________________
સઘળી વાત જાણીને ખૂબ પ્રસન્ન થયા.
શુભ મુહૂર્ત લગ્નના ચોઘડિયાં વાગી ગયા.
કેટલોક સમય તો બહુ સારુ ચાલ્યું. ગંગા સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. ગંગાના નામ ઉપરથી તેનું નામ “ગાંગેય’ રાખવામાં આવ્યું.
શિકારાર્થે શાન્તનુ કોણ જાણે કેમ? એક દિ શાન્તનુની પશુઓનો શિકાર કરવા જવાની વાસના એકદમ સળવળી ઊઠી. ગંગાએ તેને તેમ નહિ કરવા ખૂબ સમજાવ્યા, નિર્દોષ જીવોની હિંસાના પાપના વિપાકો જણાવ્યા, છેલ્લે તો લગ્ન વખતે કબૂલ કરેલા સંકલ્પની યાદ પણ દેવડાવી, પણ અફસોસ ! શાન્તનું ન જ માન્યો. તે મિત્રોના રસાલા સાથે શિકાર કરવા માટે નીકળી ગયો.
બીજી બાજુ સત્ત્વશીલા ગંગા ગાંગેયને લઈને પિયર જતી રહી.
શિકાર કરીને પાછા ફરેલા શાન્તનુને ખૂબ વહાલાં ગંગા અને ગાંગેય જોવા ન મળ્યા. સઘળી વાત જાણીને તેને પોતાના જિદ્દી સ્વભાવ ઉપર ખૂબ ધિક્કાર વછૂટી ગયો. પણ હવે શું થાય? બાજી હાથમાંથી ચાલી ગઈ હતી.
કુટેવો ટાળવા “કૃપા' પામો જીવનમાં પડી ગયેલી કુટેવો ઝટ છૂટતી હોતી નથી. એમાંય વર્તમાનકાળના નિમિત્તોની સાથે પૂર્વજન્મોના તેના કુસંસ્કારો જોર મારતા હોય તેને માટે તો કુટેવોનો પરિત્યાગ એ ધોળે દિ’ આસમાનના તારા તોડવા કરતાં ય વધુ કઠિન છે.
પણ સબૂર ! જો દેવાધિદેવની ભક્તિમાં મન તલ્લીન થાય, જો કોઈ મહાન સદ્ગુરુની કૃપાના અમીનું આત્મા ઉપર છાંટણું થઈ જાય તો જીવનમાં જામ થઈ ગયેલી ગમે તેવી કુટેવ પણ ખતમ થઈ જાય. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
પુનઃ શિકારાર્થે શાન્તન બિચારો શાન્તનુ ! પશુઓનો શિકાર કરનારો પોતે જ કુટેવનો શિકાર બની ગયો હતો !
પુત્ર અને પત્નીના વિરહની કાતિલ વ્યથાને શરૂમાં નહિ જીરવી શકતા શાન્તનુની મદદે કાળ દોડી આવ્યો. મહિનાઓ ગયા, વર્ષો જવા લાગ્યા. શાન્તનુની એ વિરહવ્યથા શાન્ત પડી ગઈ. એણે એનું જીવન એની રીતે ગોઠવી લીધું. એમાં એને ગોઠી પણ ગયું. પણ શિકાર કરવા જવાની થયેલી ભૂલની ચોટ એના મન ઉપર એટલી સજજ્જડ લાગી હતી કે ચોવીસ વર્ષ સુધી તો એને એ વ્યસનનું સ્મરણ પણ ન થયું.
પણ વળી એક નિમિત્ત બન્યું અને એણે શિકાર કરવા માટેની તૈયારી કરી. જંગલના કોઈ શિકારીએ શાન્તનુ પાસે આવીને નવું જ મળેલું જંગલ કે જેમાં પુષ્કળ પશુઓ હતા તેનું એવું લલચામણીભર્યું વર્ણન કર્યું કે તેથી શાન્તનુએ બાણોનું ભાથું લઈને તે વન તરફ ઘોડો મારી મૂક્યો.
ખરાબીનું મૂળ ઃ અનાદિના કુસંસ્કારો આત્મામાં અનાદિકાળના કુસંસ્કારોનો દારૂગોળો તો પડેલો જ છે. એમાં નિમિત્તની ચિનગારી ન પડે ત્યાં સુધી જ એ શાન્ત, પણ ચિનગારી પડે અને ભડકો ન થાય એ તો ભગવાન જેવો કહેવાય. ચોર્યાસી ચોવીસી સુધી સ્થૂલભદ્રજીની યશોગાથા ધરતી ઉપર ગવાતી રહેવાની છે તેની પાછળ આ જ કારણ છે.
જૈન મહાભારત ભાગ-૧