________________
કન્યાઓના ભાઈ શકુનિએ સામેથી આવીને ભીષ્મની પાસે આ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આમ ધૃતરાષ્ટ્રના લગ્નની ચિંતા તો ભીખને ન રહી. પણ જન્મથી જ ફિક્કા (પાંડુ) શરીરવાળા પાંડુ માટે કન્યા ક્યાંથી લાવવી? કોણ એને પતિ તરીકે પસંદ કરશે ? એ સવાલ ભીખને રાત ને દિ’ સતાવતો હતો. - ત્યાં એક દિવસ રસ્તેથી પસાર થતા ભીષ્મ અને પાંડુરાજાએ કોઈ માણસના હાથમાં કોઈ રાજકન્યાનું ચિત્ર જોયું. પાંડુ તો તેને જોઈને મોહિત થઈ ગયો.
પેલા માણસ પાસેથી તેની જાણકારી મળી કે મથુરાના યદુરાજના શૂર નામના પુત્રના બે પુત્રો : શૌરિ અને સુવીર.
શૌરિને અંધકવૃષ્ણિ આદિ પુત્રો છે. અંધકવૃષ્ણિની પત્નીનું નામ સુભદ્રા છે. તેમના “દશાહ નામથી પ્રસિદ્ધ સમુદ્રવિજય, વાસુદેવ વગેરે દસ પુત્રો છે અને કુન્તી તથા માદ્રી નામની બે પુત્રીઓ છે. આ ચિત્ર તે કુન્તીનું છે જે રાજકન્યાએ હાલ યૌવનના ઉંબરે પગ મૂક્યો છે.
આ સમુદ્રવિજય વગેરે શૌર્યપુરના રાજા છે. જે સુવીર છે તેમને ભોજવૃષ્ણિ આદિ પુત્રો છે. ભોજવૃષ્ણિનો પુત્ર ઉગ્રસેન છે. આ ઉગ્રસેન હાલ મથુરાનો રાજા છે.
પેલો આદમી, જેનું નામ કોરક હતું તેણે કહ્યું, “રાજા સમુદ્રવિજયની આજ્ઞાથી જ રાજકુમારી કુન્તીનું ચિત્ર લઈને હું આ તરફ આવ્યો છું. તેના માટે યોગ્ય પતિની શોધ કરવી તે મારું કામ છે.”
પાંડુ માટે કુન્તી દેવાનો ઇન્કાર આ સાંભળીને ભીષ્મને રાજકન્યા કુન્તી પાંડુ માટે ખૂબ યોગ્ય લાગી. પાંડુ પણ તેના પ્રત્યે ખૂબ મોહિત થયો જ હતો. એટલે તેની માતા સત્યવતીની સંમતિ લઈને ભીખે કોરકની સાથે પોતાનો દૂત સમુદ્રવિજય પાસે મોકલીને પાંડુ માટે કુન્તીની માંગણી કરી. દૂતે પાંડુના અગણિત ગુણોનું વર્ણન કર્યું.
પણ પાંડુરોગીને પોતાની કન્યા આપવાનું કયો પિતા પસંદ કરે ? સમુદ્રવિજયે દૂતને જણાવી દીધું કે પાંડુને કુન્તી આપવાની તેની લેશ પણ ઈચ્છા નથી.
પાંડુરાજાના ગુણોનું વર્ણન સાંભળીને મુગ્ધ બની ગયેલી કુન્તી પિતાનો આ જવાબ સાંભળીને બેચેન થઈ ગઈ.
રાજસભામાંથી વિદાય થતાં પાંડુરાજના દૂતે કુન્તી તરફ જોયું. તેનું કરમાઈ ગયેલું સુખ તેની નજરમાંથી બહાર ન રહ્યું.
હસ્તિનાપુર આવીને દૂતે ભીષ્મને અને પાંડુને સમુદ્રવિજયની સ્પષ્ટ અનિચ્છા જણાવી. તે સાંભળીને પાંડુને ખૂબ આઘાત લાગ્યો. તેના પગ નીચેથી ધરતી સરકી જતી જણાઈ. જરાક વારમાં સ્વસ્થ થઈને તેણે દૂતને કુન્તીનો મનોભાવ જણાવવા માટે કહ્યું. - દૂતે પાંડુને કહ્યું, “કુન્તીના મનોભાવને મેં બરોબર પકડ્યો છે. તે આપને જ ઝંખે છે એ વાત હું પૂરા આત્મવિશ્વાસથી આપને જણાવી શકું છું.”
પાંડુ મનોમન બોલ્યો, “તો હવે મારે વિલંબ ન કરવો જોઈએ. તાબડતોબ કુન્તીને મારે મળવું જોઈએ. બાકીની વાત પછીથી વિચારાશે. સત્ત્વશાળી માણસને માટે કશું જ અસાધ્ય હોતું નથી.”
પાંડુ અને કુન્તીનું મિલન અને કર્ણજન્મ તાજેતરમાં જ વિશાલાક્ષ નામના વિદ્યાધરને મદદગાર બનવાથી પાંડુને ઈષ્ટસાધની વીંટી ભેટ મળી હતી. તેના પ્રભાવથી તે એક જ પળમાં ઉદ્યાનમાં ઉપસ્થિત થયો જ્યાં હમણાં જ કુન્તીએ ગળે
જૈન મહાભારત ભાગ-૧