________________
ભગવાન કાંઈ કપટની સામે કપટો રમી શકે ? ના, સર્વને-કૌરવ કે પાંડવને-બિલકુલ સમભાવે જોતાં ભગવાનમાં આ બધું શી રીતે સંભવે? વળી જેને ભગવાન ગણ્યા તે પોતાના પરમ મિત્ર અર્જુનની પત્નીના પગ પોતાના ખોળામાં અને સત્યભામાના પગ અર્જુનના ખોળામાં નાંખવા દ્વારા મૈત્રીની ટોચ બતાવતા હશે ? યાદવોની સાથે તેઓ પણ દારૂ પીતા હશે? પાંડવવનને બાળવાનું, હજારો પશુઓનો ક્રૂર રીતે સંહાર કરવાનું કામ ભગવાન કરતા હશે?
જો કે ભગવાનની કારવાઈઓ પણ તે તે સંયોગને લીધે બચાવ કરવા લાયક બની શકે.
ભગવાન શ્રી ઋષભદેવ જ્યારે ગૃહસ્થજીવનમાં હતા ત્યારે તેમણે પણ આર્ય મહાપ્રજાની ધારણા કરવા માટે લગ્નાદિના વ્યવહારો પણ શીખવ્યા જ હતા ને? અને રાજવ્યવસ્થા પણ કરી જ હતી ને ? પરન્તુ તે જ આત્મા જ્યારે ઋષભદેવ ભગવાન બન્યા ત્યારે પરિસ્થિતિ કેટલી બધી પલટાઈ ગઈ! પોતાના પુત્રતુલ્ય નમિ અને વિનમિ રાજયપ્રાપ્તિ માટે તેમની પાસે કેટલોય સમય રહ્યા તો ય પ્રભુએ તેનો કોઈ પ્રતિસાદ ન જ આપ્યો.
ભગવાન તે ભગવાન ! અને સદ્ગુહસ્થ તે સદ્ગુહસ્થ. કૃષ્ણ એ ધર્મક્ષેત્રે વિશિષ્ટ કોટિના ધર્માત્મા હતા તેમ રાજકીય ક્ષેત્રે વિશિષ્ટ કોટિના ખૂબ જ દૂરંદેશી રાજનીતિજ્ઞ હતા, માટે ભીખ કે દ્રોણ જેવા વડીલો અને ગુરુઓની સામે લડતાં અચકાતા, વિષાદપૂર્ણ બનેલા અર્જુનને તેમની સામે લડવા માટે પ્રેરણા કરી. આ વખતે “જેવા સાથે તેવા'ની રાજનીતિનું ગણિત કૃષ્ણ માંડ્યું હતું. વાત પણ સાચી હતી, કેમકે એ કુરુક્ષેત્ર હતું, એ કાંઈ ધર્મક્ષેત્ર ન હતું.
કૃષ્ણના ગણિતના આંકડા આવા હતા : જયારે ભીષ્મ પોતાના પુત્રો સામે અને દ્રોણ પોતાના શિષ્યો સામે જંગે ચડવા જેટલી ક્રૂરતા ધારણ કરે ત્યારે તેઓ વડીલ કે ગુરુ મટી જાય છે. પછી તેમને તે સ્વરૂપના આદરણીય અને અવધ્ય માની શકાય નહિ.
તેમાં ય દ્રોણ તો યુદ્ધકીય વિદ્યાદાન કરનારા હતા. તેમનાથી વળી શસ્ત્રો ઉપાડાય ખરા? છતાં તેમણે આ મર્યાદાનો ભંગ કર્યો તો તેમની સામે શસ્ત્રો શા માટે ન ઉઠાવવા?
અજૈન મહાભારત કરતાં જૈન શૈલી કેવી જુદી પડે છે તે આ પ્રસંગમાં જણાઈ આવે છે. કૃષ્ણ અર્જુનને કહે છે કે, “તું ક્યાં કોઈને મારવાનો છે ? મારનારો કે જિવાડનારો તો હું ભગવાન” છું. તારે તો માત્ર બાણ ફેંકવાના છે.”
જૈનશૈલીમાં કૃષ્ણને આવું ભગવસ્વરૂપ અપાયું નથી. અહીં આ પ્રસંગે કૃષ્ણ અર્જુનને એમ કહ્યું છે કે, “એ પાપીઓ એમના પાપે જ મરવાના છે. તું તો માત્ર નિમિત્ત બનવાનો છે.” અતુ.
જ્યારે યુદ્ધ અનિવાર્ય જ બની ગયું, દુર્યોધનના યુદ્ધજવરને કારણે યુદ્ધ ટાળી ન શકાયું ત્યારે ધર્માત્મા જણાતા કૃષ્ણનું સ્વરૂપ રાજનીતિના ખેલાડીનું બની ગયું અને તે સ્વરૂપ ઠેઠ છેલ્લે સુધી રહ્યું. દુર્યોધન નાસી છૂટીને તળાવમાં જઈ ભરાયો તો ત્યાં તેનો પીછો પકડીને તેને ખતમ કરાવ્યો. તે માટે ભીમ પાસે સાથળ ઉપર ગદા મારી દેવાની અનીતિનો સંકેત પણ કૃષ્ણ જ કર્યો.
એક વાર હાર-જીત ઉપર જ નિર્ણય લેવાનો નક્કી થયો એટલે હવે તે ખાતર જે કાંઈ કરવું પડેફૂડ, કપટ, મૃષાવચન-તે બધું કરી જ છૂટવું; તેમાં દયાને, સંદિગ્ધતાને, મૂંઝવણને સ્થાન કદી ન આપવું એ કૃષ્ણની રાજનીતિ હતી. હા, એ બધી વાતમાં તેના પોતાના સ્વાર્થની ક્યાંય કોઈ વાત ન હતી. માત્ર પ્રજા ઉપરથી દુષ્ટોનું આધિપત્ય હટાવીને સપુરુષોનું આધિપત્ય સ્થાપવાની જ વાત
હતી.
જૈન મહાભારત ભાગ-૧