________________
જે ભારતમાં દૂધ અને પૂત (પ્રિય સંતાન) વેચવામાં ય પાપ ગણાતું ત્યાં ગર્ભપાત કરાવનારને સરકાર તરફથી “ઇનામ અપાય છે !
કોઈ સંયોગમાં વધુ સંતાનની અનુકૂળતા ન હોય તો ય ગર્ભપાતાદિ ન જ કરાવાય. તે માટે શાસ્ત્રાનુસારી બ્રહ્મચર્યનું જ પાલન કરવું રહ્યું, નહિ તો અન્ય ઉપાયોથી જે વસતિ-ઘટાડો કરાશે તે વસતિ-ભવાડામાં રૂપાન્તરિત થઈને રહેશે.
પંદર મિનિટમાં માથું ઉતારી નાંખતી દવા પણ ન જ ખવાય જો તેના રિ-ઍકશન રૂપે (એક ટકો પણ) હેમરેજ થઈને મૃત્યુ પામવાની કોઈ શક્યતા ત્યાં ધરબાયેલી હોય. સીતા અને રાક્ષસીઓ વચ્ચે થયેલા સંવાદોમાંથી આ જ હકીકત પ્રગટ થાય છે.
ભારતની સન્નારીઓ ! કદી ગર્ભપાત કરાવશો નહિ. એમ કરાવીને ય તમે સુખી નહિ થઈ શકો. તમારા બાળકને તમે જ મારી નાંખ્યું છે એ અતિ કડવું સત્ય તમારી નજરમાં જ્યારે જ્યારે આવશે ત્યારે તમારું માતૃહૃદય એવું વલોવાશે કે કદાચ તમે તે પાપ ઉપર આત્મહત્યા કરી દેવા સુધીના અઘટિત વિચારો કરી બેસશો.
હાય ! વડીલો તરફથી ગર્ભપાત, ઘોડિયાઘર, બેબીફુડ ! સંતાનો તરફથી તેના વળતા ફટકારૂપે ઘરડાઘર (ગોલ્ડન-હોમ્સ) અને મર્સીફુલ-ડેથ ! હવે ચાલો, મૂળ વાત ઉપર આવીએ.
વૃદ્ધાઓએ તે માંસપિંડ જેવા ગર્ભની કાળજી કરવાનું શરૂ કર્યું. ઘીથી લથપથ કરેલાં રૂના પોતાં મૂકી મૂકીને સૌ પ્રથમ તો માંસપિંડને દુર્ગધમુક્ત કર્યો. ત્યાર પછી તેને પૂરી કાળજીથી ઉછેરતાં ટૂંક સમયમાં જ સ્પષ્ટ બાળકરૂપે તેનું સ્વરૂપ દેખાવા લાગ્યું. આથી ગાંધારીને ખૂબ શાન્તિ થઈ. આ પુત્રનું નામ દુર્યોધન રાખવામાં આવ્યું.
દુર્યોધનના જન્મ પછી માત્ર ત્રણ પ્રહર બાદ કુન્તીએ ભીમને જન્મ આપ્યો. જન્મતાંની સાથે થોડા જ સમયમાં એણે એવા અનેક સંકેતો આપીને ભીમ તરીકેનું પોતાનું નામ વારંવાર સાર્થક જણાવ્યું હતું.
બે મહારાણીઓના બે પુત્રોનો ભારે મોટો જન્મ મહોત્સવ માંડ્યો.
કાળ જતાં કુન્તીએ ઇન્દ્રના સ્વપ્નમાં દર્શન કર્યા બાદ અર્જુનને જન્મ આપ્યો, આથી જ તે ‘ઇન્દ્રપુત્ર” પણ કહેવાયો છે. માદ્રીએ સહદેવ અને નકુળના યુગલને જન્મ આપ્યો અને ગાંધારીએ દુઃશાસન વગેરે નવાણું પુત્રોને જન્મ આપ્યો.
દુઃખ-નિવારણનો ઉપાય ઃ ભવિતવ્યતાનો વિચાર ગાંધારી પોતાના દુઃખોથી જેટલી દુઃખી થઈ ગઈ હતી તેથી વધુ તો કુન્તીના સુખે દુઃખી થઈ હતી.
બીજાના સુખોમાં દુઃખી તો ન જ થવું જોઈએ પણ પોતાના દુ:ખોમાં ય કર્મની પરિણતિનો વિચાર કરીને દુઃખી ન થતાં સમાધિમાં રહેવું જોઈએ.
જે કાંઈ બને છે તે બધું જ્ઞાનીઓએ પહેલેથી જે દીઠું છે તે જ બને છે. એમની નજરમાં જે ‘નિશ્ચિત’ છે તેમાં લેશમાત્ર પણ ફેરફારને કોઈ અવકાશ નથી. તો જ્યારે જે કાંઈ બને ત્યારે એમ શા માટે વિચારીને ચિત્તનું સમાધાન ન કરી લેવું કે, “જે બનવાનું નિશ્ચિત હતું તે જ બન્યું છે. નવુંએકાએક-કશું જ બન્યું નથી.'
અંગ્રેજીમાં એક વાક્ય છે Everything is in order-બધું જ બરોબર ચાલી રહ્યું જૈન મહાભારત ભાગ-૧