________________
'દ્રોણાચાર્ય અને અશ્વત્થામા
દ્રોણાચાર્ય અને અશ્વત્થામા : પિતા અને પુત્ર. કહેવાય છે કે કૌરવોના કુલપરંપરાગત શસ્ત્રવિદ્યા-ગુરુ કૃપાચાર્યના દ્રોણ બનેવી થતા
હતા. દ્રોણ જાતિથી બ્રાહ્મણ હતા, ધનુર્વિદ્યાના વિશિષ્ટ કોટિના જાણકાર હતા. બ્રાહ્મણ એટલે શાસ્ત્રોનો ભણાવનારો; રે ! શસ્ત્રોની વિદ્યાને પણ ભણાવનારો. પણ દ્રોણાચાર્યે તો શસ્ત્રવિદ્યા ભણાવતાં શસ્ત્રોને હાથમાં લીધા, ઉગામ્યા, યુદ્ધ ચડ્યા.
યુદ્ધ બ્રાહ્મણ ન ખેલી શકે, એ ક્ષત્રિયનું જ કામ. આવી હતી આર્યપ્રજાની વર્ણવ્યવસ્થા સંચાલિત નીતિ. દ્રોણાચાર્યે તેનો ભંગ કર્યો.
વ્યાસમુનિ એમ કરવાનું કારણ આપે છે.
દ્રોણ અને રાજા દ્રુપદ બાળવયમાં સાથે જ ભણેલા અને તેથી બે જિગરી દોસ્ત હતા. બંનેનો “આજીવન-મિત્ર બની રહેવાનો દઢ સંકલ્પ હતો.
દ્રુપદ રાજા બન્યા પણ દ્રોણ તો દારિદ્રથી વધુ ને વધુ પીડાવા લાગ્યા. એક દિ' તો એવું બન્યું કે બાળક અશ્વત્થામાએ દૂધ માંગ્યું અને પિતા દ્રોણે પાણીમાં લોટ ભેળવીને, તેને દૂધ કહીને અશ્વત્થામાને પીવડાવી દીધું.
સાવ નિર્દોષ બાળક દૂધ પીધાના આનંદથી નાચવા લાગ્યું.
આ જોઈને દ્રોણની આંખોમાંથી દડ દડ દડ આંસુ વહી ગયા. એના દારિદ્રનો ભાર વધુ વસમો થઈ પડ્યો. એના નિવારણ માટે તે દ્રુપદના દરબારમાં ગયા. પણ સત્તાના અહંકારના નશામાં રાચતા દ્રુપદે તેમને આ ભવમાં ક્યારેય ન જોયા હોય તેવો દેખાવ અને તિરસ્કાર કર્યો.
આથી દ્રુપદ સાથે આ બ્રાહ્મણને વૈર બંધાયું. દ્રુપદનો વંશોચ્છેદ કરવાની તેમણે પ્રતિજ્ઞા કરી.
આ પ્રતિજ્ઞા પાર પાડવા માટે તેને રાજ્યાશ્રય લેવાનું જરૂરી હતું. એ માટે તેણે ધૃતરાષ્ટ્રના કૌરવ-પાંડવોને શસ્ત્રવિદ્યા શીખવવાનું કૃપાચાર્ય દ્વારા પ્રવેશ મેળવીને શરૂ કર્યું તેમાં અર્જુન ઉપર તેમની નજર ઠરી.
હવે આ બ્રાહ્મણના મનમાં ધર્મશાસ્ત્રોના પાઠને બદલે યુદ્ધના નારાઓ શરૂ થઈ ગયા.
વ્યાસમુનિ તો કહે છે કે અર્જુન દ્વારા દ્રોણે દ્રુપદનો પરાભવ કરાવીને તેને સારો બોધપાઠ અપાવી દીધો પણ તો ય પેલી ગરીબીના ત્રાસમાંથી ભભૂકી ઊઠેલી વૈરની જે આગ એના રોમેરોમે સળગી હતી તે તો ન જ ઠરી.
મને લાગે છે કે આ જ કારણે પાંડવોના પક્ષે દ્રોણાચાર્ય નહિ રહ્યા હોય. પાંડવોએ દ્રૌપદીને મેળવીને દ્રુપદને પોતાના સસરા બનાવ્યા હતા. હવે દ્રુપદનો વૈરી દ્રોણ પાંડવો સાથે કેમ રહી શકે ?
દ્રૌપદી તો દ્રુપદની જ પુત્રી હતી ને? એ જ કારણે તેના વસ્ત્રાહરણ પ્રસંગે દ્રોણ જેવા આચાર્ય મૌન રહ્યા હોય તે કેમ ન બને?
વૈરનો અગ્નિ તો ભલભલાની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાંખે. દ્રુપદને કબજે લેવાનું કામ અર્જુન જેવો વીર ક્ષત્રિય જ કરી શકશે માટે જ તેને સર્વોત્કૃષ્ટ ધનુર્ધર
જૈન મહાભારત ભાગ-૧