________________
કર્ણના ખોળામાં માથું મૂકીને મીઠી નીંદર માણતા ગુરુ પરશુરામ ! એ વખતે કર્ણની સાથળમાં વીંછી પેસીને અતિ કાતીલ ડંખ મારવા લાગ્યો. લોહીની ધાર ચાલી. પણ પ્યારા ગુરુદેવની નીંદરમાં લેશ પણ ખલેલ પહોંચે નહિ તે માટે કર્ણ સહેજ પણ પગ ખસેડ્યો નહિ અને ઉપરાઉપરી ડંખની આગઝાળ વેદના સહ્યા જ કરી. (વ્યાસ-મહાભારત)
ગૂર્જરેશ્વર કુમારપાળ, છત્રપતિ શિવાજી, સમ્રાટ અશોક, મહારાજા સંપ્રતિ વગેરે ગુરુતત્ત્વના બહુમાની હતા, માટે જ તેઓના જીવન લોકહૃદયમાં અમર થયા.
પણ પેલો ફ્રાન્સનો માંધાતા નેપોલિયન સેંટ હેલીના ટાપુમાં સડી ગયો. હિટલર ગોળી ખાઈને મરી ગયો. બીજા વિશ્વયુદ્ધનો વિજેતા ચર્ચિલ બેભાન અવસ્થામાં રિબાઈને મરી ગયો ! કેમ? કારણ કે તેમની પાસે ગુરુતત્ત્વ ન હતું.
હજી કોઈ સંયોગમાં-પોતાના ગુરુની કોઈ મોટી ખામી જણાવાના કારણે-“ગુરુ”નો ત્યાગ કરી શકાય, પણ જે સદાનું નિર્મળ ગુરુતત્ત્વ છે તેનો તો કદાપિ ત્યાગ થઈ શકે નહિ.
ગુરુદક્ષિણામાં અંગૂઠાનું દાન એકલવ્યે ગુરુદક્ષિણામાં દ્રોણાચાર્યને માથું કાપી આપવા કહ્યું પણ દ્રોણાચાર્યે માત્ર ડાબા હાથનો અંગૂઠો માંગ્યો. એથી એકલવ્ય “અજોડ બાણાવળી બનતો અટકી જતો હતો. એક પળનો ય વિચાર કર્યા વિના એકલવ્યે પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો !
ખેર, આ સજા વધુ પડતી હતી એમ લાગે છે. જો એકલવ્ય દ્રોણાચાર્યને સમર્પિત વ્યક્તિ હતી તો હવે આ વિદ્યામાં આગળ નહિ વધવાનું માત્ર વચન લઈને પણ કામ થઈ શકતું હતું. એક સમર્પિત માણસનો અંગૂઠો કાપી લેવાની સજા એ કીડી ઉપર કટક લઈ જવા જેટલી વધારે પડતી ગણાય.
ખરેખર તો એકલવ્ય માથું કાપી આપીને જીવન પૂર્ણ કરવામાં જે ગુમાવ્યું હોત તેના કરતાં જીવતા રહીને, વિદ્યાહીન-શા બની જઈને અંગૂઠો કાપી આપવા દ્વારા ઘણું બધું ગુમાવ્યું હતું.
એકલવ્યની આ કપરી સજામાં દ્રોણાચાર્ય ભલે મહાભારતની વિવાદાસ્પદ વ્યક્તિ બન્યા, પરંતુ એકલવ્ય તો ખરેખર વિશિષ્ટ કોટિનો આત્મબલિદાની તરીકે પંકાઈ ગયો અને લોકહૃદયમાં અનોખી લાગણી પેદા કરીને અમર થઈ ગયો.
આથી એ જ વખતે આકાશમાંથી દેવોએ એકલવ્ય ઉપર પુષ્પોની વર્ષા કરીને તેનું ભારે સન્માન કર્યું.
ભાવનાવિભોર ગુરુની આશિષ આ પુષ્પવર્ષાનું દશ્ય જોઈને દ્રોણાચાર્ય મનોમંથન કરવા લાગ્યા. તેમણે લજ્જાથી માથું નીચે નાંખી દીધું. એકલવ્યને ભારે આદરભાવથી ભેટી પડ્યા અને તેને કહ્યું, “હે વત્સ ! મારે મારી કપરી ફરજ બજાવવી પડી છે પણ તે તો ખૂબ જ દુષ્કર કામ કર્યું છે. હું તને અંતઃકરણથી આશિષ દેતાં કહું છું કે તું અંગૂઠાની મદદ વિના આંગળીઓથી પણ ધનુષ ઉપર બાણ ચડાવીને લક્ષ્ય તરફ ફેંકશે તો પણ કદી નિષ્ફળ નહીં જાય.”
શાબાશ એકલવ્ય ! તે અંગૂઠો ગુમાવ્યો પણ તને ગુરુના હૈયે સ્થાન મળી ગયું.
શિષ્યના હૈયે ગુરુ બિરાજમાન થાય તે કરતાં ય ગુરુના હૈયે શિષ્ય પ્રવેશ કરી જાય એમાં શિષ્યની ઘણી મોટી પુણ્યાઈ કહેવાય એમ જૈન શાસ્ત્રજ્ઞો કહે છે.
બપ્પભટ્ટી નામના શિષ્ય પોતાના ગુરુની પ્રસન્નતા પામવા માટે સૂરિપદપ્રદાન સમયે માત્ર સોળ
જૈન મહાભારત ભાગ-૧