________________
કલ્પના કરનાર માણસને ખરેખર ઝેર ચડ્યું અને તે મરી ગયો.
દેવ અને ગુરુ-બન્ને-આપણા ઉપકારક તત્ત્વો છે. તેઓ વાસ્તવિક રૂપમાં આપણી સમક્ષ ન હોય તો તેમને આપણી કલ્પનાના રંગે ચીતરીને નજર સામે લાવીએ, તેમની સાથે વાતો કરીએ, મીઠો ઠપકો પણ દઈએ (‘મુજ સરીખા મેવાસીને અથવા ઓલંભડે મત ખીજો' પદોમાં દીધો છે તેવો) તો ય વાંધો નહિ. i deal r eal i t y સ્વરૂપ દેવ કે ગુરુ વગેરે સાથે આપણે કદાચ બેફામપણે વર્તી શકીએ. હવે ભલે આપણી સામે obj ect i ve real i t y ન પણ હોય તો ય શું ? જે સિદ્ધિ તેનાથી મળે તે જ સિદ્ધિ i deal real i t y થી પણ મળે જ છે ને ? અર્જુન પાસે obj ect i ve real i t y સ્વરૂપ સાક્ષાત્ દ્રોણ હતા, જ્યારે એકલવ્ય પાસે i deal_r eal i t y સ્વરૂપ દ્રોણ હતા. બન્નેય અજોડ ધનુર્ધર બન્યા, અરે ! અર્જુનથી સવાયો એકલવ્ય નીકળ્યો.
આ વિચારમાંથી કેટલું સુંદર આશ્વાસન ફલિત થાય છે ! ભલે આજે સાક્ષાત્ પરમાત્મા ન હોય પણ તેની i deal real i ty હોય તો પછી ગમે તે પળે, ગમે તે ક્ષેત્રમાં આપણે તેને મેળવી જ શકીએ છીએ. આવો ઈશ્વર-સાક્ષાત્કાર એ જ સાચો ઈશ્વર-સાક્ષાત્કાર છે. મન પડે ત્યારે-આંખ મીંચતાંની સાથે જ-તે પરમપિતાનો સાક્ષાત્કાર થાય. બીજી જ પળથી વાર્તાલાપ શરૂ થાય અને તે જ પળથી અશુભ કર્મોનો મહાધ્વંસ શરૂ થઈ જાય.
આપણે તો આવા જ ભગવાનથી કામ. ઓલા, obj ect i ve r eal i t yના ભગવાનમાં તો આટલી બધી સગવડ ક્યાંથી મળે ?
હવે કહો, હલાહલ કલિયુગમાં ય સતયુગનું અવતરણ જરાય મુશ્કેલ છે ખરું ?
ભક્તો ! ભગવાનની રીસ કે રીઝની ફિકર ન કરો. તમારો ભાવ જ ભગવાન છે. તે પ્રાપ્ત થયા બાદ અષ્ટ મહાસિદ્ધિઓ તમારા ચરણે આવીને આળોટવાની છે. એટલે obj ecti ve real i t y સ્વરૂપ સહજ રીતે તારણહાર ભગવાનની કૃપા ઊતરવાની. ફિકર જ કરો મા !
જ્યારે અર્જુને એકલવ્યની અજોડ ધનુર્ધારિતાની દ્રોણાચાર્યને વાત કરી ત્યારે આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયેલા દ્રોણાચાર્ય અર્જુનને લઈને તાબડતોબ એકલવ્ય પાસે જવા નીકળ્યા.
કોઈ મોટા વડલાની ઓથ લઈને બે ય ઊભા રહ્યા. ત્યાંથી તેમને એકલવ્ય બરોબર દેખાતો હતો. તેની પાસે તીરકામઠું હતું. તે વખતે તે એકલો અભ્યાસ કરતો હતો. તે એકલો જ બોલ્યા કરતો હતો, “ગુરુજી! હવે શું કરું ? આમ કરું ? આ રીતે ધનુષ પકડું ? આ પ્રમાણે લક્ષ્ય તરફ તીર તાકું ? આપ જ કહો. આપ મારું સર્વસ્વ છો. વન્દે દ્રોણું મહાગુરુમ્ વગેરે..”
દ્રોણ અને અર્જુન તો આ દશ્ય જોઈને, એ શબ્દ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. અર્જુને કટાક્ષમાં દ્રોણાચાર્યને ધીમા અવાજે કહ્યું, “જુઓ, આપ જ એના ગુરુ છો ને ? આપના એ શિષ્યને મારા કરતાં ય સવાયો બનાવ્યો નથી શું ? ચાલો, આપણે ત્યાં જઈએ. પછી આપને જ બધી ખબર પડી જશે.”
બન્ને એકલવ્યની પાસે ગયા. એકલવ્યે જોતાંવેંત દોટ મૂકી. “ગુરુદેવ ! ગુરુદેવ ! મારું સર્વસ્વ
! મારા પ્રાણ ! મારા પ્રાણદ ! પધારો... પધારો...” કહેતો ચરણોમાં આળોટી ગયો.
દ્રોણાચાર્યે તેને નામઠામ વગેરે પૂછ્યા. પછી ધનુર્વિદ્યાની કેટલીક ખૂબ ભારે ગણી શકાય તેવી કસોટીઓ કરી. એકલવ્ય તમામ કસોટીમાં પૂરેપૂરો પાર ઊતરી ગયો.
આશ્ચર્યથી સ્તબ્ધ બનેલા દ્રોણાચાર્યે એકલવ્યને પૂછ્યું, “વત્સ ! આ વિદ્યા તું ક્યાંથી શીખ્યો ? તારા ગુરુ કોણ ?”
જૈન મહાભારત ભાગ-૧