________________
GE
S
એડલથ
એક દિવસ કૌરવો દડાથી રમતા હતા ત્યાં દડો દૂર જઈને ઊંડાઅતાગ-કૂવામાં પડી ગયો. બધા કૌરવો કૂવે પહોંચ્યા. સહુએ દડો કેમ
બહાર કાઢવો તે માટે ઘણી બુદ્ધિ લડાવી પણ કશું વળ્યું નહિ. આ વિમાસણ ચાલતી હતી તે જ વખતે એક યુવાનને સાથે લઈને કોઈ વૃદ્ધ જેવો જણાતો પુરુષ કૂવા પાસે આવી ચડ્યો. એણે દડો બહાર કાઢી આપવાનું જણાવીને કૂવાના પાણીમાં તરતા દડા પર તાકીને બાણ છોડ્યું. તે બાણના પાછળના ભાગની સાથે બીજું બાણ છોડ્યું. એમ કરતાં કરતાં છેલ્લું બાણ તે પુરુષ સુધી આવી ગયું. બાણની આખી હારમાળાને ખેંચીને તેણે દડો બહાર કાઢી આપ્યો.
દ્રોણાચાર્યનું આગમન આ જોઈને તમામ કૌરવો સ્તબ્ધ થઈ ગયા. તેમણે તે આગન્તુકોને કહ્યું, “તમે અમારા ગુરુજી પાસે ચાલો. આવા મહાન ધનુર્ધરોને મળીને અમારા ગુરુજીને ખૂબ આનંદ થશે.”
તેમને લઈને કૌરવો ગુરુજી કૃપાચાર્યની કુટિર તરફ ચાલવા લાગ્યા. થોડેક દૂરથી જ કૃપાચાર્યે તે આગન્તુકોને જોયા. જોતાંની સાથે જ “સ્વાગતમ્” “સ્વાગતમ્” જોરથી બૂમ પાડીને કૃપાચાર્ય બોલ્યા.
હા, તેઓ તેમના ગાઢ પરિચિત હતા. સહુ મળ્યા, ભેટ્યા. શિષ્યોએ ગુરુજીને તેમની ઓળખ પૂછી. ગુરુજીએ કહ્યું, “આ વિશ્વના અજોડ ધનુર્વિદ્યાધર દ્રોણાચાર્યજી છે અને આ તેમના યુવાન પુત્ર અશ્વત્થામા છે. વસો ! તમારા કોઈ અદ્ભુત પુણ્ય જ તમને એમના દર્શન મળી ગયા.”
સહુ તેમના પગે પડ્યા. દ્રોણાચાર્યે સહુને આશિષ આપી.
કોણ હતા આ દ્રોણાચાર્ય? વ્યાસના કથન પ્રમાણે તેઓ બાળવયમાં બાળ રાજકુમાર દ્રુપદના જિગરજાન દોસ્ત હતા. એ હતા બ્રાહ્મણ અને પેલા હતા ક્ષત્રિય.
કાલાન્તરે દ્રુપદ રાજા થયા. દ્રોણ એવા જ ગરીબ રહ્યા. જયારે તેને ખાવાનો ય પ્રશ્ન આવી પડ્યો અને જ્યારે બાળક અશ્વત્થામાને દૂધ પણ પીવડાવવાની શક્તિ ખતમ થઈ ત્યારે પત્નીએ દ્રુપદ પાસેથી એક ગાય માંગી લાવવાનું દબાણ કર્યું.
અને દ્રોણ રાજા દ્રુપદ પાસે ગયા. હૈયે ઊછળતા મૈત્રીભાવના ઓઘથી દ્રોણે દ્રુપદને જોતાં જ દોટ મૂકી. ભેટી પડવાનો પ્રયત્ન કર્યો. પણ કાશ ! દ્રુપદને એક નાચીજ દેખાતો બ્રાહ્મણ ભેટે તે રાજા તરીકે પસંદ ન હતું. નફરતના ભાવ સાથે તેણે દ્રોણને સત્તાવાહી અવાજ સાથે દૂર જ ઊભા રાખી દીધા. દ્વારપાળને ખખડાવી નાંખ્યો કે તેણે આવા લેભાગુ બ્રાહ્મણને રાજસભામાં પ્રવેશવા કેમ દીધો
દ્રોણે દોસ્તીની યાદ દેવડાવી પણ તે નિષ્ફળ ગઈ. “બ્રાહ્મણ અને ક્ષત્રિય રાજા વચ્ચે વળી દોસ્તી કેવી ને વાત કેવી ! હા, દુધાળી ગાય જોઈતી હોય તો દોસ્તીના નાતે નહિ પણ ગરીબ બ્રાહ્મણની યાચનાના નાતે જરૂર મળી શકશે.” આ હતો દ્રુપદના અંતરનો ધિક્કારમિશ્રિત હુંકાર.
આથી દ્રોણ ક્રોધથી નખશીખ સળગી ઊઠ્યા. “હવે રાજા બનીને જ આવીશ અને તારી સાન ઠેકાણે લાવીશ.” એમ કહીને ક્રોધાયમાન દ્રોણ રાજસભા છોડીને ચાલી ગયા. | પિતા ભરદ્વાજ ઋષિના અગ્નિવેષ આશ્રમનું ઉત્તરાધિકારીપણું લેવાને બદલે ક્ષત્રિયોના
જૈન મહાભારત ભાગ-૧