________________
ચકલાંઓ વગેરે પંખીઓને ઉડાડી મૂકતાં તેનો જીવ ન ચાલ્યો. તેણે બધા પંખીઓને મોલની મિજબાની ઉડાડવાની રજા આપી દીધી. તે પંખીઓને મજા માણતાં જોઈને તેણે ગાયું, “રામકી ચીડિયા, રામકા ખેત; ખા લો ચીડિયા, ભર ભર પેટ.”
(૭) પોતાના પગના ગૂમડાની રસીમાં ખદબદતી જીવાતોને ઊછળીને જમીન ઉપર પડી જતી જોઈને બાવો કહેવા લાગ્યો, “અલી, નીચે શું પડો છો ? ત્યાં તો મરી જશો. આ ગૂમડામાં જ પડી રહો. લો, ફરી તમને ગૂમડામાં મૂકી દઉં.” આમ કહીને જીવાતોને ગૂમડામાં મૂકવા લાગ્યો. કોઈ ભક્ત આ દશ્ય જોયું. તે વૈદરાજને મલમપટ્ટો કરવા લઈ આવ્યો. બાવાજીએ તેમને રવાના કરી દીધા. તેમણે કહ્યું, “મારું ગૂમડું મટાડવા જતાં કેટલી બધી જીવાતોનું ભોજન જતું રહેશે? ના, એવું કાંઈ કરવું નથી !”
(૮) કેન્સરથી પીડાતા સંતને કોકે પૂછ્યું, ‘તમે આનંદમાં છો?” સંતે કહ્યું, “આનંદ કેમ ન હોય ? ક્રોડો જીવાતો મારી ગાંઠમાંથી પોતાનું ભોજન પામી રહી છે. મોટું સદાવ્રત ખૂલ્યું છે. કેટલી મજા
ધર્મરુચિ નામના મુનિએ બીજા જીવોને બચાવવા માટે કડવી તુંબડીનું શાક આરોગી જઈને પોતાનું જે બલિદાન આપ્યું છે તે કેટલાક ધર્મી કહેવાતા સ્વાર્થસાધુ વર્ગને માટે બોધપાઠરૂપ છે.
જયારે ગુરુદેવ ધર્મઘોષસૂરિજીને આ કરુણ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે તેઓ અત્યંત દુ:ખી થયા. તેમણે જ્ઞાનબળથી જાણી લીધું કે તે અકાર્ય નાગશ્રીએ કર્યું છે. બ્રાહ્મણોને ભેગા કરીને તેમણે આ વાત કરી, એટલું જ નહિ પણ પોતાના સાધુઓને આસપાસના ગામોમાં મોકલીને સર્વત્ર નાગશ્રીને જાહેર કરાવી. નાગશ્રીના પતિ સોમદેવને આ વાત જાણીને પારાવાર દુઃખ થયું . તેણે નાગશ્રીને સખત ઠપકો આપી ઘરમાંથી કાઢી મૂકી.
ધર્મદ્રોહીઓની દયા ન હોય ધર્મદ્રોહીની તે વળી દયા હોય ? એવી દયા અતિ દયા છે. તે યોગ્ય નથી. અતિ મૈત્રી, અતિ તપ, અતિ વાચાળતા, અતિ દાન વગેરે ક્યારેક ભારે મુશ્કેલીમાં મૂકી દેનારા બની જાય.
ધર્મદ્રોહીઓને જાહેર કરવા જોઈએ. તેમને યોગ્ય સજા પણ કરવી જોઈએ, આથી ધર્મદ્રોહની પરંપરા અટકે.
ગજસુકુમાલ નામના મુનિના હત્યારા સોમિલનું શ્રીકૃષ્ણની ભયંકર સજાના ભયથી જ હાડ બેસી જતાં મોત થઈ ગયું. પણ તેના મડદા ઉપર શ્રીકૃષ્ણ દયા ન આણી. તેને મરેલાં કૂતરાની જેમ બંધાવીને ઘસડતાં ઘસડતાં ગામ બહાર કઢાવ્યું. જે જમીન ઉપર તે શબ ઘસડાયું ત્યાં દૂધ વગેરે દ્વારા શુદ્ધિ કરાવી.
કાલકસૂરિજીને સાધ્વીજીનું અપહરણ કરનારા ગર્દભિલ્લ રાજાને સખત ઠપકો આપવા માટે શકરાજ દ્વારા યુદ્ધ લાવવું પડ્યું. ગર્દભિલ્લને હરાવ્યો અને જંગલ-ભેગો કરી દીધો. ગર્ભભિલ્લને જેર કરવા માટે કાલકસૂરિજીએ બહુ સપ્ત ભાષામાં સંકલ્પ કર્યો હતો.
આવું જ નમુચિ માટે વિષ્ણુકુમાર મુનિએ કરવું પડ્યું હતું.
જે સર્વને જિવાડે છે એવા ધર્મ કે એના કોઈ પણ એક અંગને કેમ મરવા દેવાય, નબળું પડવા દેવાય, એનું ગૌરવ ખંડિત થવા દેવાય? એની નબળાઈમાં ય અનેકોનું મોત છે. એના જીવનમાં જ અનેકોનું જીવન છે.
અજયપાળનું કરુણ મોત
જૈન મહાભારત ભાગ-૧