________________
દે છે.
વિદુરે બુદ્ધિ લડાવીને કૌરવ-પાંડવોને કામે લગાડી દીધા.
ધનુર્વિધામાં કર્ણનો પ્રવેશ ધનુર્વિદ્યાનું શિક્ષણ લેતા કૌરવ-પાંડવોમાં એક દિવસ એક નંબરનો વધારો થયો. એ યુવાનનું નામ હતું; કર્ણ. ત્યાં નજદીકમાં જ રહેતા અતિરથી નામના સારથિનો તે પુત્ર હતો.
પરિસ્થિતિ એવી બની કે અર્જુન અને કર્ણ ધનુર્વિદ્યામાં સહુથી આગળ નીકળી ગયા. બન્ને પરસ્પર બરોબરિયા જણાતા હતા. બેમાં કોણ શ્રેષ્ઠ ? તે કહી શકાય તેમ ન હતું.
પણ તો ય બે વચ્ચે ખટરાગ ન હતો કે સ્પર્ધા ન હતી, ઈર્ષ્યા પણ ન હતી. આનું કારણ બે વ્યક્તિઓ વચ્ચેનું મોટું અંતર હતું. ક્યાં ક્ષત્રિય અર્જુન અને ક્યાં સૂતપુત્ર કર્ણ !
જેમ અંતર ઓછુંતેમ ઈષ્ય વધારે જેમ અંતર ઓછું તેમ સ્પર્ધા, ઈર્ષ્યા વગેરેની સંભાવના વધુ.
જૈનો બ્રાહ્મણો સાથે જેટલા ઝઘડી પડશે તેથી વધુ જૈનો સાથે ઝઘડી પડશે, કેમકે જૈનો બ્રાહ્મણો કરતાં જૈનોની વધુ નજીક છે.
જે “પોતાના” લાગે ત્યાં સ્પર્ધા અને ઈર્ષ્યા પેદા થવાની પૂરી શક્યતા રહે.
કવિઓએ કલ્પના કરી છે કે લોખંડ ઉપર લોખંડનો હથોડો ઝીંકાય છે ત્યારે લોખંડ ખૂબ અવાજ કરે છે. અને સોના ઉપર લોખંડનો હથોડો ટિપાય છે ત્યારે સોનું જરાય અવાજ કરતું નથી. એનું કારણ એ છે કે લોખંડને પોતાનો જાતભાઈ લોખંડ ટીપે એ સહન થતું નથી, જયારે સોનાને માટે લોખંડ એ જાતભાઈ નથી એટલે તેને ટીપાવામાં વાંધો જણાતો નથી. - જો કોઈ સંસ્થા રાજકારણમાં રસ લે તો તે સંસ્થા તરફ રાજકારણીઓ કરડી નજરથી જોશે. પણ જો કોઈ સંસ્થા રાજકારણથી સાવ અલિપ્ત રહેતી હોય તો તે સંસ્થા ચાહે તેટલી વધુ ને વધુ મજબૂત થતી જાય તો પણ રાજકારણી લોકો તેને જરાય કનડશે નહિ.
અર્જુન અને કર્ણનું સ્પર્ધારહિત સખ્ય થવામાં “અંતર’ એ જ મુખ્ય કારણ હતું.
જૈન મહાભારત ભાગ-૧