________________
બન્યા. વળી તેમાં ચારણમુનિઓ ગંગાના આમંત્રણથી ત્યાં વારંવાર પધારતા એટલે ગાંગેયને જિનધર્મના તત્ત્વજ્ઞાનથી સંપન્ન કર્યો.
ગાંગેયની બે ગુણો પર પ્રીતિ એમાં ગાંગેયને બે ધર્મો પ્રત્યે બેહદ બહુમાન પેદા થયું : જીવ માત્ર પ્રત્યે દયાભાવ અને બ્રહ્મચર્ય.
દયાનો ગુણ તો એણે આત્મસાત્ કરી લીધો. કોઈનું ય દુઃખ એ જુએ કે એ કંપી ઊઠે, એની આંખે પાણી આવી જાય. એણે પોતાના મહેલની ચારેબાજુના અઠ્ઠાવીસ ગાઉ જેટલા વનને અભયારણ્ય જાહેર કર્યું. એણે તમામ વનવાસીઓને સખ્ત ચેતવણી આપતાં કહ્યું કે, “કોઈએ આ
પ્રદેશમાં કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહિ.”
બહારનો પણ કોઈ માણસ આ પ્રદેશમાં જીવહિંસા ન કરી જાય તે માટે ગાંગેય વનમાં અનેક વાર રોન લગાવવા લાગ્યો.
ધર્મનું મૂળ : દયા મહર્ષિઓ કહે છે, “દયા તો નદી છે. તે જો સુકાઈ જાય તો તેના કિનારે ઊગી શકતા તપ, ત્યાગ, વિરાગ વગેરે તમામ છોડવાઓ મુરઝાઈ જાય.”
‘બીજા જીવો પ્રત્યેની દયાના ભાવથી જ ધર્મનો આરંભ થાય છે.' એ વાત ‘ઘામૂર્ત વૈરાગ્યું.... શ્લોકથી શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવી છે. જેટલું મૂલ્ય પાંડિત્યનું નથી કે તપ, જપ અને વ્રતનું નથી તેટલું મૂલ્ય જીવમાત્ર પ્રત્યેની કરુણાનું છે.
વિવેકાનંદ
પરદેશમાં ધર્મપ્રચાર કરવા જતા સ્વામી વિવેકાનંદની તે અંગેની લાયકાતની તેમની માતાએ પરીક્ષા કરી હતી. તેમણે આપેલી છરી પાછી માંગી તે વખતે વિવેકાનંદે માતા તરફ હેન્ડલ રાખ્યું અને પોતે ધારવાળો લોખંડનો ભાગ પકડ્યો. આથી પ્રસન્ન થઈને માતાએ કહ્યું : “તમે ધર્મપ્રચાર માટે લાયક છો, કેમકે તમે બીજાનો વિચાર કરી શકો છો.”
અબ્રાહમ લિંકન
પાર્લામેન્ટમાં ભાષણ આપવા જતાં અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને કાદવમાં ફસાઈને તરફડતા ડુક્કરને જોઈને જાતે કપડાં બગાડીને બહાર કાઢ્યું.
કોઈએ પૂછ્યું, “ડુક્કરનું દુઃખ દૂર કરવા માટે આટલી મહેનત હોય ?”
લિંકને કહ્યું, “ના, ડુક્કરના દુઃખે હું ખૂબ દુ:ખી હતો. ડુક્કરને કાદવમાંથી બહાર કાઢું તો જ મારું દુ:ખ દૂર થાય તેમ હતું એટલે મેં મારું દુઃખ દૂર કરવા માટે જ ડુક્કરને બહાર કાઢ્યું છે.”
પ્રેમ આપો તો પ્રેમ મળે
ભારે મારકણા અને તોફાની સાંઢને માત્ર વહાલથી પંપાળીને આદિવાસી છોકરાએ ‘ગરીબ ગાય’ જેવો બનાવી દીધો.
પાંજરાપોળના તમામ કાર્યકરો ચકિત થઈ ગયા. પેલા છોકરાએ તેમને નાના વાક્યમાં આખા બ્રહ્માંડના વશીકરણની વિદ્યા શીખવી દીધી. તેણે કહ્યું, “પ્રેમ આપીએ એટલે પ્રેમ મળે. એમાં નવાઈ પામવા જેવું કશું નથી.’’
જૈન મહાભારત ભાગ-૧
કબીર : રમણ મહર્ષિ : નરેન્દ્ર : રામતીર્થ