________________
કેટલીક વાર તો ધર્મદ્રોહીને એનું પાપ જ ફાડી નાંખતું હોય છે. આવા પ્રસંગો જોવા મળે ત્યારે એમ લાગે કે પાપીઓને શું મારવા'તા? એમના પાપો જ એમને મારતાં હોય છે.
અજયપાળ આ સત્યનો પુરાવો છે.
ગૂર્જરેશ્વર કુમારપાળના શાસનકાળ પછી ત્રણ વર્ષ સુધી અજયપાળે રાજ કર્યું. ત્રણ વર્ષમાં તો તેણે સમગ્ર જૈનધર્મ ઉપર કાળો કેર વર્તાવી દીધો. સહુ જૈન અગ્રણીઓ ત્રાહિમામ્ પોકારી ગયા. એણે કેટલાય મંદિરોને ધારાશાયી કર્યા, મૂર્તિઓના ભંજન કર્યા, સાધુઓને તેની ધાકથી ભૂગર્ભમાં ચાલ્યા જવાની ફરજ પાડી.
પણ એક દિ તેને એકાએક કૂતરાને મોતે માર્યો. ઘાંઘો અને વૈજલી નામના સગા ભાઈઓબે ચોકીદારો-ની માતા સાથેના વ્યભિચારમાં તે પકડાઈ ગયો. ઘાંઘા અને વૈજલીએ એક વાર ઉદ્યાનમાં એકલા બેઠેલા અજયપાળ ઉપર હુમલો કર્યો. અંગરક્ષકો થોડી ઝપાઝપી કરીને ભાગી ગયા. અજયપાળ ઘાયલ થઈને લોહીથી લથપથ થઈ ગયો.
વૈજલી વગેરે ભાગી ગયા. પાણીની કારમી તરસ લાગતાં લથડતે પગલે તે નજીકના ઘર તરફ જવા લાગ્યો. ત્યાં પગ લથડતા ખાળમાં પડી ગયો. અવાજ થતાં તે ઘરનો માણસ બહાર આવ્યો. તેને ભ્રમથી ખાળમાં કૂતરું દેખાયું. મોટો પથ્થર ઊંચકીને તેની ઉપર ફેંક્યો. અજયપાળની ખોપરી ફાટી ગઈ. કેટલીક વારે રિબાઈને ત્યાં જ મર્યો.
જ્યારે ધર્મદ્રોહી કલ્કીને કોઈ પાઠ શીખવી નહિ શકે ત્યારે દેવરાજ ઈન્દ્ર બ્રાહ્મણરૂપે આવીને તેના ભરાયેલા પાપના ઘડાને સજા ફટકારી દેશે. ધર્મનો દ્રોહ એ સામાન્ય પાપ નથી. એ પોકાર્યા વિના રહેતું નથી.
આ ઘોર પાપોનો પરચો મળશે જ વર્તમાનકાળમાં ભારતમાં કે વિશ્વમાં જે બેફામ રીતે સરકારી રાહે અતિ ઘોર હિંસાનું તાંડવ જામ્યું છે, દુરાચારના બધા જ માર્ગોને ખુલ્લા મૂકી દેવાયા છે અને “સેક્યુલરિઝમ'ના નામે આસ્તિકતાને કબરનશીન કરાવાઈ રહી છે તેના અતિ ક પરિણામો આવ્યા વિના રહેનાર નથી.
જ્યાં આ ત્રણેય પાપો વધુ જોરમાં હશે તેઓ ધર્મમહાસત્તાના રોષનો પહેલો ભોગ બનશે, તે પછી બીજાઓનો વારો આવશે.
સવાલ માત્ર સમયનો છે. કદાચ વધુ મોટી સજાનો રાતોરાત અમલ કરી દેવા માટે હજી વધુ પાપો થવા દેવાની એ મહાસત્તા રાહ જોઈ રહી હોય. - પરદેશોને આ સર્વનાશની આપત્તિમાંથી ઉગારવાનું લગભગ અસંભવિત જણાય છે, જ્યારે આટલા બધા પાપોની વચમાં પણ ભારતીય પ્રજાનો નાનકડો પણ ધાર્મિક વર્ગ જે કાંઈ સારું ધર્મધ્યાન-તપ, જપ, ભક્તિ, વ્રત, પૂજાપાઠ વગેરે-કરે છે તેને કારણે તેનો સર્વનાશ થતો અટકી જશે એમ ચોક્કસ અનુમાન થાય છે. એટલું જ નહિ પણ જે મહા-તાંડવને ધાર્મિક નેતાઓ અટકાવી શકતા નથી તેને ઉપરોક્ત પ્રજાકીય પૂજાપાઠ વગેરેનું બળ એકાએક શાંત કરી દેશે અને નવા ધાર્મિક યુગનો આરંભ કરીને જ રહેશે.
બત્રીસ બત્રીસ વર્ષના વહાણાં વહી ગયા તો ય લોકશાહી પદ્ધતિ ભારતમાં સ્થિર થતી જ નથી, બલકે છેલ્લા ડચકાં લેતી હોય તેમ લાગે છે. એના કારણમાં ય મને તો આ લોકશાહીના નેજા નીચે ચલાવાયેલી અતિ ઘોર હિંસાઓ, ફેલાવાયેલા દુરાચારો અને પોષવામાં આવેલી નાસ્તિકતાઓના પાપો જ દેખાય છે.
જૈન મહાભારત ભાગ-૧