________________
આર્યાવર્તની સન્નારી પતિ ઉપર બધી વાતે પોતાનું આધિપત્ય જમાવતી સ્ત્રી એ કાંઈ આર્યાવર્તની સન્નારી ન કહેવાય.
આર્યાવર્તની સન્નારી તો પતિપરાયણ હોય, પતિને પગલે પગલું દાબતી હોય, પણ સબૂર ! તેથી કાંઈ તે પતિની ગુલામડી ન હોય, પતિની ખોટી વાતોમાં પણ સંમતિ આપતી ન હોય કે દોરવાતી પણ ન હોય.
મહાસતી મદાલસા મહાસતી મદાલસાએ લગ્ન વખતે જ પોતાના પતિ સાથે શરત કરી હતી કે તેને બાળક થતાં જ તે સંન્યાસ સ્વીકારશે. તેમાં જો તે સંમતિ નહિ આપે તો તે બાળકને સંન્યાસ-ધર્મની તાલીમ આપીને સંન્યાસી બનાવશે. મદાલસાએ તેમ જ કર્યું. છેવટે એક બાળકને તેણે રાજાવિહોણું રાજ ન રહી જાય તે માટે-રાજધર્મની તાલીમ આપી હતી.
રાજા સોમચન્દ્ર પાકટ વય થવા છતાં-પૂર્વજોની પવિત્ર પરંપરા મુજબ- વાનપ્રસ્થાશ્રમને ન સ્વીકારતાં રાજા સોમચન્દ્રને રાણીએ ચેતવ્યા હતા. તેમના માથાનો એક ધોળો વાળ કાઢીને તેમને બતાવ્યો અને કહ્યું : “આ યમરાજાનો દૂત આવ્યો છે. હવે તો જાગો.” અને..વળતે જ દિવસે રાણીની સગર્ભા અવસ્થાને લીધે પણ થોભ્યા વિના બન્નેએ રાજત્યાગ કરી દીધો.
પેલા અરબી સંતની વાત-“ધોળા વાળ જેવો જગતમાં બીજો કોઈ ઉપદેશ મેં સાંભળ્યો નથી.”કેટલી સાચી છે !
સીતાનું સત્ત્વ રામચન્દ્રજીએ લોકવાયકાથી પ્રેરાઈને સીતાજીને વનમાં છોડી મુકાવ્યા. કૃતાન્તવદન સેનાપતિને એ કામગીરી સોંપાઈ. સીતાજીને “સિહનિનાદ' નામના (જયાં વાઘ-સિંહોની ચિચિયારીઓ ચોવીસે કલાક સાંભળવા મળે તેવા) વનમાં મૂકીને કૃતાન્તવદન રથ પાછો વાળતો હતો ત્યારે સીતાજીના અંતરમાં “સત્ત્વ' ખળભળી ઊઠ્યું હતું. તેણે સખ્ત શબ્દોમાં રામચન્દ્રજીને સંદેશ પાઠવ્યો હતો : “મારા કર્મો તો ગમે તેમ કરીને ભોગવી લઈશ, પણ નારીના સતીત્વની પાંચ પાંચ પ્રકારની પરીક્ષા-વિધિ વિદ્યમાન હોવા છતાં તેમ ન કરીને, મને કશું પૂછ્યા વિના, મારી સગર્ભાવસ્થાની પણ દયા ખાધા વિના માત્ર લોકાપવાદના ભયથી વનમાં તગડી મૂકી છે તે નથી તો તમારા કુળને છાજે તેવું કાર્ય કે નથી તો તમારી વિવેકબુદ્ધિને અનુરૂપ કાર્ય !
આર્યપુત્ર ! મને તો ભલે દુષ્ટ લોકોની વાતે વિશ્વાસ મૂકીને તમે તમારા રાજમહેલમાંથી તગડી મૂકી, પરન્તુ હવે એવા જ દુષ્ટ લોકોની વાતો સાંભળીને કોઈ દિ' તમારા હૈયે સ્થિર થયેલા સદ્ધર્મને તો તગડી ન જ મૂકતા.”
આવી હતી આર્યદેશની સન્નારીઓ ! યોગ્ય સમયે પોતાના પતિને પણ યોગ્ય વાત કહેવામાં તેઓ પાછી ન પડે એ જ તેમનું પતિવ્રતાપણું હતું.
રત્નાવલિનું સત્તા જેમણે “રામચરિતમાનસ' નામનું વિશ્વવિખ્યાત કાવ્ય લખ્યું છે તે ગોસ્વામી સંત તુલસીદાસનું ગૃહસ્થજીવન પોતાની પત્ની રત્નાવલિ પ્રત્યેની તીવ્ર કામવાસનાથી ખદબદતું હતું. પણ એકવાર
જૈન મહાભારત ભાગ-૧