________________
કે માત્ર તિલભર-જરાક જ-માછલી ખાવામાં આવે તો નક્કી નરક થાય પણ આપ મહારાજા સાહેબ તો ખૂબ ખાઓ છો માટે આપને તો સ્વર્ગ જ મળે !” રાજા ખુશ થઈ ગયો. નોકરી ચાલુ રહી ગઈ.
જે કુટુંબમાં, જ્ઞાતિમાં, સંઘમાં, જે વડીલો કે ગુરુઓના વર્તુળમાં આવા પેટભરા ખુશામતખોરો વસતા હશે અને પોતાના દાળરોટી કાઢતા હશે તે બધા ય પોતાના સર્વનાશને નોતરું દેવા સિવાય બીજું શું કરતા ગણાય ?
પેલો રાજા સમુદ્રતટે ખુરશી નંખાવીને બેઠો હતો. એકાએક ભરતીના પાણી તેના પગને અડી ગયા. તે વખતે આસપાસ ઊભેલા ચમચાઓ બોલી ઊઠ્યા, “અરે, પાણી અહીં સુધી આવી ગયું ! ઠીક છે, બાકી મહારાજાધિરાજની આણ સચરાચર સૃષ્ટિ ઉપર વ્યાપક છે. તેઓ આ સમુદ્રને આજ્ઞા કરે કે “દૂર રહે તો જરૂર તેમ જ થાય !”
રાજાની ભાટાઈ કરીને પણ પૈસા લાવવાનો પત્નીએ અતિ આગ્રહ કરતાં મંડનમિશ્ર પંડિત ઘરેથી નીકળ્યો. રસ્તામાં નદી આવી. નાવિકે પૈસા માંગ્યા. તેણે કહ્યું, “રાજાની ખુશામત કરવાથી જે મળશે તેમાંથી પાછા ફરતાં હું તને ભાડું આપીશ.”
નાવિકે તેને નામ પૂછ્યું. તેણે પોતાનું નામ જણાવ્યું : “પંડિત મંડનમિશ્ર.”
અને નાવિક બરાડી ઊઠ્યો. તેણે કહ્યું, “મંડનમિશ્રના નામે ચરી ખાવાનું હવે બંધ કરીશ? તું મંડન મિશ્ર છે? રે, મંડનમિશ્ર તો ગરીબીના કારણે ઝેર ખાઈને જિંદગીનો અંત આણે પણ કોઈની ભાટાઈ કરીને જીવવાનું પળ માટે ય પસંદ ન કરે. રવાના થા રવાના !” અંતે મંડનમિશ્રને પોતાની જાતનું ભાન થયું. ખરેખર તે ઘર તરફ પાછો વળી ગયો !
વિદુરને ભવિષ્યવાણી પર વિશ્વાસ વિદુરને વિશ્વાસ હતો જોષીઓના અગાધ જ્ઞાન ઉપર. વળી તે જ વખતે કુદરતે પણ અમંગળના સંકેતો કરીને અગમ ભાવીની એંધાણી આપી હતી. દુર્યોધનની ગર્ભાવસ્થાના કાળમાં માતાને ભાવીની એંધાણી આપી હતી. દુર્યોધનની ગર્ભાવસ્થાના કાળમાં માતાને આવેલા દુષ્ટ દોહદો પણ દુર્યોધનની કુળકલંકિતતાની ગવાહી પૂરતાં હતા. એટલે જ વિદુરે ખૂબ જ સ્પષ્ટ ભાષામાં ધૃતરાષ્ટ્રને આ વાત કરી દીધી હતી.
પાંડુની વાતો “પાંડુ' (ફિક્કી) હતી. વિદુરની વાતો ચારેબાજુના દષ્ટિપાતપૂર્વકની હોઈને ‘વિદુર’ હતી.
ગમે તેમ હોય, નિશ્ચિત ભાવીને કોઈ મિથ્યા કરી શક્યું નથી. દુર્યોધન દ્વારા થનારો કુલનાશ નિશ્ચિત હતો. એથીસ્તો વિદુરની સલાહને ધૃતરાષ્ટ્ર અવગણી ને ?
કૌરવ-બાળોનું પ્રેમાળ જીવન ખેર, આ વાત વડીલો વચ્ચેની હતી.
એકસો ને પાંચ કુરુવંશી પુત્રો કૌરવો તો હજી બાળ હતા. એમને આ કથા સાથે કોઈ નિસ્બત ન હતી. સહુ ભારે પ્રેમથી રહેતા હતા, રમતા હતા, સાથે ખાતાપીતા હતા.
હંમેશ બધા ય સત્યવતી દાદી, ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, પાંડુ, કુન્તી, વિદુર અને કુમુદવતીના પગમાં પડીને તેમના આશિષ મેળવતા હતા.
ક્યાંય કશો ભેદભાવ દેખાતો ન હતો. યુધિષ્ઠિરને તો દુર્યોધન ઉપર એટલો બધો પ્રેમ હતો,
જૈન મહાભારત ભાગ-૧