________________
૧૫
ઇસવધ
યુધિષ્ઠિરનો જન્મ થતાં પૂર્વે તો કુન્તીના પિયર શૌર્યપુરમાં કેટલીય આસમાની સુલતાનીઓ થઈ ગઈ.
કૃષ્ણનો જન્મ થઈ ગયો. કંસનો વધ પણ થઈ ગયો. ચાલો, આપણે “શૌર્યપુર” જઈએ. મથુરાના મહારાજા યદુ થઈ ગયા. તેમનો વંશ તે યદુવંશ કહેવાય. તે વંશજો યાદવો કહેવાયા.
યદુનો શૂર નામે પુત્ર હતો. તેના બે પુત્રો હતા : શૌરિ અને સુવીર. શૌરિના પુત્ર અન્ધકવૃષ્ણિ હતા. તેઓ શૌર્યપુરના મહારાજા હતા. અન્ધકવૃષ્ણિ અને મહારાણી સુભદ્રાના દસ પુત્રો સમુદ્રવિજય, વસુદેવાદિ-જેઓ દશાઈ નામે પ્રસિદ્ધ થયા-અને કુન્તી, માદ્રી બે દીકરીઓ હતી.
સુવીર મથુરાનો રાજા હતો. તેને ભોજવૃષ્ણિ વગેરે પુત્રો હતા. ભોજવૃષ્ણિના પુત્ર ઉગ્રસેન, દેવક વગેરે હતા. ઉગ્રસેનનો પુત્ર કંસ હતો, દેવકની પુત્રી દેવકી હતી.
મહારાજા અન્ધકવૃષ્ણિએ સંસારથી વિરક્ત થઈને દીક્ષા લીધી. સમુદ્રવિજય રાજા થયા. નાના ભાઈ વસુદેવનું પૂર્વજન્મની વિશિષ્ટ ધર્મારાધનાઓના પુણ્યને કારણે પ્રજામાં ભારે માન હતું.
સિંહરથ ઉપર વિજય અપાવતો કંસ વસુદેવનો સુભદ્ર નામનો વણિક-મિત્ર.
સુભદ્રને કંસ નામનો એક પુત્ર. તે ભારે તોફાની હોવાથી સુભદ્રને લાગ્યું કે તેની આ શક્તિનો ઉપયોગ યુદ્ધના સૈનિક તરીકે વધુ સારો થઈ શકશે.
સુભદ્ર પોતાના મિત્ર વસુદેવને કંસ સોંપ્યો. યુદ્ધની તાલીમ લઈને કંસ ભારે પરાક્રમી બન્યો. વસુદેવના તેની ઉપર ચાર હાથ રહેતા. તેમની ઓથથી કંસ ચાહે તે રીતે-સ્વચ્છંદતાથી-નગરજનો સાથે વર્તાવ કરતો.
એક દિવસ મહારાજા સમુદ્રવિજયની પાસે રાજગૃહીના નરેશ જરાસંઘ તરફથી દૂત આવ્યો. તેણે કહ્યું, “રાજન્ ! અમારા મહારાજા જરાસંધે ઘણા બધા રાજાઓને પોતાના કાબૂમાં લીધા છે. પરન્તુ સિંહપુરનો રાજા સિંહરથ તેમને બિલકુલ ગાંઠતો નથી તો તેને જીવતો બાંધી લાવવાની મહારાજા સાહેબની ઇચ્છા છે. આપ તે માટે યત્ન કરો એમ મહારાજા જરાસંઘ જણાવે છે. હું મોટું સૈન્ય લઈને અહીં આવ્યો છું.”
જરાસંઘની આ ભાવનાને પૂર્ણ કરવા માટે સમુદ્રવિજય તૈયાર થતા હતા, પરન્તુ લઘુબંધુ વસુદેવે તેમને રોકીને પોતે નેતૃત્વ લીધું.
કંસને સાથે લઈને તેઓ સિંહરથ સામે યુદ્ધ ચડ્યા. યુદ્ધમાં કંસે ઘણું ભારે પરાક્રમ દાખવ્યું. તે ન હોત તો સિંહરથને જીવતા પકડવાનું કામ વસુદેવ માટે લગભગ અશક્ય બની ગયું હોત.
કંસ સાથે જીવયશાના લ
સિંહરથને લઈને સહુ શૌર્યપુરમાં આવ્યા. સમુદ્રવિજય, વસુદેવ અને કંસ વગેરે સિંહરથને લઈને રાજગૃહ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ક્રૌષ્ટ્રકી નામનો નૈમિત્તિક મળ્યો. તેણે કહ્યું કે, “રાજા સિંહરથને જીવતો પકડી લાવનારને મહારાજા જરાસંઘ પોતાની પુત્રી જીવયશા આપવાના છે, તેમજ અનેક ભેટો આપનાર છે. પણ આ જીવયશા પિતૃકુલ અને શ્વસુરકુલની ઘાતક કન્યા છે.
જૈન મહાભારત ભાગ-૧