________________
લાગ મળ્યો કે તરત જ રત્નાવલિએ પોતાનો દાવ લગાવી દીધો. તેણે પતિના કામાતુર આત્માને ઢંઢોળ્યો : “ચામડાના મઢેલા મળમૂત્રાદિ ગંદા પદાર્થોથી ભરેલા મારા દેહમાં જેવા પાગલ થયા છો તેવા પાગલ જો રઘુવીરમાં થઈ જાઓ તો હે સ્વામીનાથ ! તમારો જન્મારો સફળ થઈ જાય !” રત્નાવલિના આ શબ્દોએ કામાર્ણ તુલસીને ગોસ્વામી સંત તુલસીદાસ બનાવ્યા.
સત્ત્વશાળી હાડીરાણી હજી તો પરણ્યાની પહેલી રાત ઢળી નથી, એની પૂર્વસંધ્યા જ વ્યાપી છે તેમાં તો હાડી રજપૂતાણીને પરણીને ઘેર લઈ આવેલો પતિ કોઈ દાસીને પકડીને એકાન્તમાં જતો જોવા મળ્યો. હાડીનું રાજપૂત લોહી ગરમ ગરમ થઈ ગયું. મોડી રાતે તેની પાસે આવીને બંધ કરેલાં બારણાં ખખડાવતા રાજકુમારને હાડીએ સુણાવી દીધું: “હવે આ ભવે તો તમારી સાથે સંસારસુખ હું માણી નહિ શકું, પાછા ચાલ્યા જાઓ.”
વર્ષો વીતી ગયા. હાડીએ અણિશુદ્ધ શીલ પાળ્યું. પતિ રાજકુમારનું મૃત્યુ થતાં તેનું માથું ખોળામાં રાખીને ભડભડતી ચિતામાં જીવતી સળગીને સતી થઈ.
આજની સ્ત્રી : કામિની કે કામુકી ? આર્યાવર્તમાં નારી જ ઘર છે, ઘરનું ય ઘર છે. ઘરના બધા સભ્યો-પતિ, બાળકો વગેરે-ના બહારના ઘરને અને આતમના ઘરને સજવાની સંપૂર્ણ જવાબદારી એના શિરે છે. એ જવાબદારી જે અદા કરે તે જ સન્નારી. એને જ “ધર્મપત્ની” કહેવાય, એને જ “કામિની' કહેવાય. એવી જવાબદારી અદા ન કરતી સ્ત્રીને ‘કામુકી” કહેવાય.
અફસોસ ! આજે આપણે નારીના આ આદર્શોને ખોઈ બેઠા, ભૂલી ગયા; એટલું જ નહિ એની હાંસી કરવા લાગ્યા. કમનસીબીની કેવી પરાકાષ્ટા !
જે દેશમાં ભામતીઓ થઈ છે, જેણે ત્રીસ ત્રીસ વર્ષ સુધી લેખનકાર્યમાં મશગૂલ રહેતા પતિ પાસે કામસુખની માંગણી સુદ્ધાં નથી કરી.
મહાસતી નાગિલા જે દેશમાં નાગિલાઓ પેદા થઈ છે, જેને લગ્નના પહેલા જ દિવસે તેને શણગારતી પડતી મૂકીને પતિ ભવદેવ દીક્ષાના માર્ગે ચાલી ગયો, પછી પસ્તાયો અને બાર વર્ષે તેની પાસે સંસારસુખ ભોગવવા તે સાધુ આવ્યો ત્યારે કહ્યું : “હે આત્મન્ ! હવે તમે મારા વર નથી, જગત માત્રના મુનિવર છો. મારા તો આરાધ્ય-દેવ છો. પાછા ફરો. આવી નિર્લજ્જ માંગણી કર્યાનું ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત્ત કરો.
તમે હવે મારા કંથ રહ્યા નથી, મુક્તિ-પંથના સંત બન્યા છો. મારી ચિન્તા ન કરો. દુ:ખે અને પાપે સબડતા વિશ્વના જીવોના તરણતારણહાર બનો. જાઓ, પાછા જાઓ.”
અને તરત જ પશ્ચાત્તાપે બળતાં-જલતાં અંતર સાથે મુનિ ભવદેવ નાગિલાના ગામના સીમાડેથી જ પાછા ફરી ગયા.
આવી મદાલસાઓ, સીતાઓ, રત્નાવલિઓ, ભામતીઓ અને નાગિલાઓની હરોળમાં ઊભી છે ગંગા. એનામાં આવા સંકલ્પનું દૈવત ઝળહળતું હોય તેમાં કશી નવાઈ નથી.
શાન્તનુ-ગંગાના લગ્ન શાન્તનુએ ગંગાનો પ્રસ્તાવ સ્વીકાર્યો તે જ વખતે મહારાજા જનું ત્યાં આવી રહ્યા. પુત્રીથી
જૈન મહાભારત ભાગ-૧