________________
કોઈ ગાય પણ ઘંટ વગાડી ગયાની કથા આપણને સાંભળવા મળે છે.
પ્રજા પ્રત્યે પ્રેમાળ રાજા નૌશીર રાજા નૌશીરને જ્યાં નવો મહેલ બનાવવો હતો ત્યાં જ કોઈ ગરીબ રૈયતનું ઝૂંપડું નડતું હતું. રાજાએ તે ડોશીમાને કહ્યું કે જો તમે સંમતિ આપો તો તમારા માટે બીજે ક્યાંક ઝૂંપડું બનાવી દેવાય, ત્યાં તમારે રહેવા જવું. પછી આ ઝૂંપડું પાડી નંખાય.
પણ માજીએ સાફ ના પાડી. રાજાએ જરાય અપ્રસન્ન થયા વિના તે ઝૂંપડાની પાસે જ મહેલ ઊભો કર્યો.
બન્યું એવું કે મહેલનો જે દીવાનખંડ હતો તેની બારીએથી જ ડોશીમાની રસોઈના બળતણનો ધુમાડો આવવા લાગ્યો. તેણે દીવાનખંડની ઉપરની દીવાલ ધીમે ધીમે કાળી કરી નાંખી.
એકવાર રાજાને ત્યાં મહેમાન બનેલા પરદેશી રાજાએ આ જોઈને ઝૂંપડું ઉડાવી દેવાની સલાહ આપી.
રાજાએ જવાબ આપ્યો, “અમે ભારતના રાજાઓ પ્રજાના સુખમાં સુખી છીએ, દુઃખે દુઃખી છીએ.”
ન્યાયી રાજા અને કાજી એક રાજાથી ગુનો થયો. એને કાજીની ન્યાયસભામાં હાજર થવું પડ્યું. તે ખુલ્લી તલવાર લઈને ન્યાયસભામાં આવ્યો. ગુનાને રાજાએ કબૂલ કરી લેતાં કાજીએ રાજાને નાનકડી સજા જાહેર કરી. રાજા કાજીને ભેટી પડ્યો. પછી કાજીએ રાજાને પૂછ્યું કે, “ખુલ્લી તલવાર લઈને તમે અહીં કેમ આવ્યા?”
રાજાએ કહ્યું, “જો તમે મારી શેહમાં આવીને મને સજા કરવાને બદલે માફી આપી હોત તો તમારું ધડ ઉપરથી માથું ઉડાવી દેવા આ તલવાર લઈને હું આવ્યો હતો !”
કેવા હશે ન્યાયી રાજાઓ ! કેવી હશે અભય પ્રજા !
પેલો ઉદેપુરનો વાણિયો ! રખાતની સાથે હાથી ઉપર ફરતા રાજાને જોઈને મોં નીચું કરી દેતાં રાજાએ તેને કારણ પૂછ્યું. તેણે કહ્યું, “આ દશામાં તમને જોવામાં મારે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કરવું પડે તેમ હતું.” રાજાની આંખ ઊઘડી ગઈ.
ગાંગેયની મહાન પ્રતિજ્ઞા નાવિકશ્રેષ્ઠ પોતાના મનની વાત બેધડક રીતે ગાંગેયને કરી. જરાય ખચકાયા વિના ગાંગેયે કહ્યું, “ઓહ ! આ વાત છે એમ ને ? કાંઈ વાંધો નહિ. મારી પાસે એનું પણ સમાધાન છે.
મારી એક પ્રતિજ્ઞા એ છે કે મારે રાજા થવું નહિ અને હવે મારી બીજી પ્રતિજ્ઞા હું એ કરું છું કે મારે કદી લગ્ન કરવું નહિ, નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવું. હવે તારા મનની શંકાનું સમાધાન થયું ને ? હવે મારા પુત્રને રાજપ્રાપ્તિનો સવાલ જ પેદા થતો નથી ને ? બસ, તો તું તારી પુત્રી સત્યવતીને મારા પિતા વેરે પરણાવ અને તેમની મનઃકામના પૂર્ણ કર. હું તેને મારી મા તુલ્ય માનીશ.
નાવિક ! પિતાની ભક્તિ એ જ મારું સર્વસ્વ છે. એની સામે લગ્નજીવનના કહેવાતાં સુખોનું મારે મન કોઈ મૂલ્ય નથી. વળી મેં કિશોરવયમાં જ બ્રહ્મચર્યનો મહિમા ચારણમુનિવરો પાસેથી સાંભળ્યો છે, ત્યારથી જ મને તેનો ભારે પ્રેમ છે. આજે તું મારો મોટો ઉપકારી નીવડ્યો કે મને તે આજીવન બ્રહ્મચર્ય પાળવાની તક આપી. અહિંસાવ્રતને તો મેં મારું જીવન બનાવ્યું જ હતું. હવે
જૈન મહાભારત ભાગ-૧