________________
૧૬
ઈર્ષ્યાના ઝેરી બીજ
એક દિવસની વાત છે.
ભીષ્મ વગેરેની ઉપસ્થિતિમાં ધૃતરાષ્ટ્ર જોષીઓને બોલાવ્યા. પોતાના અને પાંડુના પુત્રોમાં રાજા કોણ બનશે ? તે સવાલ પૂછ્યો. જોષીઓએ કહ્યું, “તમામ પુત્રોમાં જે જ્યેષ્ઠ છે તે યુધિષ્ઠિર રાજા થશે અને તે સર્વશ્રેષ્ઠ રાજા તરીકેની ખ્યાતિ પામશે.”
ફરી ધૃતરાષ્ટ્રે સવાલ કર્યો, “મારો જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન રાજા થશે ખરો ?”
દુર્યોધન કૌરવકુળનો નાશક થશે
આ સવાલ પૂછ્યો કે આસપાસથી અમંગળના સૂચક રુદન વગેરેના અવાજો આવવા લાગ્યા. આકાશમાં ધૂળની ડમરી ઊડવા લાગી. આવા બધા અમંગળોને વિશિષ્ટ કોટિનો સંકેત સમજીને મહાજ્ઞાની જોષીઓએ જે કડવી વાત કહેવી હતી તે વાત ધૃતરાષ્ટ્ર તરફ જોઈને ન કહેતાં વિદુરને કહેવાની શરૂ કરી.
તેમણે કહ્યું, “દુર્યોધન પ્રજાજનોમાં ‘મહાન રાજા' તરીકેની ખ્યાતિ તો એકવાર જરૂર પામશે, પરન્તુ તેના નિમિત્તે કૌરવકુળનો અને લાખો માનવોનો સંહાર થઈ જશે.’’
આ સાંભળીને ઉપસ્થિત ભીષ્મ વગેરે તમામ વડીલો ધ્રૂજી ઊઠ્યા.
એ સમયે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, “મોટાભાઈ ! જો દુર્યોધન કુળઘાતક જ પાકવાનો હોય તો બહેતર છે કે આજે જ તેનો નાશ કરી દેવામાં આવે. એકના જીવન માટે લાખોનો નાશ કરવા કરતાં લાખોના જીવન ખાતર અને કૌરવકુળની રક્ષા ખાતર એકને ખતમ કરવો પડે તેમાં કશો વાંધો લેવો ન જોઈએ.’’
ધ
અને સંસ્કૃતિ
કાજે વ્યકિત આદિનુ બલિદાન અનિવાર્ય વિદુરની વાત ખૂબ જ વિચારણીય હતી. જે મહાન હોય તેની રક્ષા ખાતર બીજાઓએ પોતાનું બલિદાન આપવું પણ પડે.
પુણ્યવાન વ્યક્તિ ખાતર અનેક લોકો પોતાનું બલિદાન આપે, પરન્તુ એ પુણ્યવાન વ્યક્તિ કરતાં ય રાષ્ટ્ર ઘણું મહાન છે. તેવા રાષ્ટ્રની રક્ષા ખાતર તે પુણ્યવાન વ્યક્તિઓએ પણ બલિદાન દેવું પડે. કેટલાય બત્રીસલક્ષણા યુવાનોએ દેશ ખાતર પોતાના જાન કુરબાન કર્યા નથી ?
પણ દેશ કરતાં ય તેની પ્રજા મહાન છે. પ્રજાના સુખશાન્તિનો ભોગ લઈને દેશ (ધરતી)ને આબાદ કરવાની ભૂલ કદી ન થાય. (આજે તો આમ જ થઈ રહ્યું નથી ?) નગરો, મકાનો, વૈભવો તદ્દન સાદા હોય તે ચાલે પરન્તુ પ્રજાને પૂરા સુખચેનથી જીવવાનું તો મળવું જ જોઈએ.
પણ પ્રજા કરતાં ય તેને જિવાડતી એકાન્તે મોક્ષલક્ષી સંસ્કૃતિ ખૂબ મહાન છે. સંસ્કૃતિની રક્ષા કરવા માટે ચાહે તેટલું વધારે બલિદાન પ્રજાજનો આપે તો તે તદ્દન યોગ્ય છે. દયા, નીતિ, સદાચાર વગેરે સંસ્કૃતિને ખતમ કરીને પ્રજા જો જીવવા માંગતી હોય તો તેને અનાર્ય પ્રજા જ કહેવી જોઈએ. અને સંસ્કૃતિ કરતાં ય ધર્મ (ધર્મક્રિયાઓ) મહાન છે.
વાનરને ન૨ બનાવે તે સંસ્કૃતિ છે. નરને નારાયણ બનાવે તે ધર્મ છે.
જૈન મહાભારત ભાગ-૧