________________
3
'વિચિત્રવીર્યની કામવાસના
શાન્તનુ દ્વારા સત્યવતીને બે પુત્રો થયા : ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય.
મહારાજા શાન્તનુનું મૃત્યુ થતાં ભીષ્મના માથે આ બે ય બાળકોને મોટા કરીને તૈયાર કરવાની જવાબદારી આવી.
યોગ્ય સમયે મોટા પુત્ર ચિત્રાંગદને રાજા બનાવ્યો. ભીષ્મની ઓથને લીધે ચિત્રાંગદની સામે કોઈ રાજા માથું ઊંચકવાનું સાહસ કરી શકતો નહિ. પણ તેના કમનસીબે એક વાર રાજા નીલાંગદ સાથે તેને ઝપાઝપી થઈ અને ચિત્રાંગદ માર્યો ગયો. પછી રોષાયમાન થયેલા ભીખે નીલાંગદને ખતમ કર્યો અને વિચિત્રવીર્યને રાજા બનાવ્યો.
વિચિત્રવીર્ય માટે રાજકન્યાઓનું અપહરણ યૌવન પામતાં વિચિત્રવીર્યને માટે સુયોગ્ય રાજકન્યાની શોધમાં ભીખે દૂતોને ચારે દિશામાં મોકલ્યા. એક દૂતે આવીને કાશીરાજને ત્યાં મંડાયેલા સ્વયંવરની વાત કરી. અંબિકા, અંબાલિકા અને અંબા-ત્રણેય બેનોના સ્વયંવરમાં અનેક આમત્રિત રાજાઓ આવી રહ્યા હોવાનું તેણે જણાવ્યું. તે કન્યાઓના ઉત્કૃષ્ટ રૂપાદિનું વર્ણન કરીને દૂતે રાજા વિચિત્રવીર્ય માટે તે ખૂબ જ યોગ્ય જણાવી.
પણ વિચિત્રવીર્યને તે સ્વયંવરમાં હાજરી આપવા માટે આમંત્રણ ન હતું. ભીખે આમંત્રણની પરવા ન કરી. તે કાશી ગયો અને ત્રણેય કન્યાઓનું તેણે અપહરણ કર્યું. તેમને ભીખે કહ્યું કે તે હસ્તિનાપુરના રાજા વિચિત્રવીર્ય માટે તેમને લઈ જઈ રહ્યો છે માટે તેમણે જરાય ચિંતા કરવી નહિ.
સ્વયંવરમાં ઉપસ્થિત થયેલા રાજકુમારો ભીષ્મની સામે જંગે ચડ્યા પણ સહુ નિષ્ફળ ગયા. સહુના દેખતાં, સહુની વચ્ચેથી, ગર્જનાઓ કરવાપૂર્વક ભીખ રાજકન્યાઓને લઈ ગયા.
ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ ભારે ઠાઠપૂર્વક વિચિત્રવીર્યના ત્રણેય કન્યાઓ સાથે લગ્ન કરવામાં આવ્યા. (વ્યાસમહાભારતમાં અંબિકા અને અંબાલિકા સાથે જ વિચિત્રવીર્યના લગ્નની વાત આવે છે, પણ અહીં તો અંબા સાથે પણ વિચિત્રવીર્યનું વિધિપૂર્વક લગ્ન થયાનું જણાવ્યું છે.)
આ ત્રણેય રાણીઓએ એકેકા પુત્રને જન્મ આપ્યો. અંબિકાનો પુત્ર ધૃતરાષ્ટ્ર હતો. અંબાલિકાનો પુત્ર પાંડુ હતો. અંબાનો પુત્ર વિદુર હતો. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતો અને પાંડુ જન્મથી જ પાંડુ રોગ (એનીમીઆ)થી ગ્રસ્ત હતો.
હા, પૂર્વજન્મોમાં તે બે આત્માઓએ કોઈ પાપ કર્યા હશે તેનું જ આ ફળ હતું. પણ તે તો કર્મની દૃષ્ટિની વાત થઈ. તેમના વર્તમાનકાળમાં આવી પરિસ્થિતિ પેદા કરવામાં કોઈ નિમિત્ત નહિ બન્યું હોય?
વાસનાની પ્રબળતાથી વિચિત્રવીર્યનું મૃત્યુ એનો જવાબ હકારમાં છે. વિચિત્રવીર્યની કામવાસના અતિ તીવ્ર હતી. તે પોતાની ત્રણેય
જૈન મહાભારત ભાગ-૧