________________
એક દિવસ ખૂબ અકળાઈ ગયેલી ગાંધારી જોરજો૨થી પોતાના પેટ ઉપર મુક્કીઓ મારવા લાગી અને એમાં જ તેને પ્રસૂતિ થઈ ગઈ. ખૂબ ગંધ મારતો માંસપિંડ જાણે એકદમ બહાર નીકળી ગયો.
એવા જુગુપ્સનીય માંસપિંડને જ્યારે ગાંધારીએ જોયો ત્યારે તે ચીસ પાડી ઊઠી. તેણે તે પિંડને ફેંકી દેવા જણાવ્યું. પોતાના દુર્ભાગ્યને તે રોવા લાગી. કુલવૃદ્ધાઓએ તેને ખૂબ આશ્વાસન આપ્યું. કુન્તી પ્રત્યે ઈર્ષ્યા નહિ કરવા અને કર્મોની વિચિત્રતાઓ વિચારવા સમજાવ્યું.
કેટલાક વર્ષો પૂર્વે ભારતમાં દીકરી જન્મે તો તે અનિષ્ટ મનાતું તેથી તેને દૂધ ભરેલા વાસણમાં ડુબાડીને (દૂધ પીતી કરીને) મારી નાંખવામાં આવતી. કાલક્રમે બંધ પડેલી આ ક્રૂર પરંપરા આજના બુદ્ધિજીવી લોકોએ ફરી ચાલુ કરી છે. ગર્ભના ત્રણ અઠવાડિયાના સમય સુધીમાં, તૈયાર થયેલા મશીનથી એ વાતની હવે જાણકારી મળી શકે છે કે પેટમાં છોકરો છે કે છોકરી ? ઘણી મોટી સંખ્યાના શ્રીમંતો અને શિક્ષિતોને ‘છોકરી’ પસંદ હોતી નથી !!! (વાહ રે સમાનતાનો નારો) તેથી જો છોકરી જન્મ પામવાની છે તેમ નક્કી થાય તો તરત ગર્ભપાત કરાવી દેવામાં આવે છે.
આ બુદ્ધિજીવીઓ (બુદ્ધિ ઉપર ગમે તેમ જીવનારાઓ !) હવે એવો સૂર પણ કાઢવા લાગ્યા છે કે, “સંતતિનિયમન કરવા કરતાં વૃદ્ધનિયમન કરવું એ જ સારું ગણાશે, કેમકે સંતતિમાં સારી, બુદ્ધિમાન એવી પણ સંતતિ ભારતને મળી શકે, જેની જરૂર પણ છે. જ્યારે વૃદ્ધોની તો જરૂર જ નથી. એટલે તેમને બધાને પતાવી જ દેવા જોઈએ.”
હાય ! આ લોકો તો કાલે એવું ય કહેશે કે નબળાં જ સંતાનોને જન્મ આપી શકે તેવું શારીરિક બંધારણ ધરાવતી નબળી યુવતીઓને પણ પતાવી નાંખવી જોઈએ !
રે ભારત ! તારી સ્વાર્થી, રાક્ષસી પ્રજા !
બાળકોના કે કિશોરોના થતાં અપહરણોની પાછળ તેમને મારી નાંખીને તેમના પ્રત્યેક અંગોનો વેપાર કરીને કમાવાની કોઈ યોજના હોવાની મને પાકી શંકા છે.
જો શરીરના અંગો કીડની, આંખ, હૃદય, લોહી, માંસ વગેરેની નિકાસ કરીને હૂંડિયામણ કમાવાની મોટી શક્યતા આજની સ૨કા૨ નજ૨માં લાવશે તો કદાચ ‘મીટ-કાઉ’ (માંસ માટે ઉછેરાતી ગાય)ની જેમ ‘મીટ-ચીલ્ડ્રન્સ’ (માંસ, લોહી, હાડકાં, કીડની, આંખો વગેરે માટે)ની યોજના પણ વિચારાય ખરી. એ પછી ગર્ભપાત બંધ કરાવીને આ સરકાર ‘વધુ બાળકો પેદા કરો અને અમને સોંપી દો'નું સૂત્ર પણ પ્રસારિત કરે.
નિધર્મી, સ્વાર્થી અને અર્થાન્ય સ૨કા૨ આવું ન કરે એમ માનવાને કોઈ જ કારણ નથી. આવા લોકોના ક્રૂર કાર્યો જોઈને તો કદાચ બાઈબલનો ‘શેતાન’ પણ શરમથી માથું નીચું નાંખી દે.
‘ગર્ભપાત નહિ કરવો જોઈએ’ એ મુદ્દા ઉપર વિશ્વમાંથી આમંત્રિત ચોસઠ ફાધરો, બિશપો વગેરેનું વોટિંગ પોપે કરાવ્યું તો ‘ચાર વિરુદ્ધ સાઠ’ એ રીતે મતદાન થયું. તે ઉપર પોપે જાહેર કર્યું કે ભલે સાઠ મહાનુભાવો ગર્ભપાતની તરફેણ કરતા હોય પણ મારો એ સ્પષ્ટ અભિપ્રાય છે કે બાઈબલ ગર્ભપાતની વિરુદ્ધમાં છે. માટે હું મારો ‘વીટો’ વાપરીને જાહેર કરું છું કે મારા કરોડો અનુયાયીઓએ કદી ગર્ભપાત કરાવવો નહિ.
વિશ્વમાં ખ્રિસ્તીઓ વધુ સંતાનો પેદા કરે, મુસ્લિમો ‘આપણે પાંચ અને આપણા પચ્ચીસ’નો નારો લગાવે. બૌદ્ધો, દલિત પેંથરો લાખોની સંખ્યામાં વર્ષોવર્ષ વધતા જાય તે વખતે ગર્ભપાતાદિ દ્વારા હિન્દુ-પ્રજા ઘટતી જઈને ભારતમાં જ લઘુમતીમાં મુકાઈ જાય, અંતે વિશ્વના તખ્તા ઉપરથી નામશેષ થઈ જાય તેવી યોજનાનો ભોગ તે હિન્દુઓ જ બની રહ્યા છે. કેવી કમનસીબી !
જૈન મહાભારત ભાગ-૧