________________
ભીમે કર્ણને કહ્યું, “અલ્યા કર્ણ ! આ તારા પિતા ઉપરથી જ અમને સ્પષ્ટ સમજાયું છે કે તું રથના સારથિનો પુત્ર છે. તો હવે ક્ષત્રિયની જેમ અર્જુનની સાથે લડવાનું પડતું મૂક. આ તારું કામ જ નથી. તારું કામ તો હાથમાં ચાબૂક પકડીને ઘોડા હંકારવાનું. જા ભાઈ, હજી પાછો જા.'
ભરસભામાં એકવાર તો કૃપાચાર્યે કુલપૃચ્છા કરીને કર્ણના મર્મ- સ્થળે ઘા માર્યો હતો, ત્યાં વળી ભીમે કર્ણને આ વાગ્બાણથી ઘાયલ કર્યો.
કર્ણની સ્થિતિ ખૂબ જ વિષમ બની ગઈ. અંગદેશના રાજવી થયાનો આનંદ એક જ પળમાં ઓસરી ગયો. એને મનમાં થયું કે જો ધરતી માર્ગ દે તો હમણાં જ ધરતીમાં સોંસરો ઊતરી જાઉં. આ ‘સારથિપુત્ર’ તરીકેના ટોણાં-મહેણાં હંમેશ તો શેં જી૨વાશે ! આ મહેણાંની કડવાશ કરતાં મોત જરૂર ઓછું કડવું હોવું જોઈએ !
પણ સબૂર ! મરવું ય ધારીએ એટલું ક્યાં સહેલું હોય છે ! ક્યારેક તો મરવા માટેનું પણ ભાગ્ય જોઈતું હોય છે.
‘સારથિનો પુત્ર ચાબૂક લઈને ઘોડા જ હંકારે !' એવા ભીમના વચનની પાછળ ભીમનો માત્ર માનસિક ઉન્માદ જ કારણભૂત ન હતો, પરંતુ આ દેશની કેટલીક પાયાની વ્યવસ્થાઓ પણ કારણભૂત હતી.
આર્ય મહાપ્રજા સુખચેનથી જીવી શકે અને અન્તે મુક્તિ પામી શકે તે લક્ષથી જ આર્ય પુરુષોએ પ્રજાકીય વ્યવસ્થાઓ અને મર્યાદાઓ નક્કી કરેલી છે. તેને તોડીને કોઈકને-કેટલીક વ્યક્તિઓને ક્યારેક કોક લાભ થતો દેખાય તો પણ સમષ્ટિને નિશ્ચિત નુકસાન થવાના કારણે તેવા દેખીતા લાભો જતા કરી દેવાનો તેમનો સ્પષ્ટ આદેશ છે.
આપણે અહીં પાયાના વર્ણ-અસાંકર્યના અને વૃત્તિ-અસાંકર્યના બે સિદ્ધાન્તોને વિચારીએ. (૧) વૃત્તિનું અસાંકર્ય વણકરોનો સમાજ, કુંભારોનો સમાજ, પટેલોનો સમાજ, વણિકોનો સમાજ... એમ અનેક સમાજો હોય છે. દરેક સમાજનો પોતાનો આગેવાન હોય છે.
આ સમાજો જીવન જીવવા માટે બે વસ્તુઓને જરૂરી માને છે ઃ ભૂખ દૂર કરવા માટે ભોજનની જરૂર અને વાસના-શાન્તિ માટે કુટુંબની જરૂર. ભોજન અને કુટુંબ (Hunger and family) બન્નેય બાબતો એવી છે કે તેની ખાતર માનવ ઘણા મોટા અનર્થો અને ઉલ્કાપાતો સર્જી શકે છે.
આવી સ્થિતિનું સર્જન ન થાય તે માટે ભોજનનું નિયંત્રણ અર્થપુરુષાર્થથી અને કુટુંબનું નિયંત્રણ કામપુરુષાર્થથી કરવામાં આવ્યું.
અર્થ જો અનર્થનું મૂળ ન બને તો તે અર્થને ‘અર્થપુરુષાર્થ’ કહેવાય. કામને ‘કામપુરુષાર્થ’ કહેવાય.
કામ જો દુરાચારનું મૂળ ન બને તો જ
સમાજના દરેક ઘરના દરેક માણસને ભોજન મળી રહે અને તેની વાસનામાંથી કોઈ પણ સામાજિક અહિતનું સર્જન ન થઈ જાય તે અત્યંત આવશ્યક તકેદારી મનાતી હતી. આ બે ય બાબતો અનર્થનું મૂળ છતાં તેને અનર્થનું મૂળ બનવા ન દેવું એ સ્થિતિનું સર્જન કરવામાં સમાજોના હિતચિંતકોએ પોતાની બધી જ બુદ્ધિ વાપરી નાંખીને વૃત્તિ (વેપાર) અને વર્ણનો અસાંકર્યનો સિદ્ધાન્ત સમાજને લાગુ કર્યો.
કોઈએ કોઈના વેપા૨માં દાખલ થવું નહિ તે વૃત્તિ-અસાંકર્ય. કોઈએ કોઈ વર્ણનો ભેળસેળ કરવો નહિ તે વર્ણ-અસાંકર્ય.
જૈન મહાભારત ભાગ-૧