________________
વિચારોની અને સંસ્કારોની મહામારી સામે પેલી પ્રાણીઓની અને પેટના બાળકોની મહામારી તો ખૂબ જ વામણી લાગે છે !
સત્ય પણ કડવું ના કહેવાય. ખેર, ભીમની વાત સાચી હોવા છતાં ઉશ્કેરાટભરી હોવાથી તે સ્વીકાર્ય તો ન બની શકી પરન્તુ કર્ણને પુષ્કળ ત્રાસ કરનારી બની.
સોનાની લગડી ગમે તેવી સારી હોય પણ ધગધગતી ગરમ કરીને કોઈને ન જ અપાય. પાણી સ્વભાવે નિર્મળ છે, પણ તેમાં ધૂળ નાંખ્યા પછી તે પીવા માટે લાયક રહેતું નથી. સત્ય પણ કડવું ન હોવું જોઈએ. ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી પ્રેરાઈને બોલાયેલા સત્યને જૈન શાસ્ત્રજ્ઞોએ “અસત્ય કહ્યું છે. ભીમના સત્યમાં મશ્કરી હતી. એ પાણી હવે ડહોળાઈ ગયું હતું. કર્ણ તેને પી શકે તેમ ન હતો.
કર્ણના પિતાનો ખુલાસો પણ આ વખતે કર્ણના પિતા આગળ આવ્યા. તેમણે કહ્યું, “આ કર્ણના કુળ માટે કોઈ શંકા કરજો મા ! ખરેખર તો તે મારો પુત્ર નથી. હું તેનો માત્ર પાલક પિતા છું. તેના શૌર્ય વગેરે ઉપરથી તમે સહુ શું એટલું અનુમાન નથી કરી શકતા કે તે સારથિપુત્ર તો ન જ હોઈ શકે ?
હવે શાન્તિથી સહુ કથા સાંભળો.
એક દિવસ હું નદીતીરે ગયો હતો. ત્યાં મેં તરતી આવતી પેટી જોઈ. પાણીમાંથી બહાર કાઢીને મેં ખોલી. તેમાં બાળક હતું. તેના કાને સુંદર કુંડલ લગાડેલાં હતા. મેં તે બાળક મારી પત્ની રાધાને સોંપ્યું. અમે નિઃસંતાન હતા. એમાં વળી રાધાને પૂર્વની રાતે સ્વપ્ન આવ્યું હતું, જેમાં સૂર્યદેવે દર્શન આપીને રાધાને કહ્યું કે, “કાલે મહાપરાક્રમી પુત્રની પ્રાપ્તિ થશે.” આથી એ બાળકને અમારા પુત્ર તરીકે જ અમે રાખી લીધું. સૂર્યદેવના સંકેતપૂર્વક આ બાળક અમને મળ્યું હતું માટે અમે તેને સૂર્યપુત્ર કહેતા હતા. તેને કાન નીચે હાથ રાખીને સૂવાની ટેવ હતી એટલે કર્ણ પણ કહેતા હતા. - હવે તમે સમજી શક્યા હશો કે આ કર્ણ એ સારથિપુત્ર તો નથી જ. તેના પરાક્રમાદિથી તમારે તેને કોઈ ક્ષત્રિયાણીના જ પુત્ર તરીકે ગણવો જોઈએ. આ તો “કોયલ કાગડીને ત્યાં ઊછરી જેવો ન્યાય બની ગયો છે.”
.તો મહાભારતનો ઈતિહાસ જુદો લખાયો હોત અતિરથી સારથિના આ શબ્દો સાંભળીને તમામ સભાજનો વિસ્મય પામ્યા. પણ ત્યાં બેઠેલી કુન્તી તો આનંદવિભોર બની ગઈ. તેને ખ્યાલ આવી ગયો કે તે કર્ણની માતા તે પોતે જ છે. તેણે જ આ રીતે કાનમાં કુંડલ નાંખીને તેને પેટીમાં મૂકીને પાણીના પ્રવાહમાં મૂકી દીધો હતો.
તે મનોમન બોલી, “અહો ! કેવી હું ધન્ય માતા ! જેને કર્ણ અને અર્જુન જેવા બે બે અજોડ બાણાવલિ પુત્રો મળ્યા છે.
પણ સબૂર ! હાલ તો પાંચ પાંડવોની સમક્ષ મારે આ ઘટસ્ફોટ કરવો નથી કે કર્ણ તમારો સગો સૌથી મોટો ભાઈ છે. અવસર આવશે ત્યારે જ વાત.”
અને રાધેયમાંથી કૌન્તય બની જવાની આવી પડેલી ધન્ય પળ કર્ણના નસીબમાંથી પાછી હટી ગઈ; હા, કુન્તીના મનોમન બબડાટના કારણે જ...
જો કર્ણ તે વખતે “કૌન્તય જાહેર થઈ ગયો હોત તો ?
જૈન મહાભારત ભાગ-૧