________________
યુવતીઓએ ઝપાટાબંધ લજ્જાને અને શીલને કેમ તિલાંજલિ આપી છે ?
જૈન કે બ્રાહ્મણ વગેરે જેવા ઉચ્ચ ગણાતાં કુળોમાં મોટી સંખ્યામાં જીવયશાઓ કેમ પાકી છે ? ‘ફાઈવ સ્ટાર’ વગેરે અદ્યતન કક્ષાની હોટેલોની ખાનગી રૂમો ઉચ્ચકુળના નબીરાઓ દ્વારા મોટા પ્રમાણમાં કેમ ‘બુક’ થવા લાગી છે ?
સારા ઘરના કહેવાતાં સંતાનો ‘નોન-વેજ' કેમ બન્યા છે ? શરાબી કેમ થયા છે ? સેક્સી કેમ બન્યા છે ?
બધા સવાલનો એક જ જવાબ છે કે પાપભીતિ વગેરે પૂર્વોક્ત ગુણ-ત્રિપુટીનો કરવામાં આવેલો
નાશ.
પુણ્યના ઉદયકાળનો પણ એકવાર અંત આવવાનો છે.
બાંધેલાં પાપો એકવાર ભોગવ્યા વિના કોઈનો ય છૂટકો નથી.
આ બે વાત સહુએ બરોબર સમજી લેવી જોઈએ અને પુણ્યના ઉદયકાળમાં છકી જવાને બદલે સ્વસ્થ રહીને ધર્મધ્યાનમાં ખૂબ ઓતપ્રોત રહેવું જોઈએ.
જે વડીલો આવું જીવન નહિ સ્વીકારે તે વડીલો પોતે તો પાયમાલ થશે જ, પણ મોડર્ન પદ્ધતિનું જીવન જીવવાના સંસ્કારો સંતાનોને દઈને તેમના જીવનની પણ પાયમાલી કરશે.
મુનિની મોટી ભૂલે મહા-અનર્થ જીવયશા ઉન્માર્ગે ચડી હતી. પણ અફસોસ ! પેલા અતિમુક્ત મુનિ પણ કેવા ભાવાવેશમાં આવી ગયા ? અને કંસહત્યાની (ભાવી) આગાહી કરી નાંખી ? શું આ રીતે કહી દેવું એ મુનિ માટે ઉચિત ખરું ? ના, નહિ જ.
ભિક્ષા લેવા નીકળેલા મુનિએ આવી માથાકૂટોમાં કદી પડવું ન જોઈએ. પણ જે બની ગયું તે બની ગયું. કોઈ નિશ્ચિત ભવિતવ્યતાએ જ આવા મહામુનિ પાસે એવું બોલાવી દીધું, જેના પ્રત્યાઘાતો ખૂબ જાલીમ આવ્યા.
પેલા મુનિ યાદ આવે છે, જેમને સ્ત્રીએ પૂછ્યું કે, “બાર વર્ષથી પરદેશ ગયેલા મારા પતિ ઘરે ક્યારે આવશે ?’
મુનિથી કહેવાઈ ગયું, “આજે જ સાંજે.”
પતિને વહાલથી વધાવવા માટે સોળ શણગાર સજીને નારી તૈયાર થઈ. પતિ આવ્યો પણ પત્નીના શણગાર સજવા પાછળ તેના શીલમાં શંકા પડી ગઈ. પત્નીએ સઘળો ખુલાસો કર્યો ત્યારે તે મુનિના જ્ઞાનબળની કસોટી કરવા માટે મુનિ પાસે જઈને સવાલ કર્યો કે, “મારી સગર્ભા ઘોડીના પેટમાં શું છે ?”
મુનિએ કહ્યું, “બે બચ્ચાં.”
આ વિધાનની સત્યતા નક્કી કરવા માટે ઘરે જતાંવેંત તે પુરુષે ઘોડીનું પેટ તલવારના ઝાટકે ચીરી નાંખ્યું. ત્રણ જીવો ખતમ થઈ ગયા.
‘આ હિંસામાં પોતે નિમિત્ત બની છે’ એ જાણીને આઘાતથી પેલી બાઈએ ફાંસો ખાધો અને તે પછી મુનિએ અનશન કરીને જીવનનો અંત આણ્યો.
ઉતાવળે બોલી જવાની મુનિની ભૂલનું પરિણામ; પાંચ હત્યા.
જીવયશા પાસેથી કંસે પોતાના મરણની આગાહી જાણી. તેને ભારે વિહ્વળતા પેદા થઈ. બીજા જ દિવસે તેણે વસુદેવ પાસેથી ખાતરી મેળવી લીધી કે તે તેના સાતેય સંતાનોને
જૈન મહાભારત ભાગ-૧