________________
આડું કરીને પોતાના મુખ ઉપર છાંયડો કરી લીધો.
જ્યારે કર્ણની ઉપાસના પૂરી થઈ ત્યારે પાસે બેઠેલી સ્ત્રીને જોઈને તેની સુકુમારિતાનો ખ્યાલ કરી લીધો.
કર્ણ તેને કહ્યું, “હે દેવી ! સૂર્યોપાસના કર્યા બાદ હું યથેચ્છ દાન આપું છું. કહો, આપને શું જોઈએ છે? મારું નામ રાધેય છે તે તમે જાણતાં તો હશો જ.” - કુન્તીએ કહ્યું, “હું તારી સાથે મન મૂકીને કેટલીક વાતો કરવા આવી છું. મારે તને પહેલી વાત એ કરવી છે કે તું “રાધેય નથી.”
કણે કહ્યું, “એ વાતની તો મારા પિતા પાસેથી મને જાણ થઈ ગઈ છે. મને મારી જન્મદાત્રી કોઈ માતાએ કોઈ અજ્ઞાત કારણસર પેટીમાં મૂકીને નદીમાં તરતો-ભાગ્યના ભરોસે-મૂકી દીધો હતો તે પણ હું હવે જાણું છું. પણ દેવી ! એ વાત તમે શા માટે કરો છો ?”
“બેટા !” આટલું બોલતાં જ કુન્તીના ગળે ડૂમો ભરાયો. આજે પોતાના દીકરાને પોતે પાછો મેળવ્યો હતો, એને “બેટા !' કહેવાનું સદ્ભાગ્ય એ માતાને મળ્યું હતું, એની હર્ષભરી યાદે ગળે ડૂમો ભરાયો હતો.
આ સંબોધન સાંભળતાં જ કર્ણ ચમકી ગયો. એના અંગોમાંથી વિચિત્ર લાગણીની ધ્રુજારી પસાર થઈ ગઈ.
થોડા જ સમય પૂર્વે શ્રીકૃષ્ણ કર્ણને કહ્યું હતું કે, “તે જયેષ્ઠ પાંડવ છે, કુન્તી અને પાંડુનો જ પુત્ર છે.” એ વાતનું કર્ણને સ્મરણ થયું. તેણે અનુમાન કર્યું કે પોતાની સામે ઉપસ્થિત રહેલી સ્ત્રી તે બીજું કોઈ નથી પણ જન્મદાત્રી માતા કુન્તી જ છે.
કુન્તીના બોલ : “બેટાતું તને કૌન્તય કહે.' આ અનુમાન કરતાં જ કર્ણની આકૃતિ ફરી ગઈ. તે સૂર્યોપાસક મટી જઈને નાનો બાળ બની ગયો. એના રોમરોમ માતાનો પ્યાર મેળવવા માટે બૂમો પાડવા લાગ્યા.
તે વખતે કુન્તી ફરી બોલવા લાગી, “બેટા ! કહેવાતા “રાધેય'ની પાપિણી, અભાગણી જન્મદાત્રી જનેતા તે હું જ કુન્તી છું. મેં જ મારું પાપ છુપાવવા માટે તને તારા ભાગ્યના ભરોસે છોડી દીધો હતો. અરે ! મારી નિષ્ફરતા ! ક્રૂરતા ! નીચતા. બેટા ! મારા આ અપરાધની મને ક્ષમા કર. અને તું તારી જાતને હવેથી રાધેય ન કહેતાં “કૌન્તય” કહે. તું તારી જાતને જયારે “રાધેય' કહે છે ત્યારે મારા સાડા ત્રણ ક્રોડ રૂંવાડાંમાં એકસાથે વીંછીઓએ મારેલા કાતીલ ઠંખ કરતાં પણ વધુ વેદના થાય છે. બેટા ! મારાથી એ રાધેય શબ્દ સાંભળી શકાતો નથી. તું એક વાર તો હમણાં જ તારી જાતને “કૌન્તય' કહે. ઓ બેટા ! હમણાં જ બોલ. મારો આનંદ અંતરિક્ષોને આંબી જશે. હા, પુત્રને પોતાની મા મળશે, માતાને પોતાનો દીકરો મળશે. બેટા ! એક વાર બોલ, “હું કૌત્તેય છું.”
પણ કોણ જાણે કેમ ? કર્ણના હોઠ એ શબ્દો બોલવા માટે હિંમત કરતા નથી. જન્મદાત્રી માતાનું દર્શન પામેલો કર્ણ એનું વહાલ પામવા માટે અત્યન્ત ઉત્સુક બન્યો છે છતાં પોતાને “કૌન્તય' કહેવડાવવા માટે એનું અંતર આનાકાની કરે છે.
માતા-પુત્રનું અનેરું વહાલ કર્ષે માતાને કહ્યું, “મા ! તું અત્યારે આવી બધી વાત ન કર. મને તારું વહાલ દે. તારાથી દેવાય તેટલું છે. મને ખરી માનું વહાલ કદી મળ્યું નથી. આજે જ એ મળી રહ્યું છે. ઓ મા ! મને તારા ખોળે બેસવા દે ! મને તને આલિંગવા દે ! બસ, ધરાઈ ધરાઈને.
જૈન મહાભારત ભાગ-૧