________________
જ ઘાયલ થઈને પડ્યા. તે પછી પણ અર્જુનની વિશિષ્ટતાઓ આંખેઆંખ દર્શાવીને દુર્યોધનને ભીષ્મે ‘હજી પણ યુદ્ધ બંધ ક૨' એવી સલાહ ભારપૂર્વક આપી હતી.
બેશક, ભીષ્મના પુરુષાર્થ કરતાં પ્રારબ્ધ મૂઠીઊંચેરું આગળ જ રહેતું હતું એટલે એને ઝૂક્યા વિના ભીષ્મનો ઉપાય જ ન રહ્યો.
સમગ્ર રીતે પણ મહાભારતની કથા નિયતિ દ્વારા ઢસડાતાં, તણાતાં, વેરવિખેર થતાં પાત્રોની જ કથા છે. ત્યાં ભીષ્મ ‘બિચારો' શું કરે ?
ભીષ્મનો આત્મભોગ કેટલો બધો જોવા મળે છે ? પિતા ખાતર એણે સંસારસુખ જતું કર્યું, કૌરવોને સમજાવવા ખાતર તેને દુષ્ટોના પક્ષે રહીને લોકોમાંથી યશ ખોયો. લોકો તેનું રહસ્ય ન સમજી શક્યા અને એથી ભીષ્મને અપયશ મળ્યો. અને છેલ્લે પાંડવોને ઘાયલ કરવાને બદલે પોતે જ ઘાયલ થઈને અંતે જાન ખોયો.
ખોવાનું બધુંય ભીષ્મને; સુખ, યશ અને જીવન...તે ય સ્વેચ્છાએ, સહર્ષ. કેટલું આત્મબલિદાન ! કેવો આત્મભોગી આત્મા !
અજૈન મહાભારતકાર ભીષ્મને આવા બધા કારણોસર ખૂબ દુઃખી આત્મા તરીકે જુએ છે. એવા દુઃખો એને જ મળ્યા તેમાં ‘પૂર્વભવનો તે વસિષ્ઠ ઋષિથી શાપિત આત્મા હતો’ તેવું કારણ બતાવે છે.
પણ આ ઘટનાઓ બરોબર લાગતી નથી. ભીષ્મ દુઃખી ન હતો પણ નિષ્ફળ જરૂર હતો, અને તેથી જ તે ‘હાસ્ય’ વિનાનો હતો. તેમ ભીષ્મ ખૂબ ધર્મી હતો તેથી જ તેની નિષ્ફળતાઓને લીધે તે માનસિક રીતે તૂટી પડતો ન હતો, પરંતુ ‘નિયતિ’ને જ નજરમાં રાખીને એ નિષ્ફળતાઓને પચાવી નાંખતો હતો. એના સ્થાને બીજો કોઈ હોત તો તે અઘોર નિષ્ફળતાઓ બદલ આંસુ સારતો હોત. ભીષ્મ કદી આંસુ સારતો ન હતો.
નિષ્ફળ માટે હાસ્ય વિનાનો...
ધર્મી માટે આંસુ વિનાનો...
કેવો અફલાતૂન-બેજોડ-આદમી આ ધરતી ઉપર પેદા થયો હતો !
ભીષ્મનું સમદષ્ટિત્વ કેવું જાજરમાન હશે કે તદ્દન વિરોધી અને વાતે વાતે ઉગ્રતાથી લડી પડતા બન્ને પક્ષોને તે અત્યંત આદરણીય બન્યા હતા !
ભીષ્મની નીતિમત્તા કેટલી જોરદાર કે નિઃશસ્ત્ર, ગરીબ, સ્ત્રી અને નપુંસક સાથે નહિ લડવાની યુદ્ધનીતિને શિખંડી સામે શસ્ત્ર નહિ ઉગામીને, ઘાયલ થઈને પણ પાળી બતાવી. (ભીષ્મથી તરછોડાયેલી (!) અંબા જ બીજા ભવે શિખંડી બનીને ભીષ્મને મારે છે એ બધી વાત જૈન મહાભારતમાં સ્વીકૃત બની નથી.)
ભીષ્મની ધાર્મિકતા કેટલી જીવંત કે યુદ્ધમાં ઘાયલ થઈને ધરતી ઉપર પડ્યા બાદ શરીરમાં લાગેલા બાણોને કાઢ્યા વિના-જેમના તેમ જ રાખીને-દેહ અને આત્મા વચ્ચેના ભેદજ્ઞાનની પોતાનામાં કેટલી માત્રા છે તેનું પારખું છેલ્લા શ્વાસ સુધી કરે છે !
ભીષ્મની સંસારત્યાગની બાળપણની ભાવના કેટલી ઉગ્ર કે યુદ્ધમાં ઘાયલ થયા બાદ મુનિવેશ સ્વીકારીને જીવનનું છેલ્લું વર્ષ અદ્ભુત સાધનામાં વ્યતીત કરે છે, છેલ્લો મહિનો આખો ય નિર્જલ ઉપવાસ કરે છે. છેલ્લી પળોમાં યુધિષ્ઠિર વગેરે ઉપસ્થિત આત્માઓને અંતિમ ધર્મબોધ દેવાપૂર્વક અને તમામ અનુપસ્થિત આત્માઓ સાથે હાર્દિક ક્ષમાપના કરે છે, પરમાત્માનું શરણ લે છે અને
જૈન મહાભારત ભાગ-૧