________________
લાવવો પડશે.
વિધિવત્ જાહેરમાં લગ્ન થતા પહેલાં કર્ણનો કુન્તી દ્વારા જન્મ થયો. આ જન્મ થવામાં કુન્તીના વિધિસર થનારા પતિ પાંડુ જ નિમિત્ત બન્યા હતા. (અજૈન મહાભારતમાં સૂર્યદેવ દ્વારા કુન્તીને કર્ણ પ્રાપ્ત થયો હોવાનું જણાવાયું છે.) આમ છતાં આર્યાવર્તની મર્યાદાનો ભંગ-વિધિવત્ લગ્ન પૂર્વે જ સાંસારિક સુખનો ભોગ કરીને-કર્યો તેણે કર્ણની સ્થિતિ કેટલી બધી ખરાબ કરી નાંખી? ભૂલ કોણે કરી અને સજા કોને થઈ ?
માનવજીવનને સફળ કરવાની ભાવના હોય તો સંતો-દીધી મર્યાદાઓનું કડકપણે દરેકે પાલન કરવું પડશે. પરશુરામે તો તેનું મહત્ત્વ બતાવવા ‘નનો માલિક સૂત્ર જગતને આપ્યું છે. - પેટમાં રહેલું અત્યન્ત મેધાવી બાળક જ્યારે પિતાના વેદપાઠોમાં ભૂલ કાઢવા લાગ્યું ત્યારે પિતાની ભૂલ કાઢવા જેટલી મર્યાદાહીનતા જોઈને ચોંકી ગયેલા પિતાએ તે જ વખતે તેને શાપ આપ્યો હતો, “તું આઠ અંગે વાંકો થઈ જા.” ખરેખર તે બાળક તેવી જ દશામાં જન્યું, જેનું નામ અષ્ટાવક્ર પડ્યું.
લક્ષ્મણરેખા ઓળંગતી સીતાની કેવી દશા થઈ?
સગપણ માટે આવતા છોકરાઓ સાથે માબાપે છૂટ લેવડાવતાં કુલીન દીકરીને શીલભંગ અને પ્રાણત્યાગ સુધી કેવું જવું પડ્યું? નદી મર્યાદા તોડે અને જે નુકસાન થાય તેથી ઘણું મોટું નુકસાન માનવના મર્યાદાભંગથી થાય.
કુન્તીની ભૂલનો ભોગ : કર્ણ કર્ણ ‘સૂતપુત્ર' તરીકે સતત વગોવાતો રહ્યો. એના લગ્ન, એના સંતાનોના લગ્ન વગેરે પણ સૂતકુળોમાં થયા. (વ્યાસ કહે છે) એને જ્યાં ને ત્યાં શસ્ત્રવિદ્યાદિ શીખવામાં અપાત્ર જાહેર કરવામાં આવ્યો. એની ઉપર આવા તિરસ્કારોની એવી એકધારી વર્ષા ચાલી કે એનામાં પાંડવો પ્રત્યે ધિક્કાર પેદા થઈ ગયો. પાંડવોમાં એ જયેષ્ઠ છતાં એને રાજ્યાદિના અધિકારો એમના તરફથી ન મળી શક્યા.
વળી કર્ણ રાધાનો પુત્ર-રાધેય-ગણાયો માટે જ મહાભારતના યુદ્ધનો જન્મ થયો, કેમકે જો કર્ણ કુન્તીનો પુત્ર-કૌન્તય-તરીકે જ પહેલેથી વિખ્યાત થયો હોત તો છ પાંડવોની સામે કર્ણ વિનાના કૌરવો યુદ્ધ ખેલવાની કલ્પના કરી શક્યા ન હોત. આ વાત કર્ણના મૃત્યુ બાદ કુન્તીએ જયારે યુધિષ્ઠિર પાસે ‘કર્ણનું સાચું સ્વરૂપ જણાવ્યું ત્યારે યુધિષ્ઠિરે કુન્તીને ઠપકો આપવારૂપે કરી હતી કે, “મા ! આ વાત પહેલાં કરી હોત તો હું મારા મોટાભાઈની સામે જંગે ચડત જ નહિ. હાય ! આવું ભાઈ- ભાઈ સાથે લડવાનું પાપ મારાથી થઈ ગયું !”
કર્ણના જીવનનો વિકાસ રુંધી નાંખનારું જે તત્ત્વ હતું તે તેના જ માતાપિતાની કામવાસનાની લાગણીનો અતિરેક હતું.
કામ-ઘેલછા ભયંકર કામવાસના જ્યાં સુધી કામવાસનાના સ્વરૂપમાં જ રહે છે ત્યાં સુધી તો હજી ઓછું નુકસાન કરે, પણ જયારે તે ઘેલછાનું રૂપ બને છે ત્યારે તે ભયંકર હોનારત સર્જે છે. રાવણની વાસના ઘેલછા બની તેમાંથી જ “રામાયણ” સર્જાયું ને ?
મોટા શત્રુઓને મહાત કરવાની પ્રચંડ તાકાત ધરાવતો બાજીરાવ પેશ્વા સતારાના શાહુ મહારાજની નર્તકી મસ્તાનીમાં ઘેલો થયો અને એનો અંજામ કેટલો કરુણ આવ્યો? બે ય પ્રેમી પંખીડાં થોડા જ સમયમાં ઝૂરીને મરી ગયા!
જૈન મહાભારત ભાગ-૧