________________
વર્ગમાં પેદા થાય છે. આથી તેમનો વડીલોના સમભાવમાંથી પેદા થતો, આશ્રિતોના ઉલ્લાસથી થતો વિકાસ રૂંધાઈ જવા પામે છે.
બેશક, ક્યારેક ખરેખર પ્રશંસા કરવાનો સંયોગ હોય ત્યારે જો આશ્રિત વર્ગ ઈર્ષાળુ બને તો તે બિલકુલ ઉચિત ન ગણાય. આવા સમયે બીજો કોઈ રસ્તો નહિ.
ખૂબ જ યોગ્ય રીતે, પ્રશંસા કરવાના સમયે કેટલાકના ભયથી પ્રશંસા ન કરવી તે પણ દોષ
સ્થૂલભદ્રજીના રૂપકોશાને ત્યાં થયેલા ચાતુર્માસની સાધના બદલ ગુરુએ જે પ્રશંસા કરી તે અત્યંત સમુચિત હતી. એવા વખતે પણ સિંહગુફાવાસી મુનિને તેનો વિપરીત પ્રત્યાઘાત પડ્યો તેનો કોઈ ઉપાય નહિ.
ટૂંકમાં, આ વિષયમાં અમુક વખતે પ્રશંસા કરવી કે નહિ? તેનો નિર્ણય લેવામાં વડીલવર્ગે બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ.
રંગભૂમિ ઉપર આવીને અર્જુને પોતાનું બાણાવળી તરીકેનું કૌશલ દાખવ્યું. ખરેખર એ અનોખું હતું, અવર્ણનીય હતું. એના પ્રત્યેક દાવને જોઈને પ્રેક્ષકો સ્તબ્ધ બની જતા. જયારે અર્જુને પોતાની કળાનું કૌશલ-દર્શન પૂરું કર્યું ત્યારે પ્રેક્ષકોએ હર્ષની ચિચિયારીઓ પાડીને તેને વધાવ્યો.
કર્ણનું અપૂર્વ કૌશલ અને એ જ વખતે રંગભૂમિ ઉપર કર્ણ પ્રવેશ કર્યો. તેના મોં ઉપર કારમો અહંકાર જણાતો હતો. તે પગ પછાડતો ત્યાં આવ્યો હતો. તેણે અર્જુનને કહ્યું, “ઓ પાર્થ ! તારા કૌશલને લોકોએ વધાવી લીધું એટલે અભિમાનમાં ન આવી જઈશ. તારા કરતાં ય વધુ સારી બાણવિદ્યાની કુશળતા હું બતાવી શકું છું.”
આમ કહીને અર્જુનના કરેલા તમામ પ્રયોગો તેણે એટલી બધી વિશિષ્ટતાઓ સાથે કરી બતાવ્યા કે સમસ્ત પ્રેક્ષકસભાને લાગ્યું કે કર્ણ પાસે અર્જુન કશી વિસાતમાં નથી.
ક પોતાનું કૌશલ-દર્શન પૂરું કર્યું કે પ્રેક્ષકોએ હર્ષની લાગણી વ્યક્ત કરીને કર્ણને પણ અર્જુનની જેમ વધાવી લીધો.
કર્ણ પ્રત્યે દુર્યોધનને મૈત્રી એ વખતે પાંડવો પ્રત્યે ઈર્ષ્યાથી જલતો દુર્યોધન પોતાના આસન ઉપરથી ઊઠીને દોડ્યો અને કર્ણને એકદમ વહાલથી ભેટી પડ્યો. તેણે કહ્યું, “હે કર્ણ ! તેં કમાલ કરી નાંખી છે. તારા જેવું વીરત્વ પાંડવોમાં બિંદુ જેટલું ય નથી. બાણાવળી તરીકે તું જ અજોડ છે. અર્જુન તારી પાસે કોઈ વિસાતમાં નથી.
ઓ કર્ણ ! હું તારી અગણિત વિશિષ્ટતાઓ ઉપર અત્યંત પ્રસન્ન થઈ ગયો છું. બોલ, તારે શું જોઈએ છે? મારી લક્ષ્મી, મારા પ્રાણ, મારું રાજય... માંગે તે આપી દઉં.”
દુર્યોધનના આ શબ્દોથી કર્ણના રોમરોમમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. તેની કળાની ખૂબ સારી રીતે કદર થઈ છે એમ તેને લાગ્યું. તેણે દુર્યોધનને કહ્યું, “દુર્યોધન ! મારે કશું જોઈતું નથી. આપણી બે વચ્ચે બનેલી મૈત્રી શાશ્વત બની રહે એટલી જ મારી ઈચ્છા છે. એ સાથે મારે ઘણા વખતથી અર્જુન સાથે એકવાર લડી લેવું છે. મારી ઈચ્છા તું પૂરી કરી આપ.”
કર્ણને કૃપાચાર્યનો સીધો ઘા : તારું કુળ બતાવ આ શબ્દો સાંભળતાં જ અર્જન ત્યાં ધસી આવ્યો. તેણે તરત જ કર્ણ સાથે લડવા માટેનું આહ્વાન
જૈન મહાભારત ભાગ-૧