________________
તમે કાંઈ પણ કરતાં ખૂબ વિચાર કરજો.”
ક્રૌષ્ટ્રકીની આ વાત સાંભળીને વસુદેવે જીવયશા, સિહરથને પકડવામાં ખૂબ મદદગાર બનેલા કંસને બઝાડી દેવાની યોજના વિચારી, જેને સમુદ્રવિજયે સંમતિ આપી.
પણ સવાલ એ હતો કે શું જરાસંઘ પોતાની દીકરી વણિપુત્ર કંસને આપવાનું કબૂલ કરશે?
કંસના યુદ્ધકીય વિશિષ્ટ પરાક્રમો જોઈને સહુને તેના વણિકકુળના જન્મની શંકા હતી. સમુદ્રવિજયે તેના પિતા સુભદ્રને બોલાવીને સાચી હકીકત જણાવવા કહ્યું.
સુભદ્રે કહ્યું, “આ છોકરો ખરેખર તો મારો નથી. એક વાર શૌચ માટે યમુનાતીરે હું ગયો હતો ત્યાં મને પાણીના પ્રવાહમાં તરતી આવતી કાંસાની પેટી મળી. તેમાંથી આ બાળક નીકળ્યું. તેની આંગળીએ પહેરાવેલી વીંટીમાં ‘ઉગ્રસેન” લખ્યું હતું. તેની બાજુમાં પડેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ બાળક મથુરાધીશ ઉગ્રસેન અને મહારાણી ધારિણીનું સંતાન છે. માતાને તેની ગર્ભાવસ્થામાં પતિનું માંસ ખાવાનો ક્રૂર દોહદ થવાથી બાળક પિતૃરી થશે” એવી કલ્પના કરીને માતા ધારિણીએ તેને પેટીમાં મૂકીને નદીના પ્રવાહમાં ભાગ્યભરોસે મૂકી દીધેલ છે.
આ બાળક કાંસાની પેટીમાંથી મળ્યું માટે મેં તેનું નામ કંસ રાખ્યું છે.”
સુભદ્રની સઘળી વાત વસુદેવે જરાસંઘ પાસે રજૂ કરીને, સિંહરથને પકડવામાં કંસનો જ મોટો હિસ્સો જણાવીને જીવ શાના લગ્ન કંસની સાથે કરાવી દીધા !
વસુદેવ મનોમન બોલ્યા, “હાશ ! ટાઢે પાણીએ ખસ ગઈ !”
પોતાને નદીના પાણીમાં વહેતો મૂકી દીધા બદલ કંસને પિતા ઉગ્રસેન તરફ ભારે રોષ પેદા થયો હતો. તેણે સસરા જરાસંઘની મદદ લઈને મથુરા સામે યુદ્ધ કરીને પિતા ઉગ્રસેનને કેદ કરીને જેલમાં પૂરી દીધા. પણ તો ય ઉગ્રસેન આનંદમાં હતા, પુત્રના હાથે થયેલા પોતાના પરાજયથીસ્તો.
કહ્યું છે કે : સર્વજલિન રાછા પુરા પરાજય-“બધેથી વિજય ઇચ્છવો પણ ગુરુએ શિષ્ય પાસેથી અને પિતાએ પુત્ર પાસેથી પરાજય ઇચ્છવો.”
હવે કંસ મથુરાધીશ બન્યો. પાલક પિતા સુભદ્રને શૌર્યપુરથી બોલાવી લઈને કંસ તેમની સેવા કરવા લાગ્યો.
વસુદેવનો પૂર્વભવ : વૈયાવચ્ચી નંદિષણ આ બાજુ શૌર્યપુરમાં યુવરાજ વસુદેવ નગરમાં સ્વચ્છંદપણે ફરતા હતા. પૂર્વભવમાં તેઓ નંદિષેણ નામના મુનિ હતા. અતિ ઘોર તપસ્વી હોવા સાથે તેઓ તમામ મુનિઓની ખૂબ જ ઉત્કૃષ્ટ સેવા-ચાકરી કરનારા હતા. એમણે દીર્ઘકાળ સુધી સંયમજીવનનું પાલન કરીને અઢળક પુણ્યકર્મ બાંધ્યું હતું.
પણ જીવનની છેલ્લી પળોમાં તેઓ ચૂકી ગયા.
વાત એમ બની કે નંદિપેણ જ્યારે ગૃહસ્થ હતો ત્યારે બાળવયે જ માબાપ મૃત્યુ પામ્યા હોવાથી મામાને ત્યાં મોટો થયો. યૌવન પામતાં તેણે મામાને લગ્ન કરાવી આપવાની વાત કરી, પણ આ ભાઈ નંદિષણ શરીરની આકૃતિથી એટલો બધો બેડોળ હતો કે જેનો જગતમાં જોટો ન જડે. એને પરણે કોણ ? છતાં મામાએ પોતાની મોટી દીકરી પરણાવવાની કબૂલાત કરી. પરંતુ આ વાત જાણતાં મોટી દીકરીએ આપઘાત કરવાની ધમકી આપી. મામાએ નાની દીકરીની વાત કરી તો તે જાણીને તેણે પણ પિતાને તેવી જ ધમકી આપી.
જૈન મહાભારત ભાગ-૧