________________
કરી દીધા છે. જ્યારે સહુએ મને તરછોડ્યો છે, સૂતપુત્ર કહીને ધિક્કાર્યો છે ત્યારે એ માણસે મારો હાથ પકડ્યો છે અને અંગરાજ બનાવ્યો છે.”
જરાક થોભીને કર્ણ ફરી બોલ્યો, “ના, હું કૃતઘ્ન નથી. મને મારી ઉપર ચડેલા ઋણની બરોબર ખબર છે.
માટે જ હું રાધાનું ઋણ ફેડવા માટે રાધેય જ રહીશ, કૌજોય કદાપિ નહિ.
માટે જ હું દુર્યોધનનું ઋણ ફેડવા માટે મરણપર્યન્ત તેની સાથે જ રહીશ, પાંડવો સાથે કદાપિ નહિ. આ ભવમાં તો નહિ જ. તેઓ મારા સગા લઘુબંધુઓ થતા હોય તો પણ નહિ.
કૃતન માણસ પશુથી પણ ભૂંડો છે. પછી તે કૌન્તય બને કે જ્યેષ્ઠ પાંડવ બને.”
આ શબ્દો સાંભળતાં જ આઘાતથી બેવડી વળી ગયેલી કુન્તીના મોં ઉપરની તીવ્ર વેદના જોઈને સ્વભાવે દયાર્દ્ર ગણાતો કર્ણ હચમચી ઊઠ્યો. માતાને ફરી આલિંગન દઈને તેણે કહ્યું, “મા ! તું દુઃખી ન થા. મારે મારી ફરજો બજાવ્યા વિના છૂટકો નથી. હવે તું જે માંગવું હોય તે માંગી લે. તું કાંઈક માંગવા આવી છે એમ મને લાગે છે.”
કુન્તીની માંગણી : પાંચ પાંડવોને મારીશ નહિ! કુન્તીએ કહ્યું, “હા બેટા ! મારી એક જ માંગણી છે કે જો ભવિષ્યમાં યુદ્ધ વગેરે કાંઈ પણ થાય તો તું પાંડવોને હણીશ નહિ.”
કુન્તીનો એ પાકો ખ્યાલ હતો કે તેના પાંચ પાંડવોને હણવાની કર્ણ સિવાય કોઈનામાં તાકાત નથી.
કર્ષે આ વખતે જોઈ લીધું કે કુન્તીને પાંચ કેટલા વહાલા છે? અને પોતે કેટલો વહાલો છે?
હવે કર્ણને કુત્તીના આગમન પાછળની ચાલનો ખ્યાલ આવી ગયો. કર્ણ માત્ર શારીરિક રીતે બળવાન ન હતો, બુદ્ધિમાં ય એ એટલો જ બળવાન હતો.
બીજી બાજુ અર્જુન એનો કટ્ટર પ્રતિસ્પર્ધી હતો. એને ખતમ કર્યા વિના એ જંપીને બેસે તે શક્ય જ ન હતું. ભલે તે સગો ભાઈ હોય, પણ તે તો આજે જાહેર થયેલી વાત... આ પૂર્વે ભૂતકાળમાં તો તે બે સમોવડિયા બનીને કયારના પ્રતિસ્પર્ધી બની ગયા હતા. એ કલેશ અને સંકલેશની નદીના પાણી એટલા બધા વહી ગયા હતા કે આજે ‘ભાઈ’ તરીકે જાહેર થતા અર્જુન ખાતર તે પાણી પાછા વળી શકે તેમ ન હતા.
એક બાજુ અર્જુનને મારવાની અથવા તો જાતે મરવાની તીવ્ર ભાવના! બીજી બાજુ સૂર્યોપાસના પછી થયેલી યાચનાનો ઇન્કાર કરવામાં તૂટી જતી પ્રતિજ્ઞા ! કર્ણના માથે ધર્મસંકટ આવ્યું. પણ તેણે જરાક વારમાં વચલો રસ્તો શોધી કાઢીને માતાના સ્ત્રીસહજ ભોળપણનો લાભ ઉઠાવી લેવા માટે જબરો દાવ લગાવી દીધો અને તેમાં તે જીતી પણ ગયો.
કુન્તીની યાચનાનો ચાલાકીપૂર્વક કર્ણ દ્વારા સ્વીકાર તેણે માને કહ્યું, “તું આ ધરતી ઉપર પાંચ પાંડવોને અભય આપવાની મારી પાસે માંગણી કરે છે ને? જા, મને તે વાત કબૂલ છે કે આ ધરતી ઉપર પાંડવો પાંચ રહેશે જ. તેમને હું ચાર નહિ કરું બસ.”
કુન્તીને આ વાક્યનો મર્મ ન સમજાયો. તેણે સ્પષ્ટીકરણ માંગ્યું ત્યારે કર્ણે કહ્યું, “હવે તારે મન પાંડવો કુલ છ થયા છે ને ? હવે તો હું ય પાંડવ જ છું ને? તો મારા હાથે જ અર્જુન મરશે-મારે તેને તો મારવો જ છે-તો મારા સમેત પાંડવો પાંચ જ રહેશે અને કદાચ તેને મારવા જતાં હું જ મરીશ
જૈન મહાભારત ભાગ-૧