________________
“બાર બાર વર્ષ લગી મન મૂકીને અમે બંનેએ કામસુખોનું સેવન કર્યું. પણ એક દિ' એ આત્મા મહાત્મા બની ગયા. મારે જ ઘેર ચાતુર્માસ કરવા આવ્યા. તેમને મારી સોડમાં લેવા માટે મેં તમામ પ્રયત્નો કરી નાંખ્યા, પણ એની આંખની એકાદ પાંપણમાં ય વિકાર એક ક્ષણ માટે ય પેદા ન થયો. અરે ! હું તેમને પાડી ન શકી, પણ તેમણે જ મને વૈરાગણ બનાવી દીધી. બોધ દઈને વારાંગના મટાડીને વીરાંગના બનાવી દીધી ! કામના ઘરમાં પેસીને જેણે કામરાજનું ખૂન કર્યું ! ઓ રથકાર! કલા તો એ એક જ છે, વિરાગની ! કલાકારો તો માત્ર વિરાગીઓ ! હું અને તું તો તેમની પાસે ભાજીમૂળા બરોબર !” રથકારની કામવાસના શાંત પડી ગઈ. તે ત્યાંથી ચાલ્યો ગયો.
અજોડ ધનુર્ધર : કાનાનો ગુરુ મને પેલો પોતાને “અપૂર્વ ધનુર્ધર માનનારો ધનુર્ધર યાદ આવે છે. તેને પોતાની ધનુર્ધારિતાનો પુષ્કળ કેફ ચડ્યો હતો. જ્યાં જાય ત્યાં ધનુર્ધરને શોધે અને તેને હરાવીને “ગોલ્ડ-મેડલ મેળવે.
એક વાર કોઈ નગરમાં તે જઈ ચડ્યો. લોકોએ તેને કહ્યું, “અમારા ગામમાં એક કાનો ભરવાડ છે તે જબરો ધનુર્ધર છે. હાલ ગામના સીમાડે ગાડર ચરાવતો હશે.”
ધનુર્ધર કાના પાસે પહોંચી ગયો. તેણે ધનુર્વિદ્યા બતાવવા જણાવ્યું. કાનાએ કહ્યું, “ભાઈ, તારી વિદ્યા તું દેખાડ, પછી હું બતાવીશ. મારે કાંઈ પણછ કે બાણની નિશાન તાકવા માટે કશી જરૂર નથી. મારે તો આ કડિયાળી ડાંગથી જ નિશાન લેવાનું.”
ધનુર્ધર કોઈ વૃક્ષની ઊંચી ડાળીએ લટકેલા ફળ તરફ તીર તાકીને છોડ્યું. જેવું તીર છૂટ્યું કે કાનાએ એ છૂટેલા તીર ઉપર સીધી ડાંગ છોડી. ડાંગે અધવચમાં જ તીરના બે ટૂકડા કરી નાંખ્યા.
ધનુર્ધર તો આ જોઈને કાનાને ગુરુ માની બેઠો. ત્રણ વર્ષ સુધી એની પાસે રહીને વિદ્યા શીખ્યો. એક દિતેણે ગુરુને પૂછ્યું કે, “હવે હું અજોડ ધનુર્ધર બની ગયો કહેવાઉં?”
હસીને કાનાએ કહ્યું, “અજોડ ધનુર્ધર બનવા માટે તો હજી તારે મારા એકસો વીસ વર્ષના ગુરુને જીતવા પડે. ચાલ, એ ડોસા પાસે તને લઈ જઉં. અહીંથી છ ગાઉ દૂર તે રહે છે.”
બન્ને ત્યાં ગયા. ચેલાએ ગુરુને આવવાનું પ્રયોજન જણાવ્યું. નાસ્તા- પાણી કરીને ત્રણેય નજીકના પહાડ ઉપર ચડ્યા. પછી તે બે ય ને ત્યાં જ ઊભા રાખીને પહાડના સૌથી ઊંચા શિખર ઉપર ડોસો ચડ્યો.
શિખરની ધાર ઉપર એક એવી શિલા હતી જે અડધી ધારની પહાડ બાજુએ હતી તો અડધી ખીણ બાજુ લટકતી જણાતી હતી. એ ભાગ ઉપર ડોસો એક પગે ઊભો રહ્યો. જરાક ચૂકે તો સીધો ખીણમાં પડે.
આ દશ્ય જોઈને પેલા ધનુર્ધરની છાતીના ધબકારા એકદમ વધી ગયા. તેણે કાનાને કહ્યું, “તારા ગુરુને નીચે ઉતારી દે. એ ક્યાંક ખીણમાં ગબડી પડશે.”
કાનાએ કહ્યું, “ભાઈ ! હજી ધનુર્વિદ્યા તો તે ક્યાં જોઈ ! તે તો હવે તને જોવા મળશે.”
આટલું કહીને કાનાએ બૂમ પાડીને ગુરુજીને કહ્યું, “પણ આમ નટની જેમ ઊભા રહેવાથી શું ! અમે નકળા જોવા નથી આવ્યા. અમારે ધનુર્વિદ્યા જોવી છે. તમારી સામેના શિખર ઉપર જે ઝાડ છે તેના ફળો તોડી પાડો જોઉં !”
અને... એ સાંભળતાં વેંત ડોસાએ પોતાની આંખો એ ફળો ઉપર એવી ધારદાર રીતે કેન્દ્રિત કરી કે તમામ ફળો ધરતી ઉપર તૂટી પડ્યા.
જૈન મહાભારત ભાગ-૧