________________
આ વખતે સંજયની વાતો દુર્યોધનને કહેવા માટે અને સમાધાન કરી લેવાનું સમજાવવા માટે ધૃતરાષ્ટ્ર આતુર થયા. તેમણે વિદુરને સાથે લીધા. બંનેએ દુર્યોધનને સમજાવ્યો. વિદુરે સમજાવવાની ખૂબ જ કોશિશ કરી. પણ તે વખતે ય જ્યારે દુર્યોધને તેને કહ્યું કે તેમને દુર્યોધનની તાકાતની કોઈ કલ્પના નથી માટે જ “નાયુદ્ધની નબળી વાતો વારંવાર કરવામાં આવી રહી છે.
દુર્યોધનનો આ અંતિમ નિષ્કર્ષ જાણીને વિદુરે મનોમન નિશ્ચિત કરી લીધું કે યુદ્ધ અનિવાર્ય છે અને કૌરવસંહાર એકદમ નિશ્ચિત છે.
દુર્યોધનની સત્તાલાલસા વગેરે જોઈને વિદુરને સમગ્ર સંસાર ઉપર ભારોભાર નફરત વછૂટી ગઈ. તેઓએ તુરત જ નજીકના ઉદ્યાનમાં વિદ્યમાન વિશ્વકીર્તિ નામના મુનિ પાસે ભાગવતી પ્રવજ્યા સ્વીકારીને આત્મકલ્યાણની વાટ પકડી લીધી.
આવા હતા; સાચા જ્ઞાની, નિઃસ્પૃહી અને પરગજુ, અંતે સંસારત્યાગી, સંયમી બનેલા વિદુર !
જૈન મહાભારત ભાગ-૧