________________
તો મહાભારતનો ઇતિહાસ સાવ ન્યારો હોત. તેના પાને પાને વૈરની આગના ભડકા જોવાને બદલે કદાચ પ્રેમ અને વાત્સલ્યના પાણીના ઊછળતા ફુવારાઓ જોવા મળત.
પણ આ તો ‘જો’ અને ‘તો’ની ભાષામાં શેખચલ્લીના તરંગો જેવી વાતો થઈ. શો એનો અર્થ? અત્યારે તો અર્થ એટલો જ નક્કી છે કે કર્ણ ‘કૌન્તેય’ બનવાની પળો પાસે આવીને ય કૌન્તેય બનતો અટકી ગયો. એ ‘રાધેય’ જ રહ્યો.
બારણે આવીને ઊભેલી તકને કુન્તીએ ખોઈ નાંખી તેના દુષ્પરિણામ તેણે જ ભોગવવા પડ્યા. એક વાર તો એવી ઘડી આવીને ઊભી કે તે જાતે કર્ણને કહેવા ગઈ કે, “બેટા ! તું કૌન્તેય છે, તું તને રાધેય કહેવાનું છોડી દે.” પણ તે વખતે ખૂબ મોડું થઈ ગયું હતું.
આ આખો પ્રસંગ પ્રસ્તુત પાંડવ-ચરિત્રમાં ન હોવા છતાં માતા અને પુત્રના ખૂબ જ હૃદયંગમ મનોભાવોને પ્રગટ કરતો હોવાથી માત્ર તે મનોભાવોને સ્પર્શવા માટે મારી ભાષામાં અહીં રજૂ કરવાની લાલચ હું રોકી શકતો નથી.
ઉદારચરિત, પ્રતિજ્ઞાપાલક કર્ણ
કહેવાય છે કે કર્ણ હંમેશ મધ્યાહ્ન કાળે ગંગાના તટ ઉપર જઈને સૂર્યદેવની પૂજા કરતો હતો. એની પ્રતિજ્ઞા હતી કે એ પૂજા થઈ રહ્યા બાદ સૌ પ્રથમ જે યાચક તેની પાસે જે કાંઈ પણ માંગે તેપોતાના પ્રાણસુદ્ધાં-તેને આપી દેવા.
આવી પ્રતિજ્ઞાને જ ‘છાટકું’ બનાવીને તેનો ગેરલાભ અર્જુનના પક્ષકાર બનેલા ઈન્દ્રે ઉઠાવી લીધો હતો. એ વખતે કર્ણના પક્ષકાર સૂર્યદેવે કર્ણને એ છાટકાની ભાવી યોજનાથી ચેતવ્યો હતો છતાં કર્ણે તેમને પણ પોતાની પ્રતિજ્ઞાનું અફ૨પણું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું.
તેણે સૂર્યદેવને કહ્યું હતું કે,“મારા પ્રાણ કરતાં ય મારી પ્રતિજ્ઞાનું મૂલ્ય મારે મન ઘણું મોટું છે. પ્રાણ જાય તો પણ પ્રતિજ્ઞાપાલકનો યશ જીવંત રહી શકે છે.”
થોડા સમય બાદ ઈન્દ્ર બ્રાહ્મણવેષે આવ્યા અને સૂર્યપૂજન કરી ચૂકેલા કર્ણની પાસે પ્રથમ યાચક તરીકે ઊભા રહ્યા. કર્ણે જાણી લીધું અને કહી પણ દીધું કે તે બ્રાહ્મણના રૂપમાં આવેલો અર્જુનભક્ત ઈન્દ્ર છે.
કર્ણની અજેયતા તેના કુંડલોને આભારી હતી. તે કુંડલો મેળવી લેવાય તો કર્ણની ઘણી તાકાત તૂટી જાય. બ્રાહ્મણરૂપે ઈન્દ્રે એ કુંડલો માંગ્યા. એક પણ પળ ગુમાવ્યા વિના કર્ણે ‘પોતાના મોતને માંગનારી આ કુંડલ-માંગણી છે' એમ જાણવા છતાં ય અને ઈન્દ્રને સ્પષ્ટ ભાષામાં તે વાત કરવા છતાં ય તે કુંડલો ઈન્દ્રને આપી દીધા હતા.
આવો હતો ઉદારચરિત, પ્રતિજ્ઞાપાલક કર્ણ. આ જ વાતોનો લાભ ઉઠાવવા માટે એક વાર માતા કુન્તીએ પણ પ્રયત્ન કર્યો.
કર્ણ અને કુન્તીનો હૃદયવિદારક સંવાદ મધ્યાહ્નના સમયે ગંગાતટે સૂર્યપૂજન કરી રહેલા કર્ણ પાસે કુન્તી પહોંચી ગઈ. હા, તે ‘પ્રથમ’ યાચિકા હતી એટલે તેની જે માંગણી હોય તે પ્રતિજ્ઞાબદ્ધ કર્ણે પૂરી પાડવાની હતી.
બે હાથ ઊંચા કરીને, સૂર્યની સામે દૃષ્ટિ રાખીને ઊભેલો કર્ણ સૂર્યદેવનો જપ કરતો હતો. આસપાસનું બધું ભાન ભૂલ્યો હતો.
સૂર્યનો તાપ પોતાને ન લાગે તે માટે કુન્નીએ કર્ણનું જ રેતીમાં પડેલું ઉત્તરીય વસ્ત્ર મોં આગળ
જૈન મહાભારત ભાગ-૧