________________
કેવો કરુણતાથી ઊભરાયો છે આ સંસાર ! કોના અરમાન સીધા ઊતર્યા હશે? આ સંસારમાં..
કુન્તી દ્વારા પાપ તો થઈ ગયું પણ એ પાપ એના મનને રાત ને દિવસ કોરી ખાવા લાગ્યું. બેશક, આ તેની ઘણી મોટી વિશેષતા હતી. ‘પાપ થઈ જવું એ કોના માટે સુલભ નથી ? પરંતુ થયેલા પાપનો ઘા સતત દૂઝતો રહેવો, એનો કારમો પશ્ચાત્તાપ થવો એ કોને માટે દુર્લભ નથી ? - કુન્તીના મુખ ઉપરની આ ગ્લાનિ માતા સુભદ્રાથી અછતી ન રહી. ધાવમાતા પાસેથી સુભદ્રાએ સઘળી વાત જાણી લીધી, કલગૌરવથી વિરુદ્ધ કાર્ય કરી બેઠેલી કુન્તી માટે તેને દુ:ખ થયું. પરંતુ હવે નવી ભૂલો થવા ન પામે તેની કાળજી કરવી જોઈએ એમ તેને લાગ્યું. તેણે વિચાર્યું કે હવે કુન્તીના લગ્ન પાંડુ સાથે કરી દેવાય તો જ સારું ગણાય ! નારીએ સાધ્વી ન જ થવાનું હોય તો સાસરે ગયા વિના તેનો છૂટકો નથી.
પાંડુ સાથે કુન્તીના લગ્ન પાંડુ સિવાય કોઈની પણ સાથે તેનું લગ્ન કરવામાં એક ભવમાં બે પતિ કરવાનું કલંક તેના લમણે લખાય.
સુભદ્રાએ આ વાત તેના પતિ સમુદ્રવિજય રાજાને કરી. વડીલોએ વિચારણા કરીને કુન્તીને હવે પાંડુ સાથે પરણાવવાનો નિર્ણય લઈ લીધો.
અને..કુન્તીને રાજકુમાર ધરણની સાથે હસ્તિનાપુર મોકલવામાં આવી. “જોઈતું હતું ને વૈદ્ય કહ્યું. પાંડુ સાથે કુન્તીના લગ્ન લેવાઈ ગયા. ત્યારબાદ ભીખે દેવકરાજાની પુત્રી કુમુદવતી સાથે વિદુરના લગ્ન લઈ લીધા અને પાંડુ સાથે મદ્રરાજની પુત્રી માદ્રીનું પણ લગ્ન થયું.
ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો સ્વપત્નીઓ સાથે સંસારકાળ પસાર થવા લાગ્યો.
ભીષ્મને લાગ્યું કે શાન્તનું પ્રત્યેની, તેમના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય પ્રત્યેની અને વિચિત્રવીર્યના પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર પ્રત્યેની પોતાની જવાબદારીઓ પૂર્ણ થઈ છે. હવે નિરાંતે ધર્મધ્યાન થઈ શકશે.
પણ...વિધાતાના ગર્ભમાં છુપાયેલી વાતથી ભીખ અજાણ હતા. હજી એમણે ચોથી પેઢીને પણ સંભાળવાની હતી.
જૈન મહાભારત ભાગ-૧