________________
દ્રૌપદીના પૂર્વભવો
નાગશ્રી અને ધર્મરૂચિ અણગાર ચંપા નામની નગરી હતી. તેમાં ત્રણ બ્રાહ્મણો રહેતા હતા :
સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત. ત્રણેયની પત્નીઓના નામ અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી હતા. તેઓ ખૂબ સુખી હતા, તેથી વધુ તેમનો પરસ્પરનો સ્નેહભાવ હતો. તેઓ હંમેશ વારાફરતી એક ભાઈને ત્યાં સાથે બેસીને ભોજન કરતા.
એક વખત નાગશ્રીને ત્યાં ભોજનનો વારો હતો. તેણે રસોઈમાં અનેક શાક બનાવ્યા, તેમાં ભૂલથી કડવી તુંબડીનું શાક બનાવી દીધું. જ્યારે તેણે ચાખ્યું ત્યારે જ તેને ખબર પડી. તે ખાવાને લાયક ન લાગ્યું પણ ઘી, મસાલો વગેરે નાંખીને તૈયાર કરેલું તે શાક ફેંકી દેતાં તેનો જીવ ન ચાલ્યો. એટલે કોઈ ભિખારીને આપી દેવાનો નિર્ણય કરીને નવું શાક તૈયાર કરી દીધું. સહુ સારી રીતે જમ્યા અને વિદાય થયા.
તે વખતે નજીકના ઉદ્યાનમાં મહાજ્ઞાની ધર્મઘોષ નામના જૈનાચાર્ય શિષ્યો સાથે આવીને રોકાયા હતા. તેમના ધર્મરુચિ નામના શિષ્યને તે દિવસે માસક્ષમણ(ત્રીસ ઉપવાસ)નું પારણું હતું. ભિક્ષાર્થે ફરતાં તે ઘોર તપસ્વી મુનિવર નાગશ્રીના ઘરે આવ્યા. નાગશ્રીએ કડવું ઝેર થઈ ગયેલું તુંબડીનું શાક તેમના પાત્રમાં નાંખી દીધું. મુનિવરે પોતાના ગુરુને તે ભિક્ષા બતાડી ત્યારે શાકની ગંધથી તેમણે શિષ્યને તે શાક ઝેરી બની ગયાનું જણાવીને નિર્જીવ ભૂમિએ તેનું વિસર્જન કરવાનું (પરઠવી દેવાનું) જણાવ્યું.
ગુરુની આજ્ઞાનો અમલ કરવા માટે ધર્મરુચિ અણગાર નીકળ્યા. રસ્તામાં તે શાકના ઘીના ટીપાં પડી ગયા. તરત ત્યાં કીડીઓ આવી. જે તેને અડી તે મરી ગઈ.
આ જોઈને કરુણાસભર શિષ્ય ક્રૂજી ઊઠ્યા. તેમણે વિચાર્યું કે, “ગમે તેટલી કાળજી કરીને હું આ શાકનું (રેતી વગેરેમાં) વિસર્જન કરું તો ય જો આ રીતે કીડીઓ ચોંટે તો કેટલા બધા જીવોની હિંસા થઈ જાય. રે ! આના કરતાં તો હું એકલો જ આ શાક આરોગીને મોતને ન ભેટી લઉં?”
અને ખરેખર મુનિએ તેમ જ કર્યું. શાક આરોગીને તેઓ સમાધિસ્થ બની ગયા, તેમના પ્રાણ નીકળી ગયા. તેઓ સર્વાર્થસિદ્ધ નામના પાંચમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. મુનિવરની કેવી અગાધ કરુણા !
ધર્મનું આરંભબિંદુ ઃ સર્વજીવકરુણા ધર્મનો આરંભ બીજાનો વિચાર કરવાથી થાય છે. ધર્મની સિદ્ધિ પોતાની મોક્ષપ્રાપ્તિથી પૂર્ણ થાય છે.
જેઓ પ્રત્યેક વાતે બીજાનો વિચાર પ્રધાનપણે કરતા નથી તેઓ વસ્તુતઃ ધર્મી નથી, કદાચ ધર્મી હોય તો ધર્મથી પતન પામ્યા વિના રહેવાના નથી.
જીવમાત્ર પ્રત્યેની કરુણા; ના, માત્ર કરુણા નહિ પરંતુ જીવમાત્ર પ્રત્યે-એની ભીતરમાં પડેલા શિવસ્વરૂપના દર્શનથી-બહુમાનભાવ-Reverance for life-હોય તો જ ધર્મ અને સ્વરૂપને પકડી શકે.
ધર્મના પ્રકાશક તારક તીર્થંકરદેવોના તમામ આત્માઓના તેમના છેલ્લેથી ત્રીજા ભવમાં-સવિ જીવ કરું શાસનરસી-મારું ચાલે તો હું સર્વ જીવોને સઘળાં દુઃખોમાંથી અને સઘળાં પાપોમાંથી સદા
જૈન મહાભારત ભાગ-૧