________________
આનું જ નામ સંસાર ! જૈન શાસ્ત્રજ્ઞોએ માનવને પ્રાયઃ માની-અભિમાની કહ્યો છે તે કેટલું યથાર્થ છે !
જ્યાં અહંકાર ત્યાં બીજા પ્રત્યે તિરસ્કાર અને ઈર્ષ્યા તો હોય જ.
આ ઉપરથી એમ લાગે છે કે બીજાઓનો ઉત્કર્ષ જોઈને જેના શરીરના રોમરોમમાં આનંદ વ્યાપી જતો હોય તે આત્મા નિશ્ચિતપણે ટૂંકા સમયમાં મોક્ષગામી હોય.
જોવા તો મળે છે ટોળેટોળાં આ ધરતી ઉપર સ્વોત્કર્ષવાદીઓના, પરાપકર્ષકામીઓના.
અર્જુન એકલવ્યની ધનુર્વિદ્યા સિદ્ધિ જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. ‘આવી ટોચની ધનુર્ધારિતા પણ જગતમાં હોઈ શકે છે, અને તે પણ જંગલના ભીલ ગણાતા તુચ્છ આદમીમાં !” એ વાત એના માટે અત્યંત આશ્ચર્યકારક બની ગઈ હતી.
સર્વોચ્ચ કલા : વૈરાગ્યકલા વૈરાગ્યકલ્પલતા ગ્રન્થમાં મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ કહ્યું છે કે જગતમાં જ્ઞાનરૂપી ચન્દ્રની અનેક કળાઓના પ્રકાશના ચમકારા જોવા મળે છે, પરંતુ એ બધી કળામાં સર્વોત્કૃષ્ટ કલા કોઈ હોય તો તે વૈરાગ્યકલા છે કે જે સંસાર(રાગાદિ ભાવો)ના માથા ઉપર પોતાનો પગ રાખીને જ ઊભી રહે છે. ( મifકાં ત રાજનાં કચ) વંદન તે વૈરાગ્યકલાના ઉપાસકોને ! સ્વામીઓને !
મહાત્મા સ્થૂલભદ્ર જ્યારે રાજા નંદે પોતાને ત્યાં મહેમાન થયેલ રથકાર નામના માણસને રાત્રિનો સાંસારિક આનંદ માણવા રૂપકોશાને આંગણે મોકલ્યો હતો ત્યારે સંધ્યા ઢળી રહી હતી. રાજાની નોકરી કરતી રૂપકોશાને રાજાજ્ઞા માન્ય કર્યા વિના છૂટકો ન હતો, પરંતુ હવે તે મહાત્મા સ્થૂલભદ્રજી દ્વારા જીવનપરિવર્તન પામેલી સ્ત્રી બની હતી. તેને આ વિષયવાસનાનો સંસાર જરાય ગોઠતો ન હતો. એટલે જ બને ત્યાં સુધી તો આવા કેટલાય રથકારોને બોધ દઈને તેણે ટાળ્યા હતા.
આ રથકાર જરા વિચિત્ર હતો. બંને સંધ્યાના સમયે ઉદ્યાનમાં બેઠા. રૂપકોશાને રીઝવવા માટે રથકારે પોતાનું એવું કૌશલ બતાવ્યું જેમાં દૂર રહેલા આંબાની કેરીઓની ડાળને તીર મારીને, તે તીરના પાછળના પીંછા ઉપર બીજું તીર મારીને, એમ કરતાં તીરની આખી હાર બનાવીને છેલ્લે તીર પોતાના હાથ પાસે જ ગોઠવી મૂક્યું. પછી આખી હાર ભારે કાબેલિયતથી એવી ખેંચી કે કેરી લચેલી તે ડાળી તૂટીને ઢસડાતી રથકાર પાસે આવી ગઈ.
બેશક, આ અદ્ભુત કળા હતી પણ રૂપકોશાના મોની કરચલીએ પણ તે બદલ સ્મિત ન કર્યું.
રથકાર તેને કાંઈક પૂછવા જાય છે ત્યાં રૂપકોશા ઊભી થઈ. તેણે પોતાની નૃત્યકળા બતાવી, જેમાં સરસવના લીસા દાણાઓના ઢગલા ઉપર કમળ ગોઠવીને, કમળમાં સોંય ખોસીને તે સોય ઉપર ઊભા રહીને તેણે નૃત્ય કરી બતાડ્યું.
આ કળા જોઈને રથકાર મોંમાં આંગળાં નાંખી ગયો. તેણે કહ્યું, “તારી નૃત્યકલા પાસે મારી ધનુકલા કોઈ વિસાતમાં નથી !”
તે વખતે કોશાએ કહ્યું, “કલા તો એક માત્ર સ્થૂલભદ્રજીની ! કલાકાર તો એ જ આ જગતના ! બાકી હું અને તમે તો મફતની સસ્તી કીર્તિ ખાનારા કલાકારો છીએ !”
આમ કહીને તેણે સ્થૂલભદ્રજીનો ઇતિહાસ રથકારને જણાવ્યો.
જૈન મહાભારત ભાગ-૧