________________
કરનારાઓ હાજર છતાં તેમને વનભેગા કરી દેવામાં કરોડોની સંખ્યાની આર્ય મહાપ્રજાને થનારા ભારે નુકસાનો કૃષ્ણની નજ૨માં આવી ગયા છે અને તેથી જ તેણે છેવટે દુષ્ટોને દંડ દેવા માટેના પગલાં નાછૂટકે પણ પસંદ કર્યા છે.
એવા પગલાં લીધા પછી એના પેટામાં એને જે કાંઈ ફૂડ-કપટ કરવા પડ્યા : યુધિષ્ઠિર પાસે ‘અશ્વત્થામા હતઃ’ એવું જૂઠું બોલાવ્યું, કર્ણને અન્યાયથી અર્જુન દ્વારા મરાવ્યો. (અને તે વખતે યુદ્ધના ન્યાયની વાત કરતા કર્ણને સણસણાવીને કૃષ્ણે સંભળાવ્યું કે નિઃશસ્ત્ર અભિમન્યુને ખતમ કરી નાંખતી વખતે યુદ્ધનો ન્યાય ક્યાં છુપાવી દીધો હતો? એ તો જેવા સાથે તેવા થયે જ છૂટકો.) શિખંડી દ્વારા ભીષ્મને મરાવ્યો. અજૈન મહાભારત અનુસાર મહાપરાક્રમી અર્જુનનો જાન બચાવવા માટે અંધકાર ઊભો કરીને જયદ્રથને અન્યાયથી મરાવ્યો અને ભીમને સંકેત કરીને સાથળ ઉપર ગદા મરાવીને દુર્યોધનને અન્યાયથી મરાવ્યો. (એ પછી દુર્યોધનના કૃષ્ણ તરફના ‘તું જ બધા કાવતરાનો સર્જક છે’ વગેરે શબ્દોને ભારે ઠંડકથી કૃષ્ણે સાંભળ્યા હતા, કેમકે તેનું કાર્ય પૂરું થયું હતું.)
આ બધા અન્યાયોમાં કૃષ્ણને દુષ્ટોનો નાશ કરવારૂપ રાજનીતિનો એક જ ન્યાય...ન્યાય... અને ન્યાય જ દેખાતો હતો.
કૃષ્ણને મન એક જ ન્યાય હતો, એક જ સત્ય હતું, એ જ એની રાજનીતિ હતી કે જગત ઉપ૨ દુષ્ટોનું તો આધિપત્ય ન જ હોવું જોઈએ. એમને દૂર કરવા માટે જે કાંઈ કરવું પડે તે ન્યાય, જે કાંઈ બોલવું પડે તે સત્ય, જે કાંઈ આચરવું પડે તે નીતિ.
રાજનીતિમાં ચાણક્યને ક્યાંય ટપી જાય તેવા કૃષ્ણ હતા. તેમની દૂરંદેશિતા સામાન્ય માણસો સમજી પણ ન શકે એટલી બધી નિગૂઢ હતી.
જૈનશૈલી તો ધર્મક્ષેત્રમાં પણ અનુબંધ-સત્યને, અનુબંધ-ન્યાયને, અનુબંધ-નીતિને જ સત્ય, ન્યાય, નીતિ કહે છે.
જે અહિંસા અનુબંધમાં હિંસામાં પરિણમતી હોય તેવી દેખીતી અહિંસાને ધર્મક્ષેત્રમાં પણ આચરવા લાયક ગણવામાં આવી નથી તો કુરુક્ષેત્રની યુદ્ધનીતિમાં શ્રીકૃષ્ણ અનુબંધના સત્ય, ન્યાય, નીતિ વગેરેનો વિચાર કરીને એ રીતની બાજીઓ ગોઠવે તો તેમાં કશું જ નવાઈ પામવા જેવું નથી.
જૈન ગ્રન્થોમાં એવા તો અઢળક દૃષ્ટાન્તો જોવા મળે છે કે જેમાં દેખીતી રીતે હિંસા, અનીતિ, અસત્ય આચરાતાં હોય છતાં તેઓના અનુબંધમાં અહિંસા વગેરે પડેલી હોવાથી તે હિંસાદિ પણ માન્ય કરાયેલા હોય. આ જ કારણે જૈનધર્મના અનુયાયી ગૃહસ્થો ભગવાન જિનેશ્વરદેવોની પુષ્પ વગેરેવાળી અષ્ટપ્રકારી પૂજા કરે છે. આ જ કારણે જૈન સાધુઓ શાસ્ત્રનીતિ મુજબ પાણીવાળી નદીઓમાં પગ મૂકીને પણ વિહાર કરે છે વગેરે...
જૈનશૈલીના ‘અનુબંધ’ પદાર્થને જાણનારા આત્માઓ કૃષ્ણને જેટલો ન્યાય આપી શકશે તેટલો ન્યાય કદાચ અજૈનો પણ નહિ આપી શકે.
અહીં પ્રસંગતઃ ગાંધીજીને યાદ કરી લીધા વિના ચાલે તેવું નથી.
આ વ્યક્તિનો આત્મા ધાર્મિક બનવા સર્જાયો હશે એમ તેના સત્ય, ન્યાય, મોક્ષલક્ષી પ્રાચીન પરંપરાઓનો પ્રેમ, ઇશ્વરભક્તિ, માનવતા વગેરે ગુણો જોતાં અનુમાન કરી શકાય.
પણ આ વ્યક્તિ રાજકારણમાં આવી ગઈ. એની સામે કૌરવોથી પણ ભૂંડા ધૂર્ત અંગ્રેજો હતા. એમના કાવાદાવાઓના પૂરેપૂરા જાણકાર બનવાની એમને ખૂબ જરૂર હતી. તેમ થયું હોત તો અંગ્રેજોની બધી વ્યૂહરચનાને તેઓ નિષ્ફળ બનાવી શક્યા હોત.
જૈન મહાભારત ભાગ-૧