________________
આ બધું કહેવા સાથે કંસે મારી નાંખેલા છ ભાઈઓની વાત અને તેનાથી દૂર રાખવા માટે જ ગોકુળમાં તેનો નિવાસ વગેરે વાતો પણ કરી.
આ બધું સાંભળીને કૃષ્ણ તો ખૂબ ચકિત થઈ ગયો. એને ઘાતકી કંસ ઉપર ભારે રોષ ચડ્યો. તે જ વખતે કૃષ્ણ કંસનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી.
જ્યોતિષીની ભવિષ્યવાણી આ બાજુ સમુદ્રવિજય રાજાની મહારાણી શિવાદેવીએ શ્રાવણ સુદ પાંચમના દિવસે બાવીસમા ભાવી તીર્થકર શ્રીનેમનાથ પ્રભુને જન્મ આપ્યો.
એ કૃપાલુના આત્માના જન્મ નિમિત્તે મહોત્સવ મંડાયો. તેમાં ઉપસ્થિત થયેલા અનેક રાજવીઓમાં કંસ પણ એક હતો.
દેવકીના સાતમા સંતાન તરીકે જાણીને જે કન્યાનું નાક કાપી લીધું હતું તે કન્યાને તેણે જોઈ. વળી તેને પેલા મુનિના શબ્દો યાદ આવ્યા, “દેવકીનું સાતમું સંતાન તારી હત્યા કરશે.”
જોષીએ કહ્યું, “રાજન્ ! દેવકીનું સાતમું સંતાન પુત્ર છે અને તે ચોક્કસપણે આ ધરતી ઉપર ક્યાંક જીવે છે. તેનું સ્થળ હું જાણી શકતો નથી પરંતુ તે સંતાન અતિશય પરાક્રમી છે. એટલે કેટલીક પરીક્ષાઓ દ્વારા તમે એને જાણી શકો ખરા.
મારો ખ્યાલ એવો છે કે આપનો અરિષ્ટ નામનો જે મહાબલિષ્ઠ બળદ છે અને કેશી નામનો જે અતિ તોફાની ઘોડો છે તેને આપ છૂટા મૂકી દો. તેમને જે હણે કે કબજામાં લે તેને આપ આપના હત્યારા તરીકે નક્કી સમજી લેજો .
આપની પાસે સારંગ નામનું ધનુષ્ય છે તેને જે ચડાવે અથવા માતંગ અને પદ્મોત્તર નામના બે હાથીઓને જે મારી શકે અથવા કાલીય નામના નાગનું જે દમન કરે તે આપના ભાવી હત્યારા સિવાય બીજું કોઈ નહિ હોય.”
જોષીની વાત સાંભળીને કંસે ક્રમશઃ બધા ટૂચકા કર્યા અને કૃષ્ણ તથા બલરામ તે તમામ પ્રસંગોમાં વિજય પામતા ગયા,
બળદેવ પાસેથી કૃષ્ણ કંસનો સઘળો ભૂતકાળ જાણી લીધો હતો એટલે કંસને સખ્ત સજા કરવા માટે તેના હાથ સળવળતા હતા.
કૃષ્ણ દ્વારા ચાણૂર અને કંસનો વધા એક વાર તે બંને અનેક મિત્રો સાથે મથુરા ગયા. કંસને તે વાતની ખબર પડતાં તેમની સામે પક્વોત્તર અને માતંગ નામના બે હાથીઓ છોડી મૂક્યા પણ બે ભાઈઓએ તે બે ય હાથીઓને ખતમ કર્યા.
ત્યારબાદ તેમણે કંસની રાજસભામાં પ્રવેશ કર્યો. યથાસ્થાને તેઓ બેઠા. કંસની નજરમાં કૃષ્ણ આવી ગયો. તેને અતિશય ક્રોધ ચડ્યો. મહારાજા સમુદ્રવિજય વગેરેએ કૃષ્ણને જોયો. કૃષ્ણનું અપાર સૌંદર્ય જોઈને સહુની આંખો ઠરી ગઈ. સહુ ખૂબ પ્રસન્નતા અનુભવવા લાગ્યા. અનેકોને કૃષ્ણદર્શને પોતાનો જન્મારો સફળ થતો જણાયો.
કંસે ઊભા થઈને કહ્યું, “આ તે કૃષ્ણ છે જેના માટે આગાહી થઈ ચૂકી છે કે તે મારી હત્યા કરવાનો છે. આ વાતથી તેના પિતા વસુદેવ પૂરા જાણકાર છે છતાં તેમણે તેને ગુપ્ત રીતે જીવતો કેમ રાખ્યો છે તે મને સમજાતું નથી. પણ હવે હું જોઈ લઈશ. મારા ચાણૂર અને મુષ્ટિક નામના
જૈન મહાભારત ભાગ-૧