગ કરી લઈએ તો બીજી રીતે પાંડવોને આપણે જીતી શકીશું.”
દુર્યોધન આ સાંભળીને ખૂબ જ આનંદમાં આવી ગયો. તેની બીજી રીત જાણવાની ઉત્સુકતા એકદમ વધી ગઈ.
મિત્ર સદા સન્મિત્રને જ કરજો
શકુનિ કેટલો દુષ્ટ માણસ હશે ? એ કેવો હિતશત્રુ હશે કે એણે દુર્યોધનને એવો શીશામાં ઉતારી નાંખ્યો જેમાંથી સમગ્ર કૌરવપક્ષનો સંહાર થઈ ગયો !
મિત્રો કરવા તો ખૂબ જ ચકાસીને કરવા. એમાં જરાય અધીરા થવું નહિ, કેમકે મિત્રોનો સંગ અને પુસ્તકોના વાંચન ઉપર જીવનના ઘડતરનો ઘણો મોટો મદાર હોય છે.
જેવા મિત્રો અને પુસ્તકો તેવું જીવન.
સારા મિત્રો ન જ મળે તો મિત્ર વિનાના રહેવું સારું, પરંતુ જેને તેને મિત્ર કરીને જીવન જીવવું નકામું.
મિત્ર તેને જ કરી શકાય જે કમસેકમ સિનેમા ન જોતો હોય, ગંદુ સાહિત્ય વાંચતો ન હોય અને ધર્મપ્રેમી હોય.
આવા મિત્રો હોય તો આપણને ય સારું જીવન જીવવાની પ્રેરણા કરે. ખોટા માર્ગે ચડ્યા હોય તો તમને તમાચો મારીને પણ પાછા ઠેકાણે લાવે.
પેલા ચા-પાણીના, તમારા ખિસ્સાં ખાલી કરાવીને બધી મોજ માણતા તમારા ચમચા જેવા મિત્રોની શી કિંમત ? એવાઓથી તો સદા બાર ગાઉ છેટા રહેવું સારું.
રજવાડાનો કોઈ રાજકુમાર તેના મિત્રની સાથે ફરવા નીકળ્યો હતો. રસ્તામાં સામેથી ચાલી
જૈન મહાભારત ભાગ-૧