________________
કદાચ પાંડુ મનમાં તો વિદુ૨-પક્ષે હશે તો ય તેમની ભૂમિકા જ એવી હતી કે તેમનાથી વિદુરપક્ષે ઊભા રહી શકાય નહિ. જો તેઓ તેમ કરે તો તેમનો પણ યુધિષ્ઠિરને રાજા બનાવવાનો પુત્રમોહ જાહેર થાય.
વસ્તુતઃ પાંડુ ધૃતરાષ્ટ્ર જેટલા મોહાન્ધ હતા પણ નહિ. ધૃતરાષ્ટ્રનો આંખનો અંધાપો એ એમના આંતરચક્ષુના અંધાપાનો જ સૂચક હતો. પાંડુના આંતરચક્ષુ ખૂબ તેજ હતા.
પણ વિદુરની ભૂમિકા પાંડુ કરતાં સાવ જુદી હતી. પોતે સૌથી નાનો ભાઈ હતો. પોતાના સંતાનોને ભવિષ્યમાં રાજા બનવાનો નંબર લાગવાનો સવાલ ઝટ પેદા થઈ શકે તેમ ન હતો. દુર્યોધન જન્મે યુધિષ્ઠિર કરતાં દ્વિતીય હતો પણ ગર્ભે તો તેના કરતાં પ્રથમ હતો એટલે પાંડુને જ આવું ભાષ્ય વાંચવાની ફરજ પડી, વિદુરને આવો સવાલ ન હતો. વળી વિદુર અત્યન્ત સ્પષ્ટવક્તા હતો.
સાચો મિત્ર તે, જે સન્માર્ગે દોરે
જેને ‘પોતાનો’ ગણવામાં આવતો હોય તેને અવસરે સાચી સલાહ ન આપવી એ તો મૈત્રીના લેબાશ નીચે શત્રુતાનું જ કામ કહેવાય.
સારા માણસો ચા-પાણીના મિત્ર હોતા નથી. તેઓ સાચી સલાહ દેવાના નાતે કલ્યાણમિત્ર હોય છે.
આજે તો વિદુરોની કારમી અછત વર્તાય છે. જાણે કે સહુ એકબીજાના ચમચાઓ ! કોઈને સાચી વાત કહેવાની હિંમત નહિ; અરે, ઈચ્છા પણ નહિ. ‘મારે, આપણે શું !' આ શબ્દો જ સઘળા કહેવાતા મિત્રોના અંતરમાં ઘૂંટાતા હોય છે.
“જે થવું હોય તે થઈ જાય, પણ મારા હિતૈષીને, મિત્રને કે વડીલને અવસર મળતાં જ સાચી વાત કહ્યા વિના હું રહેવાનો નથી.” એવા માણસો આ જમાનામાં કેટલા ?
ભિખારીમાંથી અબજોપતિ બનેલા એક આદમીએ સાચું જ કહ્યું હતું કે, “અબજોપતિ બનવામાં મોટી એક ચીજ ગુમાવી દીધી છે. તે છે; મને સાચી વાત કહેનારો મિત્ર.”
બહુ
આજે આવા ‘વિદુરો' કેટલા ? આજનો કાળ સ્વાર્થસાધુઓનો છે. જો કોઈને સાચો મિત્ર-વિદુર મળ્યો હોય તો તે ખૂબ જ બડભાગી આદમી ગણાય. આવા માણસે બધું ખોઈ નાંખવું પડે તો ખોઈ નાંખવું પણ પોતાના ‘વિદુર’ને કદી ખોવો નહિ.
તાજેતરમાં જ એક કડકા ભાઈને પચાસ હજાર રૂપિયાની લાંચ મળતી હતી. સઘળા મિત્રોએ તે લાંચ લઈને પોતાનું જીવન વ્યવસ્થિત બનાવી લેવાની આ તક જવા ન દેવાની સલાહ આપી. પણ તેનો જે સાચો મિત્ર હતો તેણે સ્પષ્ટ કહ્યું કે, “દોસ્ત ! તને ખાવાનું ન મળતું હોય તો તું તારું પેટ ફોડી નાંખજે પણ લાંચ લઈને જીવતો રહેવાનું પસંદ કરીશ નહિ.”
અને એની સલાહને માન્ય કરીને ચાલનાર તે માણસ આજે બધી રીતે સુખી છે.
માછલી ખાવાના શોખીન રાજા પાસે ધર્મગ્રન્થ વાંચતા પુરોહિતની ગેરહાજરીમાં તેનો દીકરો વાંચવા ગયો. વાંચનમાં ‘તિલભર મછલી ખાયકે કરે કોટિ ગૌદાન, કાશી કરવટ લે ચલે તો ભી નરકનિદાન’ એવું વાંચવામાં આવ્યું. દીકરાએ તો એનો જે સ્પષ્ટ અર્થ હતો તે કરી દીધો એટલે રાજા ઉશ્કેરાઈ ગયો. પછી પુરોહિતે આવીને બાજી સુધારી લીધી. તેણે કહ્યું, “એ પંક્તિનો અર્થ એવો છે
જૈન મહાભારત ભાગ-૧